આમચી મુંબઈ

મહાલક્ષ્મી રેસકોર્સના રિડેવલપમેન્ટની સામે 24,000 લોકોનો વિરોધ, જાણો સરકારની શું છે યોજના?

મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સના રિડેવલપમેન્ટ પ્રોજેકટ વિરોધ કરવા માટે મુંબઈગરાઓ દ્વારા એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. મહાલક્ષ્મી રેસ કોર્સને ડેવલપ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો છે, જેથી મુંબઈના ગ્રીન લંગ્સ તરીકે ઓળખાતા મહાલક્ષ્મી રેસકોર્સને બચાવવા માટે મુંબઈગરાઓ દ્વારા change.org આ વેબસાઇટ પર હસ્તાક્ષર કેમ્પેન ચલાવવામાં આવ્યું છે, આ કેમ્પેનમાં અત્યાર સુધીમાં 24,000 કરતાં વધુ લોકોએ પણ હસ્તાક્ષર કર્યા છે.

મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સના વિરોધ પ્રદર્શન વચ્ચે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે રેસ કોર્સને ડેવલપ કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને રજૂ કરવા માટે એક બેઠક પણ બોલાવી છે. 30 જાન્યુઆરી ગુરુવારે ડેવલપમેન્ટની બેઠક પહેલા રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ (આરડબલ્યુઆઇટીસી) મેમ્બર્સના સવાલોનો જવાબ આપવામાં આવશે તેમ જ આ મામલે કોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરી સરકારની સામે વિરોધ પ્રદર્શન પણ શરૂ કરવામાં આવશે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.

રેસકોર્સના રિડેવલપમેન્ટ વિરુદ્ધ અભિયાન ચલાવનારા એક વ્યક્તિએ કહ્યું હતું કે અમે આ કેમ્પેન શરૂ કર્યું છે. આ કેમ્પેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના હસ્તાક્ષરની પણ માગણી કરવામાં આવી છે. આ મામલે તેમણે જણાવ્યું હતું કે આ રેસ કોર્સ એક ગ્રેડ ટુ-બી હેરિટેજ સાઇટ છે. આ સાઈટ મુંબઈમાં 140 વર્ષથી જૂની છે, જેથી રિડેવલપમેન્ટનો પ્રોજેકટ રદ કરવામાં આવે નહીં તો તે આ જગ્યાની હેરિટેજ સાઇટને નષ્ટ કરી દેશે.

રેસકોર્સ મુંબઈના પર્યાવરણને શુદ્ધ રાખવા માટે અત્યંત મહત્ત્વનું છે. રેસકોર્સના રિ-ડેવલપમેન્ટ પ્રોજેકટ વિશે અહીંના એક સ્થાનિક નાગરિકે કહ્યું હતું કે હું ગયા બે વર્ષથી આ રેસ કોર્સ પર લટાર મારવા આવું છે. આખા મુંબઈમાં આ જગ્યા કરતાં વધુ ખૂલ્લી જગ્યા ક્યાય નથી.

જો આ જગ્યા પર પણ ઇમારતો ઊભી કરવામાં આવશે તો રેસિંગ ટ્રેકનું અસ્તિત્વ જોખમમાં મુકાશે અને આ રેસ કોર્સમાં ચાલતી ઘોડાની રેસ પણ સમય આવતા બંધ થઈ જશે. રેસ કોર્સના પરિસરના વૃક્ષોને જો કાપી નાખવામાં આવશે તો મુંબઈમાં પ્રદૂષણના પ્રમાણમાં પણ વધારો થશે. મહાલક્ષ્મી રેસકોર્સના રિ-ડેવલપમેન્ટ પ્રોજેકટ વિરોધ કરવા માટે એક પેટિશન પણ દાખલ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

આરડબલ્યુઆઇટીસીના એક ભૂતપૂર્વ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે આ મામલે ઓપન મિટિંગ થયા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં નાગરિકોની ચિંતાને મહત્ત્વ આપવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું.

મુંબઈમાં મહાલક્ષ્મી રેસ કોર્સના નામે પ્રખ્યાત રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબની લીઝ રીન્યુ કરવામાં આવવાની છે. રેસ કોર્સને ડેવલપ કરવાના પ્રોજેકટ માટે છ ડિસેમ્બરે 2023ના બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રેસ કોર્સની લીઝ રીન્યુ થતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પોતાના પસંદ કરેલા 50 લોકોને આ ક્લબની લાઈફ મેમ્બરશિપ આપશે.

આ માટે મુખ્ય પ્રધાન દ્વારા દર વર્ષે ત્રણ લોકોને આ ક્લબની લાઈફટાઇમ ફ્રી મેમ્બરશિપ માટે નિયુક્ત કરી શકે છે અને પાલિકાના કમિશનર દર વર્ષે એક વ્યક્તિને મેમ્બરશિપ માટે નામાંકિત કરી શકે છે. રેસ કોર્સના 226 એકરમાં 91 એકર જમીનને કોર્સના ક્લબ પાસે રાખવામા આવશે અને બાકીની 120 એકર જમીનને બિલ્ડરને રિડેવલપમેન્ટ માટે આપવામાં આવે એવો રાજ્ય સરકારનો પ્રસ્તાવ છે.

રાજ્ય સરકાર દ્વારા આરડબલ્યુઆઇટીસીની લીઝને આગામી 30 વર્ષ માટે રિન્યૂ કરવામાં આવશે. તેમ જ આ પ્રસ્તાવને મંજૂર કરવા માટે પાલિકા પ્રશાસન દ્વારા રેસ કોર્સ ખાતે તબેલાના પુનઃનિર્માણ કરવા માટે 100 કરોડ રૂપિયાની ભંડોળ પણ ફાળવવામાં આવવાનું છે. આરડબલ્યુઆઇટીસીએ 30 જાન્યુઆરીએ થનારી બેઠક પહેલા જ નોટિસ જાહેર કરી દીધી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત