બિસ્કિટ ખાધા પછી 250 વિદ્યાર્થીને થયું ફૂડ પોઈઝનિંગ

સંભાજીનગરઃ સ્કૂલમાં બિસ્કિટ ખાદ્યા પછી લગભગ 250 બાળકોની તબિયત લથડી. ફૂડ પોઈઝનિંગની ફરિયાદ પછી તાત્કાલિક પ્રશાસન હરકતમાં આવી ગયું. તબિયત બગડવાને કારણે બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાળકોની નાજૂક હાલતવાળા બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સંભાજીનગરના પૈઠણ તહેસીલના કેકત જળગાંવમાં શનિવારે જિલ્લા પરિષદની સ્કૂલમાં અચાનક 80 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. તમામ બાળકોને ફૂડમાં બિસ્કિટ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અમુકે ઊલટી સહિત અન્ય સમસ્યાથી પરેશાની થઈ હોવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ એક પછી એક બાળકોની તબિયત વધુ બગડી હતી. જોતજોતામાં તમામ બાળકોએ તેમની તબિયત બગડી હોવાની ફરિયાદ કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો : દરદીને બધી જ દવા પાલિકાની હૉસ્પિટલમાંથી પૂરી પાડવાની હિલચાલવિધાનસભાની ચૂંટણી પહેલાં ‘ઝિરો પ્રિસ્ક્રિપ્શન’ યોજનાના અમલની તૈયારી
સ્કૂલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરવામાં આવ્યા પછી ગામના સરપંચ સ્કૂલમાં પહોંચ્યા હતા અને શિક્ષકો અને અન્ય લોકોની મદદથી ઉપલબ્ધ વાહનોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પાચોડના ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગને કારણે 257 વિદ્યાર્થીની તબિયત લથડી હતી, જ્યારે કેકતની જળગાંવની જિલ્લા પરિષદની સ્કૂલમાં 296 બાળક રહે છે.
શનિવારે હાફ ડેને કારણે બાળકોને સવારે આઠ વાગ્યે આવ્યા હતા અને લગભગ સાડા આઠ વાગ્યે શિક્ષકોને વિદ્યાર્થીઓને પૂરક આહારના રુપે બિસ્કિટનું વિતરણ કર્યું હતું. એના પછી પહેલાથી સાતમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને તબિયત લથડી હતી. ઘટનાએ પહોંચેલા વિદ્યાર્થિના માતા-પિતા અને પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો.
ગ્રામીણ હોસ્પિટલના ડોક્ટર બાબા સાહેબ ધુગેએ કહ્યું હતું કે જિલ્લા પરિષદ પ્રાથમિક યુનિવર્સિટીમાં બિસ્કિટ ખાતા 257 વિદ્યાર્થી ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા, જેમાં 250 વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રવિવારે સવારે સાત વિદ્યાર્થીની તબિયત લથડવાને કારણે છત્રપતિ સંભાજીનગર સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા.