આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણેમાં વર્ષના અંત સુધીમાં પ્રોપર્ટી ટૅક્સ ચૂકવી દેનારાને દંડમાં ૧૦૦ ટકા રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
વર્ષોથી પ્રોપર્ટી ટૅક્સ ચૂકવવાનો બાકી હોય તેવા કરદાતાઓ માટે થાણે મહાનગરપાલિકાએ અભય યોજના ચાલુ કરી છે. એટલે કે ૩૧ ડિસેમ્બર સુધીમાં બાકી રહેલો તમામ પ્રોપર્ટી ટૅક્સ ચૂકવી દેશે એવા કરદાતાને દંડમાં ૧૦૦ ટકા છૂટ આપવામાં આવવાનો નિર્ણય પાલિકા પ્રશાસને લીધો છે.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ જે કરદાતા ૧૫ ડિસેમ્બર, ૨૦૨૩થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીના સમયગાળામાં બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ અને ચાલુ વર્ષનો ટૅક્સ સહિત કુલ ટૅક્સની રકમ પાલિકામાં જમા કરશે તેને બાકી રહેલા પ્રોપર્ટી ટૅક્સ પર નિયમ મુજબ ૧૦૦ રાહત આપવામાં આવવાની છે. તો જે કરદાતા પહેલી જાન્યુઆરી, ૨૦૨૪થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીના સમયગાળામાં બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ અને ચાલુ વર્ષનો ટૅક્સનો ૨૫ ટકા રકમ પાલિકામાં જમા કરે છે, તેવા લોકોને બાકી રહેલા પ્રોપર્ટી ટૅક્સ પર નિયમ મુજબ ૭૫ ટકા રાહત આપવામાં આવવાની છે.

તો જે કરદાતા ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ આ સમયગાળામાં બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ ચાલુ વર્ષના ટૅક્સ સાથે ૫૦ ટકા રકમ ભરશે તેને બાકી રહેલા પ્રોપર્ટી ટૅક્સના દંડની રકમમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.
પાલિકાએ પોતાની વેબસાઈટ પર ઓનલાઈન પદ્ધતિએ પ્રોપર્ટી ટૅક્સ ભરવાની સુવિધા આપી છે. એ સિવાય ગુગલ પે, ફોન પે, પેટીએમ, ભીમઍપ પર પણ કરદાતાઓને ટૅક્સ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?