આમચી મુંબઈ

થાણેમાં 12 વર્ષના છોકરાએ ઇમારત પરથી લગાવી મોતની છલાંગ

થાણે: થાણેમાં 12 વર્ષના છોકરાએ ઇમારત પરથી ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં 3 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી.

ઇમારતના છઠ્ઠા માળે આવેલા ફ્લેટમાં રહેનારા છોકરાએ બારીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા છોકરાને રહેવાસીઓ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.

આપણ વાચો: પુણેમાં કોર્ટ બિલ્ડિંગ પરથી ઝંપલાવીને સિનિયર સિટિઝનની આત્મહત્યા…

વાગલે એસ્ટેટ ડિવિઝનના અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. અમને ઘટનાસ્થળેથી કોઇ પણ સુસાઇડ નોટ મળી આવી ન હોવાથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

પોલીસ હાઉસિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી હોઇ છોકરાના મોબાઇલની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button