૧૦૦ કરોડની વસૂલીઃ અનિલ દેશમુખને ફડણવીસનો સણસણતો જવાબ | મુંબઈ સમાચાર

૧૦૦ કરોડની વસૂલીઃ અનિલ દેશમુખને ફડણવીસનો સણસણતો જવાબ

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સતત દેવેન્દ્ર ફડણવીસને ટાર્ગેટ કરી રહ્યા છે. ૧૦૦ કરોડ રૂપિયાના કથિત વસૂલી પ્રકરણમાં પોતાને ફસાવવામાં દેવેન્દ્ર ફડણવીસનો જ હાથ હોવાનો આરોપ તેમણે કર્યો હતો. દરમિયાન અનિલ દેશમુખના આ આરોપનો હવે દેવેન્દ્ર ફડણવીસે સણસણતો જવાબ આપ્યો હતો.

ફડણવીસે વિવિધ વિષયો પર પોતાની ભૂમિકાને સ્પષ્ટ કરી હતી. અનિલ દેશમુખે કરેલા આરોપ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મનસુખ હિરેનની હત્યા થવાની છે એ અનિલ દેશમુખની માહિતી કે શું? એનો પહેલાં તેઓ જવાબ આપે.
અનિલ દેશમુખે બે દિવસ પહેલાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેને જેલમાં ઘણો ત્રાસ વેઠવો પડયો હતો. હવે તેઓ જેલમાં ક્યારે ગયા, તો નવેમ્બર, ૨૦૨૨માં અને એ સમયથી તેઓ ૧૧ મહિના સુધી જેલમાં હતા. એ પૈકી આઠ મહિના તેમની સરકાર હતી. તો શું તેમની જ સરકારે તેમને ત્રાસ આપ્યો હતો કે શું, એવો પ્રશ્ન થઇ રહ્યો છે.

આ પણ વાંચો….ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘનઃ ૧૫ દિવસમાં ૧૮૭ કરોડની માલમત્તા જપ્ત

તો પછી અનિલ દેશમુખે અત્યારે કેમ બોલવાનું શરૂ કર્યું, એ પણ એક સવાલ જ છે. ખરેખર તો કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને શિવસેના (યુબીટી)એ એક યોજના તૈયાર કરી હતી. દેવેન્દ્ર ફડણવીસને બદનામ કરવાનો આ એક પ્લાન છે. આમાંથી જ એક દિવસ કપોળકલ્પિત કથા અનિલ દેશમુખે શરૂ કરી છે અને હવે તેમણે એક પુસ્તક લખ્યું છે, એવું ફડણવીસે જણાવ્યું હતું.

Back to top button