આમચી મુંબઈ

1971ના યુદ્ધવીરની હેરાનગતિ: હાઈ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી

82 વર્ષના યુદ્ધવીરને ફાળવેલી જમીન સોંપવામાં થયેલા વિલંબથી થઈ હેરાનગતિ

મુંબઈ: 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં લશ્કરમાં નાયક(નિવૃત્ત)ની ફરજ બજાવનારા ઘવાયેલા 82 વર્ષના યુદ્ધવીરને પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં ફાળવવામાં આવેલી જમીન સોંપવામાં થયેલા વિલંબથી તેમની થયેલી હેરાનગતિ બદલ બોમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્રના મહેસૂલ વિભાગનો ઉધડો લઈ તીવ્ર ટીકા કરી છે.

વિઠોબા મારુતિ પરબળકર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા ન્યાયમૂર્તિ ગિરીશ એસ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ અદ્વૈત એમ શેઠનાની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે મહેસૂલ અધિકારીઓ વરિષ્ઠ યુદ્ધવીર સાથે ન્યાયપૂર્ણ વર્તન કરવામાં નિષ્ફળ રહ્યા છે એટલું જ નહીં, પરંતુ તેમને ઓફર કરવામાં આવતી વૈકલ્પિક જમીનની સ્થિતિ અંગે પણ અદાલતને ગેરમાર્ગે દોઈ હોવાનું જણાય છે.

આપણ વાંચો: વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં એરફોર્સને મદદ કરનારી મહિલાએ કરી આ માંગ…

ખંડપીઠે 9 મેએ આપેલા આદેશમાં ટિપ્પણી કરી હતી કે ‘પોતાના જ કાર્યાલયની જમીનની સ્થિતિથી અજાણ હોવાનો મહેસૂલ અધિકારીઓનો દાવો આઘાતજનક છે.’

આ સાથે ખંડપીઠ દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાના તારાં પર અદાલત આવશે તો સંબંધિત અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા પર વિચાર કરવામાં આવશે.

આપણ વાંચો: 1971ના યુદ્ધના સાક્ષી રહેલા ઓખાના નાગરિકોને યાદ આવી ગયા એ દિવસો, જાણો શું કહ્યું?

એડવોકેટ અવિનાશ ફતંગરે અને એડવોકેટ અર્ચના શેલારએ પરબળકરનો કેસ રજૂ કર્યો હતો. 12 ડિસેમ્બર, 1971ના દિવસે ભારતીય સેનામાં નાયક તરીકે ફરજ બજાવતી વખતે તોપમારામાં ઘાયલ થયા હતા.

તેમની સેવાને આર્દ્ર આપી આપીને રાજ્ય સરકારે 1971માં એક ઠરાવ બહાર પાડીને આદેશ આપ્યો હતો કે ઇજાગ્રસ્ત અથવા શારીરિક અક્ષમ સૈનિકોને ખેતી અથવા રહેણાંકના ઉપયોગ માટે જમીન ફાળવવામાં આવે. 1972માં આર્મીએ રાયગઢના મહેસૂલ અધિકારીઓને એક પત્ર મોકલીને તેનું પાલન કરવાની માગણી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button