મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાની ગોઝારી રાતે શું બન્યું, જાણો પીડિતાની વ્યથા…

મુંબઈ: ૨૬મી નવેમ્બર, ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાને ભૂલવો શક્ય નથી. આ હુમલોમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેઓ આ હુમલામાં બચી ગયા હતા તેઓ તે દિવસની ગોઝારી રાતને ભૂલી શક્યા નથી. તેનો ભય હજી પણ તેમના શરીરને ધ્રુજાવી નાખે છે. એમાંથી એક છે દેવિકા રોટવાન. દેવિકાએ કોર્ટમાં આ કેસની સુનાવણીમાં આતંકવાદી અજમલ કસાબને ઓળખી કાઢ્યો હતો અને આ હુમલાએ તેનું જીવન બદલી નાખ્યું હતું.
આ પણ વાંચો : ગામમાં પાર્ટીને એકેય મત મળ્યો નહીંઃ કોંગ્રેસના પ્રવક્તાએ કરી ચોંકાવનારી વાત…
૨૬/૧૧ની રાતના દેવિકાએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે ત્રાસવાદીઓ અને પોલીસો વચ્ચે થયેલા ગોળીબારમાં દેવિકા (તે સમયે નવ વર્ષની હતી) ફસાઇ ગઇ હતી. તેના પગમાં ગોળી વાગી હતી. આ ઇજા તેને હજી પણ સતાવે છે.
એ કાળીરાતનો ઉલ્લેખ કરતા દેવિકા કહે છે ‘૧૬ વર્ષ વિતી ગયા, પણ હજી પણ તે રાત હું ભૂલી શકી નથી. હું અને મારા પપ્પા મારા મોટા ભાઇને પુણેમાં મળવા જઇ રહ્યા હતા. બાન્દ્રાથી અમે સીએસએમટી આવ્યા. એટલામાં ગોળીબાર શરૂ થયો. અનેક લોકો આ ગોળીબારનો ભોગ બન્યા.’
મને પગમાં ગોળી વાગી હતી, તેથી મને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને સર્જરી માટે જે. જે. હોસ્પિટલમાં દાખલ કરાઇ. લગભગ એક મહિના પછી મારી હાલત સારી થઇ, એમ તેણે કહ્યું હતું.
આ પણ વાંચો : કોંગ્રેસને ઝટકો, ભાજપને ફાયદોઃ કૉંગ્રેસના બળવાખોર નેતા શિવસેનામાં જોડાયા અને…
ક્રાઇમ બ્રાન્ચે અમારો સંપર્ક સાધતા હું અજમલ કસાબ સામે જુબાની આપવા તૈયાર થઇ હતી, કારણ કે મેં તેને જોયો હતો. હું તેને મારી નાખવા માગતી હતી, પણ હું ફક્ત નવ વર્ષની હતી. કોર્ટમાં મેં તે આતંકવાદી સામે જુબાની આપી હતી, એમ દેવિકાએ જણાવ્યું હતું.