આમચી મુંબઈ

થાણેમાં ૧૦૬ કિલો પ્લાસ્ટિક જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અને તેના ઉત્પાદન પર પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં તેનો વપરાશ થઈ રહ્યો હોવાથી થાણે મહાનગરપાલિકા, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મળીને આખા થાણેમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક સામે મંગળવારે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Microplastics in Human Testicle: પ્લાસ્ટિકને લીધે પુરુષોના પ્રાઈવેટ પાર્ટ્સને થઈ રહ્યું છે આટલું નુકસાન?

થાણે પાલિકાના અતિક્રમણ વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે આખા દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ૨૧૭ ઍસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત લઈને ૧૦૬.૫૪ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તથા તેમની પાસેથી ૮૪,૩૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરત મનપાએ ૧૦ દિવસમાં ૧૭ ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો

સૌથી વધુ દંડ થાણેના માનપાડા વિસ્તારમાંથી વસૂલ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ૪૨ ઍસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત લઈને ૧૮ કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત કરીને ૧૯,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તો બીજા નંબરે થાણેના વર્તકનગર વિસ્તારમાંથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અહીં દિવસ દરમિયાન ૧૫ ઍસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત લઈને ચાર કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક જપ્ત કરીને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button