
Mumbai: ગઈકાલે મહારાષ્ટ્ર, મુંબઈ સહિત દેશના 6 રાજ્યમાં પાંચમા તબક્કાનું મતદાન પાર પડ્યું અને આજે 21મી મેના મહારાષ્ટ્ર બોર્ડનું બારમા ધોરણનું પરિણામ (12th Maharashtra Board Result Declared) જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે બપોરે એક વાગ્યાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન પોતાનું પરિણામ જોઈ શકશે.
મળી રહેલી માહિતી પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામની ટકાવારીમાં 2.12 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 0 ટકા પરિણામ આવ્યું હોય એવી કોલેજની સંખ્યા 21 તો 100 ટકા પરિણામ આવ્યું હોય એવી કોલેજની સંખ્યા 2246 જેટલી છે એવી માહિતી બોર્ડ દ્વારા આપવામાં આવી હતી.
મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર બપોરે 1 વાગ્યાથી જ વિધાર્થીઓ ઓનલાઈન વેબ સાઈટ પર રિઝલ્ટ મળી શકશે.
બોર્ડ દ્વારા પરિણામ બાબતે આપવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર પુણેનું 94.44 ટકા, નાગપુર 92.12 ટકા, છત્રપતિ સંભાજી નગર 94.08 ટકા, મુંબઈ 91.95 ટકા, કોલ્હાપુર 94.24 ટકા, અમરાવતી 93 ટકા, નાશિક 94.74 ટકા, લાતુર 92.36 ટકા કોંકણમાં 97.51 ટકા પરિણામ આવ્યું હતું.
સ્ટેટ બોર્ડના પ્રમુખ શરદ ગોસાવીએ પત્રકાર પરિષદમાં પરિણામ જાહેર કર્યું હતું. આ પ્રસંગે બોર્ડ સેક્રેટરી અનુરાધા ઓક, માણિક બાંગર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે 12મીની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 23 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. તેમાં વિજ્ઞાન પ્રવાહના સૌથી વધુ સાત લાખ 60 હજાર 46 વિદ્યાર્થીઓ, કલા પ્રવાહના ત્રણ લાખ 81 હજાર 982, વાણિજ્ય પ્રવાહના ત્રણ લાખ 29 હજાર 905, વ્યાવસાયિક અભ્યાસક્રમના 37,226, આઈટીઆઈના 4,750 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં 3,320 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.
આ વખતે પણ Girls Gangએ મારી બાજી
બોર્ડ દ્વારા આપવામાં આવેલી ટકાવારી પર નજર કરીએ તો આ વખતે પણ છોકરીઓએ મેદાન માર્યું હતું. બારમા ધોરણની પરીક્ષામાં 95.4 ટકા છોકરીઓ ઉત્તીર્ણ થઈ હતી, જ્યારે ઉત્તીર્ણ થનારા છોકરાઓની ટકાવારી 91.60 ટકા જેટલી હતી. આ વખતે કુલ 14, 23, 970 વિદ્યાર્થીઓએ 12માની પરિક્ષા આપી હતી જેમાંથી 13, 29,684 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
સૌથી વધુ પરિણામ કોંકણનું જ્યારે સૌથી ઓછું પરિણામ મુંબઈનું…
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બારમાના પરિણામમાં 97.91 ટકા સાથે કોંકણ પહેલાં સ્થાને જ્યારે 91.95 ટકા સાથે મુંબઈમાં સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું હતું.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બપોરે એક વાગ્યા બાદ mahresult.nic.in, results.digilocker.gov.in., hscresult.mahahsscboard.in, mahahsscboard.in, msbshse.co.in અને hscresult.mkcl.orgની વેબસાઈટ પર રિઝલ્ટ ઓનલાઈન ચેક કરી શકશે.
Also Read –