આમચી મુંબઈ

ભાયંદરમાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ: ટ્યૂશન ટીચરની ધરપકડ…

થાણે: ભાયંદરમાં 17 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવા પ્રકરણે ટ્યૂશન ટીચરની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પચાસ વર્ષનો આરોપી ભાયંદરમાં પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસીસ ચલાવતો હતો અને આ જ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીના ઘરે અવારનવાર જતો હતો.

બેચલર ઓફ આટર્સ (બીએ)ની પહેલા વર્ષમાં ભણતી વિદ્યાર્થિનીને કારકિર્દીના વિકાસ માટે ચર્ચા કરવાને બહાને ટ્યૂશન ટીચરે બોલાવી હતી અને ક્લાસરૂમમાં તેનો કથિત વિનયભંગ કર્યો હતો. આરોપીએ આ અંગે કોઇને પણ જાણ કરતાં ગંભીર પરિણામ ભોગવવાની વિદ્યાર્થિનીને ધમકી આપી હતી, એમ નવઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આરોપીએ ઑક્ટોબર, 2023થી નવેમ્બર, 2024 દરમિયાન તેના ક્લાસીસમાં તથા વિદ્યાર્થિનીના ઘરમાં અનેકવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.વિદ્યાર્થિનીએ તાજેતરમાં તેની માતાને આ અંગે જાણ કરી હતી અને બાદમાં બંને જણે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)

આપણ વાંચો : છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: યુવકને સાત વર્ષની કેદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button