મહા મુંબઈ મેટ્રોનો ઐતિહાસિક વિક્રમ: 39 મહિનામાં 20 કરોડ પ્રવાસીઓએ કર્યો પ્રવાસ

મુંબઈઃ મુંબઈ મહાનગરમાં સરકાર એક પછી એક મેટ્રોનું નિર્માણ કાર્ય યુદ્ધવેગે પાર પાડી રહી છે ત્યારે મુંબઈમાં મેટ્રો સેવન અને ટૂએ એક પછી એક નવા ઈતિહાસનું નિર્માણ કરી રહ્યું છે. 39 મહિનામાં 20 કરોડ જેટલા પ્રવાસીએ મુસાફરી કરીને નવો વિક્રમ રચ્યો છે.
ચોથી ઓગસ્ટ એ મહા મુંબઈ મેટ્રો માટે એક સંખ્યા નથી, પરંતુ મુંબઈગરાઓને પૂરી પાડવામાં આવતી અવિરત સર્વિસ અને વિશ્વાસનો પુરાવો છે.
આપણ વાંચો: મુંબઈમાં મેટ્રો (વન)ની ટ્રેનસેવા ખોરવાઈ, જાણો કારણ શું?
બીજી એપ્રિલ, 2022ના શરુ થયેલી દહીસરથી અંધેરી પશ્ચિમ (મેટ્રો લાઈન ટૂએ) અને દહીસરથી ગુંદવલી (મેટ્રો સેવન)ની સર્વિસ હવે મુંબઈગરાઓના પરિવહનનો એક ભાગ બની ગઈ છે. આ બંને મેટ્રો કોરિડોરમાં પ્રવાસીઓ માટે ઝડપી સુવિધા પૂરી પાડીને પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
પહેલા દિવસથી 19,000 પ્રવાસીએ મેટ્રોની મુસાફરી કરી હતી, જેની સંખ્યા આજે 20 કરોડને પાર થઈ છે. માત્ર નવ મહિનામાં મેટ્રોમાં એક કરોડ અને 25 મહિનામાં 10 કરોડની સંખ્યા પાર કરી હતી, ત્યારબાદ 33 મહિનામાં પંદર કરોડ અને હવે 39 મહિના સવાત્રણ વર્ષમાં મેટ્રોમાં 20 કરોડ જેટલા પ્રવાસીઓએ મુસાફરી કરી છે.
આ મુદ્દે મુંબઈ મહા મેટ્રોએ જણાવ્યું હતું કે આ સફળતા એ મુંબઈ મેટ્રોની ટીમની સખત મહેનતનું પરિણામ છે, તેના કારણે મુંબઈગરાઓ માટે અવરજવર કરવાનું પણ સરળ બન્યું છે, જેમાં વૃદ્ધોથી લઈને સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે રોજિંદી જરુરિયાત બની ગઈ છે. દહીસરથી અંધેરી વેસ્ટ (મેટ્રો લાઈન ટૂએ) અને દહીસરથી ગુંદવલી શરુ થયાના માત્ર 39 મહિનામાં 20 કરોડની સંખ્યા સૌથી મોટી છે.