આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Election Day: આયુષ્યની સદી વટાવી ચૂકેલા જૈફવયના મતદારો પહોંચ્યા મતદાન કેન્દ્રમથકે, લઈ લો પ્રેરણા…

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી (Election Day) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે ત્યારે સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે. મહારાષ્ટ્રમાં આજે 288 વિધાનસભા ચૂંટણીમાં યોજાઇ રહેલા મતદાનમાં બપોરના અપેક્ષા કરતા ઓછું મતદાન નોંધાયું છે, આર્થિક પાટનગર મુંબઇના મતદારો મતદાન કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે ત્યારે આજે શારીરિક રીતે અક્ષમ કે પછી જૈફવયના મતદારોએ મતદાન કેન્દ્રમથકે પહોંચીને સૌને પ્રેરણા આપી હતી.

આ પણ વાંચો : સિદ્ધિ વિનાયક મંદિરમાં રૂબરૂ થયા સદા સરવણકર અને અમિત ઠાકરે, પછી જે થયું…..

હજુ પણ મતદાન નહીં કરનારા માટે સાંજે છ વાગ્યા સુધીનો સમય છે અને લોકો મતદાનની ફરજ બજાવે એવી દરેક રાજકીય પક્ષો હાકલ કરી રહ્યા છે. મુંબઇમાં પાંખા મતદાન વચ્ચે વરિષ્ઠ નાગરિકોએ તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરીને યુવા મતદારોને આ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા છે. આજના દિવસ દરમિયાન જૈફવયના સિનિયર સિટિઝન સાથે શારીરિક રીતે અશક્ત લોકોએ મતદાન કરવામાં ઉત્સાહ દાખવ્યો હતો. દક્ષિણ મુંબઈના નેપિયન સી રોડના રહેવાસી કંચનબેને લોકસભાની ચૂંટણીના માફક વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરીને સૌને પ્રેરણા આપી હતી.

નેપિયન સી રોડના રહેવાસી અને 113 વર્ષના વડીલ બા શ્રીમતી કંચનબેન નંદકિશોર બાદશાહે અને ગ્રાન્ટ રોડના રહેવાસી 103 વર્ષના વડીલ જી. જી. પારેખે મલબાર હિલના મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો. ઉંમરના આ પડાવ પર પણ લોકશાહીને જીવંત રાખવાની અને અચૂક મતદાન કરવાની ભાવના પ્રશઁસાને પાત્ર છે.

મલબાર હિલના મતદાન મથક પર જ્યારે 113 વર્ષના વડીલ બા શ્રીમતી કંચનબેન નંદકિશોર બાદશાહ મતદાન કરવા પહોંચ્યા ત્યારે ચૂંટણી પંચનો સ્ટાફ તેમને આવકારવા ગેટ સુધી ગયો હતો અને યુવા નાગરિકોને ઘરની બહાર નીકળી મતદાન માટે પ્રેરિત કરવા બદલ તેમનો આભાર માન્યો હતો.

ઘાટકોપરમાં પણ વયોવૃદ્ધ બાએ મતદાન કર્યું હતું. 100 વર્ષના ઈન્દિરાબેન મહેતાએ ઘાટકોપર પૂર્વમાં વિદ્યાભવનમાં મતદાન કર્યું હતું અને મતદાનની ફરજ બજાવી હતી. જોકે, ચૂંટણી પંચે 85 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ‘વૉટ ફ્રોમ હોમ’ સુવિધા પણ પૂરી પાડી છે. તેમ છતાં પણ આયુષ્યની સદી વટાવી ગયેલા વડીલો જ્યારે મતદાન કરવા ઘરની બહાર નીકળે છે ત્યારે રાષ્ટ્ર પ્રત્યેની તેમની જવાબદારી નિભાવવાની ઈચ્છા જોવા મળે છે.

આ પણ વાંચો : શાહી વાળી આંગળી બતાવો અને 20% ડિસ્કાઉન્ટ મેળવો, મુંબઈની આ 56 રેસ્ટોરન્ટમાં ઓફર

મુંબઈમાં મતદાન મથકો પર આવતા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોને વ્હીલચેરની સુવિધા આપવામાં આવી રહી છે. દરેક મદાન કેન્દ્ર પર NSS અને NCCના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો તેમની મદદ કરી રહ્યા છે. અહીં એ જણાવવાનું કે બોલીવુડના પણ અનેક જૈફવયના કલાકારોએ મતદાન કરીને તેમની ફરજ બજાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button