આમચી મુંબઈમહારાષ્ટ્ર
થાણેમાં ૩૦ ઈલેક્ટ્રિકલ મીટર બળીને ખાખ
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ચિમ)માં વાઘબીળમાં ગ્રાઉન્ડ પ્લસ સાત માળની એક ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મીટર બોક્સમાં રવિવારે મોડી રાતે અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં ૩૦થી વધુ મીટર બોક્સ બળીન ખાક થઈ ગયા હતા. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ વાધબીળમાં આવેલી ગંગોત્રી ગ્લેશિયલ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં મીટર બોક્સ આવેલા છે. રવિવારે મોડી રાતના ૧.૨૨ વાગે મીટર બોક્સ રૂમમાં આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ અને પોલીસે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
મીટર બોક્સમાં લાગેલી આગને કારણે મીટર રૂમની સામે પાર્ક કરેલી હોંડા એકોર્ડ કારનો આગળનો ભાગ બળી જતા નુકસાન થયું હતું. મીટર રૂમની આગમાં કુલ ૩૦ મીટર બળીન ખાખ થઈ ગયા હતા.