આમચી મુંબઈ

સંભાળજો! મુંબઈમાં ૧૮૮ અતિજોખમી અને જર્જરિત ઈમારતો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: તમારી બિલ્ડિંગનો તો જર્જરીત બિલ્ડિંગની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી તે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની વેબસાઈટ પર ચેક કરી લેજો.

ચોમાસું નજીક હોવાથી દર વર્ષની માફક આ વર્ષે પણ BMCએ જોખમી ઈમારતોના સર્વેક્ષણ કર્યા હતા. એ દરમિયાન મુંબઈના જુદા જુદા વિસ્તારમાં આવેલી રહેણાંક ઈમારતોમાંથી કુલ ૧૮૮ ઈમારતોને અતિજોખમી અને જર્જરિત હોવાનું જણાઈ આવ્યું છે. ‘સી-વન’ શ્રેણીમાં એટલે કે ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં રહેલી ઈમારતોની યાદી BMCએ પોતાની વેબસાઈટ www.mcgm.gov.in પર જાહેર કરી છે. આ ઈમારત જોખમી હોવાથી તેમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ BMCએ કરી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button