આમચી મુંબઈ

મુંબઈમાં આજથી ૧૦૦ દિવસની TB-મુક્તિ ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાષ્ટ્રીય ટીબી-મુક્તિ કાર્યક્રમ હેઠળ મુંબઈ સહિત દેશમાંથી ટીબીને નાબૂદ કરવા માટે સાત ડિસેમ્બરથી આગામી ૧૦૦ દિવસ સુધી ઝુંબેશ અમલમાં મૂકવામાં આવવાની છે. કેન્દ્રીય ક્ષયરોગ વિભાગની સૂચના મુજબ મુંબઈના ૨૬ વોર્ડમાં સાત ડિસેમ્બર, ૨૦૨૪થી ૨૪ માર્ચ, ૨૦૨૫ સુધી ૧૦૦ દિવસના સમયગાળા દરમિયાન ‘૧૦૦ દિવસની ઝુંબેશ’ અમલમાં મૂકવામાં આવવાની છે. કેન્દ્રીય ક્ષયરોગ વિભાગ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ૨૦૨૫ સુધી દેશને ટીબી મુક્ત કરવાની યોજના હાથ ધરી છે.

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ શનિવારથી શરૂ થનારી ઝુંબેશ હેઠળ મુંબઈમાં ટીબીના દર્દીને ઝડપથી શોધવાનું, ટીબીથી થતા મૃત્યુદરને ઘટાડવો, ટીબીને ફેલાતો રોકવા પર ધ્યાન આપવામાં આવવાનું છે, જેમાં વોર્ડ સ્તરે અતિજોખમી લોકસંખ્યાનું અને ટીબીના દર્દીનું મૅપિંગ કરવામાં આવશે. અતિજોખમી વ્યક્તિની નૅટ અને ‘એક્સ રે’ની મદદથી ટીબીની તપાસ કરવામાં આવશે. ટીબીનું નિદાન થવાની સાથે જ વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવાની સાથે જ તેના સંપર્કમાં આવેલા વ્યક્તિને ટીબીનો ચેપ લાગે નહીં તે માટે તેના પર પણ સારવાર કરવામાં આવશે. અતિજોખમીની લોકસંખ્યામાં ૬૦ વર્ષથી ઉપરના જયેષ્ઠ નાગરિક, ડાયાબિટીક, એચ.આઈ.વી., ધૂપ્રપાન કરનારા, કુપોષિત વ્યક્તિ, ટીબીના દર્દીના સંપર્કમાં આવેલી વ્યકિત તથા કેન્સરના દર્દીનો સમાવેશ થાય છે.


Also read: મુંબઈમાં બુલેટ ટ્રેનના કાર્યએ ‘ગતિ’ પકડીઃ ટનલ નિર્માણની લેટેસ્ટ અપડેટ જાણો


TBનાં લક્ષણો
બે અઠવાડિયા કરતા વધુ સમયથી ઉધરસ હોય, સતત તાવ આવતો હોય, રાતના સમયે પસીનો થતો હોય, છાતીમાં દુખાવો હોય, થાક લાગતો હોય, વજન ઓછું થઈ ગયું હોય, શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઈ ગઈ હોય, શરીરમાં મોટા પ્રમાણમાં ફેરફાર જણાતો હોય અથવા કોઈ જૂની બીમારી જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પરિસરમાં આવેલા મુંબઈ મહાનગરપાલિકાના, આપલા દવાખાના અથવા તો પાલિકાની હૉસ્પિટલમાં તરત તપાસ કરાવી લેવી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button