Mumbai breaking: મહારાષ્ટ્રમાં કામના કલાક વધ્યા, કેબિનેટમાં નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કામના કલાકો બાબતે જે અપેક્ષિત હતો તે નિર્ણય લેવાયો છે. રાજયની આજની કેબિનેટમાં થયેલા મહત્વના નિર્ણયોમાં કારખાના કાયદા 1948નો પણ સમાવેશ થાય છે. આ નવા નિયમ પ્રમાણે હવે દૈનિક કામના કલાકો 9ને બદલે દસ કરવામાં આવ્યા છે. આ નિયમથી કામદાર ઘટક અને ઉદ્યોગ બન્નેને અસર થશે.
રાજ્ય મંત્રીમંડળની બુધવાર, 3 સપ્ટેમ્બરના રોજ બેઠક મળી હતી અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં સામાન્ય માણસના જીવન પર મોટી અસર કરી શકે તેવો બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જે છે કામના કલાકોમાં ફેરફાર. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકો વર્તમાન 9 થી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યમાં નવું રોકાણ લાવવા, રોજગાર સર્જન કરવાનો અને કામદારોના અધિકારોનું રક્ષણ કરવાનો છે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. તેથી, કામના કલાકો હવે 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવશે. જોકે સામાન્ય જનજીવન પર આની ઘણી અસર પડશે. ખાસ કરીને મુંબઈ,થાણે,પુણે જેવા શહેરોમાં રહેતા કામદારો માટે આ અઘરું બની રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓ અનુસાર, કેબિનેટે ફેક્ટરી એક્ટ, 1948 માં વિવિધ સુધારાઓને મંજૂરી આપી છે. રાજ્યમાં રોકાણ આકર્ષવા અને રોજગારની તકો વધારવા માટે કામના કલાકોમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા જેવા રાજ્યોએ આ ફેરફારો કર્યા છે. કામના સમયમાં વધારો થયો છે તો સાથે કામદારોના વેતનમાં પણ વધારો થશે, તેમ સૂત્રો જણાવે છે. તેમાં એવી કડક જોગવાઈ પણ છે કે ઓવરટાઇમ કામ માટે કામદારોની લેખિત સંમતિ લેવી જરૂરી રહેશે. ઓવરટાઇમ કામનો સમયગાળો 125 કલાકથી વધારીને 144 કલાક કરવા વગેરે જેવા સુધારાઓને મંજૂરી આપવામાં આવી હતી.
આપણ વાંચો: મરાઠા આરક્ષણ આટોપાયું તો મહાયુતી પર આ મોટું સંકટ આવી પડ્યુંઃ ભુજબળે કરી કોર્ટમાં જવાની તૈયારી