આમચી મુંબઈ

પાલઘરમાં ઇયરફોન પહેરીને રેલવે ટ્રેક ક્રોસ કરતા 16 વર્ષની સગીરાનું મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના જળગાંવમાં આગની અફવાને પગલે ટ્રેનમાંથી કૂદતા સામેથી આવતી ટ્રેનની ટક્કરમાં 13 પ્રવાસીનાં મોત થયા હતા, ત્યારે ગુરુવારે પાલઘરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. કાનમાં ઈયરફોન પહેરીને રસ્તો કે રેલવે ક્રોસ કરવો કેટલો ઘાતક નીવડી શકે છે તેનો વધુ એક કમનસીબ કિસ્સો બન્યો હતો.

એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા એક ૧૬ વર્ષની સગીરાનું મોત થયું હતું. આ ઘટના ગુરુવારે બપોરે ૧.૧૦ વાગ્યે સફાલે અને કેલવે રોડ રેલવે સ્ટેશનો વચ્ચે બની હતી. જિલ્લાના મકને ગામની રહેવાસી વૈષ્ણવી રાવલ રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે કોચુવેલી-અમૃતસર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેને તેને ટક્કર મારી હતી.

Also read: પાલઘરમાં અપહરણ બાદ યુવકની હત્યા: બે ફરાર આરોપી પકડાયા

સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ના એક અધિકારીએ જણાવ્યું કે સગીરાએ ઇયરફોન પહેર્યા હોવાથી તે કદાચ નજીક આવતી ટ્રેનનો અવાજ સાંભળી શકી નહોતી. યુવતીને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

અધિકારીએ જણાવ્યું કે હાલમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ ચાલી રહી છે. યુવતીના મોતના સમાચારથી તેના પરિવારજનો પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button