26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા અંગે મહત્વનું અપડેટ, આજે ભારત લાવવામાં આવી શકે છે

મુંબઈ: અમેરિકાની જેલમાં કેદ મુંબઈના 16/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં અંગે આજે મહત્વનું અપડેટ (Tahawwur Rana’s extradition to India)મળી શકે છે. અહેવાલ તહવ્વુર રાણાને આજે બુધવારે ભારત લાવવામાં આવી શકે છે. અમેરિકન કોર્ટનની ભલામણો અનુસાર, દિલ્હી અને મુંબઈની બે જેલોમાં ગુપ્ત રીતે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ મુજબ ભારત લાવ્યા પછી, રાણાને શરૂઆતના થોડા અઠવાડિયા માટે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) ની કસ્ટડીમાં રાખવામાં આવશે.
એક અખબારી અહેવાલ મુજબ, તહવ્વુર રાણાને ભારત લાવવાના સમગ્ર ઓપરેશનનું નિરીક્ષણ ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કરી રહ્યા છે, ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યવાહીમાં જોડાયેલા છે.
કોણ છે તહવ્વુર રાણા?
તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. તે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)નો સક્રિય સભ્ય રહ્યો છે. તેણે પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાની ભારતની મુલાકાત લઇ શકે એ માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી. હેડલીએ જ નવેમ્બર 2008માં લશ્કર અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને ભારતમાં ટાર્ગેટ નક્કી કર્યા હતાં, ત્યાર બાદ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ મુંબઈ પર હુમલો કર્યો હતો.
અહેવાલ અનુસાર, રાણાએ હુમલના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, તે 11 થી 21 નવેમ્બર, 2008 ની વચ્ચે દુબઈ થઈને મુંબઈ આવ્યો હતો. તે પવઈની હોટેલ રેનેસાંમાં રોકાયો હતો અને હુમલાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેના પાંચ દિવસ બાદ 26 નવેમ્બરના હુમલો થયો હતો.
અમેરિકામાં ધરપકડ:
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના દસ્તાવેજો અનુસાર, તહવ્વુર રાણા અને ડેવિડ હેડલીને 2009 માં એફબીઆઈ દ્વારા ડેનિશ અખબાર પર હુમલો કરવાનું કાવતરું ઘડવા અને LeTને મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2019 માં, ભારત સરકારે રાણાના પ્રત્યાર્પણની માંગણી કરતી એક રાજદ્વારી નોંધ અમેરિકાને મોકલી હતી. ફેબ્રુઆરી 2020માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાણાના ભારત પ્રત્યાર્પણની પુષ્ટિ કરી હતી.
આપણ વાંચો: આરબીઆઈ આજે જાહેર કરી શકે છે રેપો રેટમા ઘટાડાની જાહેરાત, લોન લેનારાઓને થશે ફાયદો…