1000-Point Stock Market Plunge: Reasons Explained
આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

શેરબજારમાં ફરી ૧૦૦૦ પોઇન્ટનો તોતિંગ કડાકો, જાણો કારણો!

નીલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં ફરી ૧૦૦૦ પોઇન્ટનો તોતિંગ કડાકો બોલતા રોકાણકારો ડઘાઈ ગયા છે અને એક તબક્કે બીએસઈના માર્કેટ કેપિટલ માં અંદાજે અઢી લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. અફડાતફડી હજુ પણ ચાલુ છે અને બજાર સ્થિરતા મથી રહ્યું છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૨૦૦ પોઇન્ટનો ઘટાડો પચાવીને આગળ વધ્યા બાદ ફરી ૧૦૮૮ પોઇન્ટ તૂટીને ૮૦,૬૫૦ની સપાટી નજીક પહોંચી ગયું અને ખૂબ ઝડપી અફડાતફડી ચાલી રહી છે તેમ જ સ્તર ઝડપથી બદલાઈ રહ્યા છે.

નોંધવું રહ્યું કે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે સતત બીજા દિવસે તીવ્ર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઇન્ડેક્સ હેવીવેઇટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને એચડીએફસી બેન્ક જેવા ઇન્ડેક્સ હેવિવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ આવતા સવારના સત્રથી જ નીચે ખેંચાયા હતા.

બજારના સાધનો અનુસાર અમેરિકાની ફેડરલ રિઝર્વના 18 ડિસેમ્બરે જાહેર થનારા સંકેતો માટેની વ્યાજદરની બેઠક પહેલા રોકાણકારો સાવચેત રહ્યા હતા.

બજાર ગબડવા માટે મુખ્ય કારણોમાં ચીનની અર્થતંત્રની નબળાઈ, ડોલરની મજબૂતી, ટ્રેડ ડેફિસીટનો પણ સમાવેશ છે.

Back to top button