સત્તાધારી પક્ષના 21 વિધાનસભ્યને કોન્ટ્રાક્ટરે આપી ડિફેન્ડર કાર? કૉંગ્રેસે કર્યો ધડાકો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સત્તાધારી પક્ષના 21 વિધાનસભ્યને કોન્ટ્રાક્ટરે આપી ડિફેન્ડર કાર? કૉંગ્રેસે કર્યો ધડાકો

મુંબઈઃ કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે બહુ ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે સત્તાધારી પક્ષના 21 વિધાનસભ્યને ડિફેન્ડર કરાની દિવાળી ભેટ આપી છે.

Congress Maharashtra President સપકાળ પદ પર આવ્યા ત્યારથી નિષ્ક્રિય અથવા શાંત રહેતા હતા અને કૉંગ્રેસની મહારાષ્ટ્રમાં હાજરી ન હોય તેમ જણાઈ રહ્યું હતું ત્યારે અચાનક દિવાળીના દિવસોમાં જ તેમણે મોટો ધડાકો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે એક કોન્ટ્રાક્ટરે 21 વિધાનસભ્યને દિવાળી ભેટ તરીકે ડિફેન્ડર કાર આપી છે. જોકે આ 21 વિધાનસભ્યના નામ અને તે કોન્ટ્રાક્ટર કોણ છે તે અંગે થોડા દિવસોમાં માહિતી આપશે, તેમ કહી તેમણે સસ્પેન્સ ઊભું કર્યું છે. બુલઢાણામાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે આ ઘટસ્ફોટ કર્યો છે.

મતચોરી પર ડોક્યુમેન્ટરી
કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બિહારની ચૂંટણી જાહેર થઈ તે પહેલા મતચોરીનો મુદ્દો ગજવ્યો હતો. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. હવે મહારાષ્ટ્રમાં મુંબઈ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે ત્યારે આ મુદ્દાને વધારે હવા મળી રહી છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસે આ મામલે એક ડોક્યુમેન્ટરી બનાવી છે તે આવતીકાલે રિલિઝ થવાની છે. ફિલ્મ બતાવ્યા બાદ ચર્ચા કરવામાં આવશે અને આ મામલે 1લી નવેમ્બરના રોજ મહાવિકાસ આઘાડી રેલી પણ યોજશે.

જોકે મુંબઈ પાલિકાની ચૂંટણી સાથે લડવા અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

આપણ વાંચો:  નૅશનલ પાર્કમાં માતા-પિતા સાથે ફરવા આવેલી બાળકીનું બાઈકની અડફેટે મૃત્યુ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button