આમચી મુંબઈ

26/11ના આતંકવાદી હુમલોઃ તહવ્વુર રાણાને ફાંસી આપવાની શહીદના પિતાએ કરી માગણી, જાણો એટૂઝેડ વિગતો…

વોશિંગ્ટન/નવી દિલ્હી/મુંબઈઃ મુંબઈના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવા માટે ભારત સરકાર સક્રિય બની છે ત્યારે રાણાને ફાંસીને સજા ફટકારવાની માગણી કરી હતી. 2008માં મુંબઈના આતંકવાદી હુમલામાં માર્યા જનારા એસઆરપીએફ કોન્સ્ટેબલના પિતાએ આજે આરોપી તહવ્વુર રાણા માટે ફાંસીની સજાની માગણી કરી હતી. પાકિસ્તાનના મૂળ તહવ્વુર રાણાને ઝડપથી ભારત લાવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

16 વર્ષ પછી એની નકારાત્મક અસરો દિલોદિમાગમાં છવાયેલી છે

PTI

એસઆરપીએફ કોન્સ્ટેબલ રાહુલ શિંદેના પિતા સુભાષ શિંદેએ કહ્યું હતું કે 166 લોકોનો જીવ લેનારા હુમલાના તમામ આરોપીને કડકમાં કડક સજા કરવાની વાત એ હુમલામાં માર્યા જનારા પોલીસ અધિકારીઓ અને નાગરિકોને સાચી શ્રદ્ધાંજલિ હશે. આ આતંકવાદી હુમલામાં અનેક લોકો માર્યા હતા. આજે 16 વર્ષ પછી એની નકારાત્મક અસરો મારા દિલો દિમાગમાં છે.

તહવ્વુર રાણાને કારણે પાકિસ્તાનની ભૂમિકા પણ સ્પષ્ટ થઈ
મૃતક કોન્સ્ટેબલના 65 વર્ષના પિતાએ કહ્યું હતું કે આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે, તેથી તેને જેલમાં જીવતો રાખવો નહીં, પરંતુ ફાંસીની સજા આપવી જોઈએ. આ ઘટનામાં પાકિસ્તાનની ભૂમિકા સામે આવી છે, જ્યારે દુનિયાએ પણ આ બધું જોયું છે. ષડયંત્રમાં સામેલ તમામ લોકોને કોર્ટમાં લાવા જોઈએ. દરમિયાન અન્ય એક પોલીસ કર્મચારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે અધિકારીઓએ તહવ્વુર રાણાની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેને આ ગુના માટે સખત સજા કરવી જોઈએ.

રાહુલ શિંદેના પિતા સુભાષ શિંદેએ શું કહ્યું?
સુભાષ શિંદેએ કહ્યું હતું કે જ્યારે પણ હું હુમલાની વાત કરુ છું ત્યારે મને આતંકવાદી હુમલાની ભયાનક તસવીર જોઉં છું. એને કારણે મને જે નુકસાન થયું છે, આપણા પોલીસ, સૈનિકો અને નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા એને ભૂલી શકાય એમ નથી. સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થવો જોઈએ અને હુમલાના તમામ આરોપીઓને સજા આપવાથી મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ હશે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના શહીદ જવાન રાહુલ શિંદે મુંબઈમાં તાજ મહેલ પેલેસ હોટેલમાં આતંકવાદી હુમલામાં ઘૂસનારો પહેલો જવાન હતો. સોલાપુરના સુલ્તાનપુર ગામનું સુભાષ શિંદેના દીકરા રાહુલના નામે રાખવામાં આવ્યું છે. 26 નવેમ્બરના 10 પાકિસ્તાની આતંકવાદીએ મુંબઈ પર હુમલો કર્યો હતો, જેમાં 166 લોકો (ભારતીય સહિત બ્રિટિશ, અમેરિકી અને ઈઝરાયલના નાગરિકનો સમાવેશ થયો હતો) માર્યા ગયા હતા.

અજમલ આમિર કસાબ પકડાયો હતો જીવતો

ajmal kasab

મુંબઈ પરના હુમલામાં એક આતંકવાદી અજમલ આમિર કસાબ જીવતો પકડાયો હતો, જેને પુણેની યરવડા જેલમાં ફાંસી આપી હતી. એફબીઆઈએ હુમલા પછી 2009માં શિકાગોમાં તહવ્વુર રાણાને મુંબઈ અને કોપનહેગનના આતંકવાદી હુમલા મદદ કરવા મુદ્દે ધરપકડ કરી હતી. પાકિસ્તાની તહવ્વુર રાણાએ અમેરિકન તમામ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કર્યો છે અને હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આઠ વખત રેકી, 231 ફોન કોલ્સથી પકડાયો

david headley

એનઆઈએના અનુસાર ડેવિડ હેડલીએ ભારતમાં પહેલી વખત રેકી વખતે 14 સપ્ટેમ્બર, 2006ના તહવ્વુર રાણાને 32થી વધુ વખત ફોન કોલ કર્યો હતો. તહવ્વુર રાણા, જે મૂળ પાકિસ્તાન-કેનેડિયન નાગરિક હતો. ડેવિડ હેડલી સાથે મળીને કામ કર્યું હતું. ડેવિડ હેડલીએ 26/11ના આતંકવાદી હુમલા પૈકીનો એક ષડયંત્ર કરનારો આરોપી હતો. બીજી મુલાકાત વખતે હેડલીએ રાણાને 23 વખત, ત્રીજીમાં 40, પાંચમીમાં 37, છઠ્ઠીમાં 33 અને આઠમી વિઝિટમાં 66 વખત કોલ કર્યાં હતા. કોર્ટ રેકોર્ડ્સ અને એનઆઈના રિપોર્ટસ અનુસાર રાણાને હેડલીએ વિઝા આપવાની સાથે ભારતમાં ઓળખ છુપાવવા સુધીની મદદ કરી હતી. ઉપરાંત, રહેવાની અને આતંકવાદી હુમલાના સ્થળોની ઓળખ કરવામાં પણ મદદ પૂરી પાડી હતી.

તહવ્વુર રાણા ભારત લાવવાની પ્રક્રિયા ચાલુ

US Supreme Court rejects Tahawwur Rana’s petition to stay extradition

26/11 મુંબઈ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તેને વિશેષ વિમાન મારફત ભારત લાવવામાં આવી રહ્યો છે. તહવ્વુર રાણાના ભારત માટેના પ્રત્યર્પણને રોકવાની અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેની અરજીને ફગાવી હતી, તેથી ટૂંક સમયમાં તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. આ અગાઉ અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની પ્રત્યર્પણ રોકવાની અરજીને ફગાવ્યા પછી ભારતની ગુપ્તચર એજન્સીની ટીમ યુએસ પહોંચી છે. સરેન્ડર વોરન્ટનો અમલ કરવામાં આવ્યા પછી તેને ભારત લાવવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો :26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના હેડલી અને પાકિસ્તાની કનેક્શનની અજાણી વાતો જાણો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button