આમચી મુંબઈમહારાષ્ટ્ર

દોઢ વર્ષમાં 24,000 પોલીસી ભરતી, રૂ. 50 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત

મુંબઈ: છેલ્લા દોઢ વર્ષમાં 24,000 પોલીસ પદ ભરતી થવાની સાથે રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યાવહી કરવામાં આવી છે એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. છેલ્લા દોઢ વર્ષમાં પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયા સામે કાયર્ર્વાહી કરી લગભગ 50 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી નષ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી ફડણવીસે થોડા સમય પહેલા આપી હતી.

ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં ત્રણ વર્ષ સુધી પોલીસ ભરતીની પ્રક્રિયા રખડી પડી હતી, જેથી મુંબઈ અને પુણે જેવા શહેરમાં તહેવારોના દિવસોમાં વ્યવસ્થા અને બીજા કામો માટે પોલીસ દળ અપૂરતું પડતું હતું. સત્તાપલટો થયા બાદ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ ખાતું પોતાના હાથમાં લેતા રાજ્યમાં પોલીસ ભરતી શરૂ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસની ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી સેવામાં સામેલ થવા માટે દોઢથી બે વર્ષ જેટલો સમય લાગે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ફડણવીસે રાજ્યમાં પોલીસ પ્રશિક્ષણ એકેડમીની ક્ષમતા તબક્કાવાર રીતે વધારવાનો નિર્ણય લીધો હતો.

ઇન્ટરનેટ યુગમાં આર્થિક છેતરપિંડી અને સાઇબર ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ પ્રકારના ગુનાઓને રોકવા માટે રાજ્યમાં સાઇબર સુરક્ષા પ્રકલ્પ બનાવવા માટે રૂ. 738 કરોડનું ભંડોળ જાહેર કરવામાં આવ્યું હતું અને આ પ્રકલ્પ હેઠળ એક અત્યાધુનિક સાયબર લેબ શરૂ કરવામાં આવશે એવી માહિતી ફડણવીસે આપી હતી. આ સાથે ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં યુવાનો ડ્રગ્સના જાળામાં ફસાઈ રહ્યા છે. ડ્રગ્સની દાણચોરી રોકવા માટે પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસની આ ઝુંબેશ હેઠળ 50,000 કરોડ રૂપિયાના ડ્રગ્સને જપ્ત કરી નષ્ટ કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી આ રીતે આગળ શરૂ રહેશે એવી જાહેરાત ફડણવીસે કરી હતી.

પોલીસને કાયદેસર કાર્યવાહી કરવાની ખુલ્લી છૂટ આપવામાં આવી છે જેને લઈને રાજ્યના અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારી અને કર્મીઓની બદલી કરવામાં ગૃહ પ્રધાનો હસ્તક્ષેપ ન કરતાં આ અધિકારી માત્ર ડીજીને આપવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં ટેલિફોનથી થતાં રાજકીય હસ્તક્ષેપ પણ બંધ થયા હોવાનો દાવો ફડણવીસે કર્યો હતો. મહત્ત્વની વાત એટલે કે કોઈપણ ગુના કે ઘટનાની માહિતી લેવા માટે ફડણવીસ પોતે પોલીસ કમિશનર કે જિલ્લા અધિક્ષક સાથે સંપર્કમાં રહી જરૂર જાણતા સૂચન પણ કરે છે. ફડણવીસ પોલીસ ટીમના સીધા સંપર્કમાં રહેતા તેઓ અનેક વખત ઘટનાની માહિતી લઈને ઘટના સ્થળની પણ ફડણવીસે મુલાકાત લીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button