2016ના લૂંટના કેસમાં નવ આરોપી નિર્દોષ જાહેર

થાણે: 2016ના લૂંટના કેસમાં કોર્ટે તમામ નવ આરોપીની કબૂલાત અસ્વીકૃત હોવાનું તથા અન્ય કારણો આપીને તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ)ના સ્પેશિયલ જજ એ.એન. સિર્સિકર દ્વારા 7 મેના રોજ આ આદેશ આપવામાં આવ્યો હતો.
તપાસકર્તા પક્ષ અનુસાર કુરિયર કંપનીના કર્મચારી અશોક ઉત્તેકરને ઉલ્હાસનગર વિસ્તારમાં 8 ઑગસ્ટ, 2016ના રોજ આંતરવામાં આવ્યો હતો અને તેની પાસેના 21.23 લાખ રૂપિયા લૂંટી લેવાયા હતા.
આપણ વાંચો: પશ્ચિમ બંગાળમાં હત્યા-લૂંટના કેસનો ફરાર આરોપી બાંદ્રાથી ઝડપાયો
નિખિલ કડલગ, કરણ દળવી, કરણ જલપર, મેહુલ વસિતા, ધનંજય જાધવ, નારાયણ દત્તા, વિશાલ જાધવ, સિદ્ધેશ લબ્ધે, આતિશ માને, નીલેશ યાદવ અને મંગેશ યાદવ વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરાયો હતો. ઉપરાંત ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટનો ભાગ હોવા બદલ એમસીઓસીએ પણ લગાવાયો હતો.
જોકે જજે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખપરેડમાં ‘નોંધપાત્ર વિલંબ અન પ્રક્રિયાગત અનિયમિતતાઓ’ હતી. એમસીઓસીએ હેઠળ આરોપીઓની નોંધાયેલી કબૂલાતમાં પણ અનિયમિતતાઓ હતી. જજે નોંધ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓએ ‘કબૂલાત નોંધતી વખતે યોગ્ય કાળજી રાખી નહોતી.’ (પીટીઆઇ)