BESTની 250 મિડી બસ ભંગારમાં જવાની: પૂર્વના ઉપનગરોને ફટકો પડશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટ ઉપક્રમ પાસે રહેલી મિડિ બસમાંથી અમુક બસ આગામી મહિનામાં ભંગારમાં જવાની હોવાથી અને તેની સામે પર્યાયી મિડિ બસ ઉપલબ્ધ નહીં હોવાનેે કારણે પશ્ર્ચિમ ઉપનગર બાદ હવે તેનો ફટકો પૂર્વ ઉપનગરના અનેક વિસ્તારમાં થવાની શક્યતા છે. મુખ્યત્વે ભાંડુપ, કાંજુરમાર્ગ, વિક્રોલી, ઘાટકોપર, મુલુંડનાં પરાંઓનો સમાવેશ થાય છે.છેલ્લા અનેક મહિનાથી બેસ્ટ ઉપક્રમના કાફલામાં બેસ્ટની બસમાં ઘટાડો થયો છે. સ્વમાલિકીની બસો ભંગારમાં જઈ રહી છે અને ખાનગી બસ સમયસર દાખલ નહીં થવાને કારણે બેસ્ટને પોતાની અને કૉન્ટ્રેક્ટરની બસ અછત વર્તાઈ રહી છે.
Also read: બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશે
બેસ્ટની પોતાની માલિકીની બસની સંખ્યા એક હજાર કરતા પણ ઓછી થઈ ગઈ છે અને આગામી ત્રણથી ચાર મહિનામાં જે.એન.યુ.આર.એમ. અંતર્ગત સાડાસાતસો બસ પણ ભંગારમાં જવાની હોવાનું જાણવા મળ્યું છે. તેમા ૨૫૦ મિડિ બસનો પણ સમાવેશ થતો હોઈ તે બંધ થઈ ગઈ તો ભાંડુપ, મુલુંડ, કાંજુરમાર્ગ, ઘાટકોપર અને મલાડ જેવા વિસ્તારમાં નાના અને હિલ એરિયામાં નાના રસ્તા પર દોડનારી બસની અછત પ્રવાસીઓને વર્તાશે. હાલ કૉન્ટ્રેક્ટર પાસે મિડિ બસ નથી. મિડિ બસો હતી જેની પાસે હતી તે હંસા સિટી અને એમ.પી.જી. કૉન્ટ્રેક્ટરે પહેલા જ હાથ ઉપર કરી દીધા છે. તેમાં હવે આગામી મહિનામાં બેસ્ટના કાફલામાંથી મિડિ બસ પણ ભંગારમાં જશે તેથી રસ્તા પર બસ દોડાવવી કયાંથી એની ચિંતા બેસ્ટના અધિકારીઓને સતાવી રહી છે.