આમચી મુંબઈ
અર્નાળાના દરિયાકાંઠે 100 ફૂટ લાંબી મૃત વ્હેલ તણાઈ આવી
![A 100-foot-long dead whale washed up on the coast of Arnala](/wp-content/uploads/2024/06/dead-whale.webp)
પાલઘર: વિરાર નજીકના અર્નાળાના દરિયાકાંઠે અંદાજે 100 ફૂટ લાંબી મૃત વ્હેલ તણાઈ આવતાં તેને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારની બપોરે કેટલાક માછીમારોની નજર અર્નાળાના દરિયાકિનારે તણાઈ આવેલી મૃત વ્હેલ પર પડી હતી. માછીમારોએ એ અંગે પોલીસ અને ફિશરીઝ ઍન્ડ રેવેન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કરી હતી.
પોલીસે વ્હેલનું નિરીક્ષણ કરી કોઈ શિપ અથવા મોટી બોટ સાથે ટકરાવાને કારણે વ્હેલનું મૃત્યુ થયું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. મૃત વ્હેલ પછી તણાઈને અર્નાળાના દરિયાકિનારે આવી હોવાનું માનવામાં આવે છે.
દરમિયાન આટલી મોટી વ્હેલ તણાઈ આવી હોવાના સમાચાર ફેલાતાં લોકો મોટી સંખ્યામાં દરિયાકિનારે પહોંચી ગયા હતા. પૂર્વનિર્ધારિત કાર્યપદ્ધતિ અનુસાર તેનો નિકાલ લાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)