આમચી મુંબઈ

મહારેરા દ્વારા નિર્દેશિત QR કોડ વિનાના પ્રોજેક્ટ્સની જાહેરાતના 107 કેસ

74 ડેવલપર્સને કારણદર્શક નોટિસ

મુંબઇઃ મહારેરાએ 1 ઓગસ્ટથી હાઉસિંગ પ્રોજેક્ટ્સની તમામ જાહેરાતો સાથે QR કોડ પ્રિન્ટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અખબારોમાં જાહેરાતો ઉપરાંત, મહારેરા ઓનલાઈન, ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા પરની જાહેરાતો પર પણ નજર રાખી રહી છે.

ઓનલાઈન અને ફેસબુક જાહેરાતોમાં QR કોડનો ઉપયોગ નહીં થઇ રહ્યો હોવાનું મહારેરાની જાણમાં આવ્યું છે. મહારેરાને હાઉસિંગ પ્રોજેક્ટ્સની જાહેરાતોમાં QR-કોડ ન છાપવાના 107 કેસ ધ્યાનમાં આવ્યા છે. મહારેરાએ 74 ડેવલપર્સને કારણદર્શક નોટિસ જારી કરી છે. આમાંથી 25 કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અને 6 કેસમાં કુલ 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બાકીના કેસમાં સુનાવણી અને દંડ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત બાકીના 33 ડેવલપર્સને કારણદર્શક નોટિસ મોકલવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

ઓનલાઇન અને ફેસબુક જાહેરાતોના અનુસંધાનમાં જારી કરવામાં આવેલી નોટિસનો જવાબ આપતી વખતે કેટલાક ડેવલપર્સે એવું સ્ટેન્ડ લીધું હતું કે તેઓએ આવી જાહેરાતો આપી નથી. મહારેરાએ તેમને સાઇબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવવા કહ્યું છે.

દરેક ડેવલપર્સ તેમની પ્રોજેક્ટ વેબસાઇટ પર તેમના પ્રોજેક્ટ એજન્ટોની વિગતો પણ દર્શાવે છે. સોશિયલ મીડિયા પર આવતી આ જાહેરાતો વિશે સાવચેત રહેવાની અને સંબંધિતની વેબસાઇટ પરથી તેની ચકાસણી કરવી જરૂરી છે, અન્યથા ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની શકયતા વધી જાય છે. મહારેરાએ ગ્રાહકોને છેતરપિંડીથી બચવા સંબંધિત ડેવલપર્સની વેબસાઈટ તપાસવાની પણ અપીલ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button