આ તારીખે જાહેર થશે દસમા ધોરણનું પરિણામ…
મુંબઈ: મહારાષ્ટ્ર બૉર્ડ દ્વારા બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે હવે દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે તેની સૂચના પણ બહાર પાડવામાં આવી છે. માર્ચમાં લેવામાં આવેલી
પરીક્ષાનું પરીણામ 27 મેના રોજ બપોરે એક વાગ્યે જાહેર કરવામાં આવશે. આ પરિણામ એક વાગ્યે ઓનલાઇન પદ્ધતિએ જાહેર કરવામાં આવશે, તેમ બૉર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પરીક્ષાના પરિણામ જાહેરાત કરવામાં આવતા વાલીઓ અને દસમા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ બંનેની જિજ્ઞાસાનો અંત આવ્યો છે અને હવે તે આતુરતાથી પરિણામની રાહ જોઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને તે બૉર્ડની સત્તાવાર વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઇ શકશે.
વિદ્યાર્થીઓ https://mahresult.nic.in, http://sscresult.mkcl.org, https://sscresult.mahahsscboard.in, https://results.digilocker.gov.in, https://results.targetpublications.org
આ વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઇ શકશે. પોતાના પરિણામની નકલ મેળવવા માટે જરૂરી શુલ્ક ભરીને 28મેથી 11 જૂન દરમિયાન અરજી કરી શકાશે.