વાઈલ્ડ એન્ગલઃ ઓપન માઈક કલ્ચરનો નવો ટ્રેન્ડ એટલે પોમેડી…

- લોકમિત્ર ગૌતમ
બેંગ્લુરુ એટલે કે બેંગ્લોર સ્ટેન્ડ અપ કોમેડી માટે જાણીતું શહેર છે. આ શહેરમાંથી ઘણા કલાકાર ઊભરીને આવ્યા છે. અહીં હાલમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, જે ‘પોમેડી’ તરીકે ઓળખાય છે.
આ ‘પોમેડી’ એટલે શું ?
પોએટ્રી અને કોમેડીનું મિશ્રણ એટલે પોમેડી…!
આમાં હળવી શેરો-શાયરી સાથે હાસ્ય, વ્યંગ અને કોમેડીનો તડકો હોય છે. બીજા શબ્દોમાં કહીયે તો, પોમેડી એટલે સ્ટેન્ડ અપ કોમેડી અને સ્પોકન વર્લ્ડ એટલે કે, પોએટ્રીનું ફયુઝન છે.
રજત સુદ નામની વ્યક્તિ શરૂઆતમાં પોતાના અલગ અંદાજમાં લોકોને કવિતાઓ સંભળાવતો. આ એનો એક શોખ હતો, જે હવે એનો આ વ્યવસાય બની ગયો છે. રજત સુદ એ એક બહુ મુખી પ્રતિભાશાળી વ્યક્તિ છે. એક કવિ, હોસ્ટ અને ગીતકાર પણ છે.
જોકે ઘણા લોકોનું માનવું છે કે પહેલો કવિ એટલે આદિત્ય કુલશ્રેઠ. સાલ 2018-19 માં બેગ્લોરના ઓપન માઈક મંચ પર સૌથી પહેલા કોમેડીનો પ્રયોગ એણે કર્યો અને ત્યાર બાદ એણે યુટ્યૂબ પર મુક્યો અને જોત જોતામાં એની સ્ટાઇલ લોકોના દિલમાં વસી ગઈ અને એ મશહૂર થઇ ગયો.
રજત સૂદ અને આદિત્ય કુલશ્રેઠ ઉપરાંત જે પણ બીજા આર્ટિસ્ટ છે તેમાં અનુ મેનન, પ્રિયંકા શર્મા અને ગૌરવ ત્રિપાઠી પણ લોકપ્રિય છે. મહિલા કોમેડી કલાકારોમાં અનુ મેનન અને પ્રિયંકા શર્માનું નામ ઘણું પ્રચલિત છે. આ બન્ને મહિલા સ્ટેન્ડ અપ પણ કરે છે અને સાથ સાથે કવિતા પણ રજૂ કરે છે.
અનુ મેનનની બહુ ચર્ચિત કોમેડીમાંથી ‘ઓફિસની લવસ્ટોરી’ અને ‘બેંગ્લુરુ ઓટોરાઇડ્સ’ છે. જયારે અંગ્રેજીમાં કવિતા કરનારી પ્રિયંકા શર્માની જે પણ કોમેડી રચના વાયરલ થઈ છે તે છે, ‘રૂમમેટ ટેલ્સ’ અને ‘ડેટિંગ ઈન મેટ્રો’.
કવિ સમ્મેલન અને સ્ટેન્ડઅપ કોમેડિયન એમ બન્ને મંચ પર સક્રિય ગૌરવ ત્રિપાઠીની કોમેડી રચનાઓમાં ,‘સૈલરી બનામ ખર્ચે ’, અને ‘પચપન કે ટીવી’ જેમકે કવિ આદિત્યની પ્રસિદ્ધ કોમેડી રચનાઓમાં, ‘મેરે દોસ્ત કી શાદી’ અને ‘માં કા ફોન’ સૌથી વધારે હિટ છે.
આજે આ બધા જ કલાકારો યુટ્યુબ અને ઈન્સ્ટા પર એકટિવ છે અને દિલ્હી, બેંગ્લુરુ અને મુંબઈના ઓપન માઈક પ્લેટફોર્મથી જોડાયેલા છે. બેંગ્લુરુ આ સાહિત્યના નવા ફ્યુઝનનું સૌથી મનપસંદ શહેર છે. આને જ કારણે અંગ્રેજી અને હિન્દી એમ મિક્સ પોએટ્રીનું ખૂબ જ ચલણ છે.
આ ઉપરાંત બેંગ્લુરુ કોફી હાઉઝ અને પબ કલચરમાં પણ એટલું જ આગળ પડતું છે. અહીંના સ્ટાર્ટઅપ ક્લચરમાં મેહનત કરવાવાળા યુવાનો હળવી કવિતાઓ કરી પોતાનું હેન્ગઆઉટ કરવાનું પસંદ કરે છે ત્યાર બાદ આનો જ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે.
કપિલ શર્માના કોમેડી નાઈટ અને ઓપન નાઈટમાં જે કલાકારે ધૂમ મચાવી છે એ રજત સૂદ છે. આનો એક અલગ જ સ્ટેન્ડઅપ કોમેડી શો ‘ઈન્ડિયાઝ ફર્સ્ટ એવર કોમેડી સ્પેશિયલ’ના નામથી પ્રચલિત થયો હતો. આ શોનું નામ ‘રફ કોપી’ હતું. રજત સુદની ઘણી લોકપ્રિય કોમેડી વર્કસ અને વીડિયો છે, ‘આઈ લવ ગર્લ્સ’, ‘બંદા ઇશ્ક મેં હે’, ‘ધ બ્રેક ફેજ-લવ સ્ટોરી ઓફ એ કોમન મેન’, ‘થીંકિંગ અબાઉટ એક્ટ’, ‘અગર હમ ઇશ્ક ન કરતે’, અને ‘સ્કેમ ઓફ બ્યુટીફૂલ પીપુલ.’
વાસ્તવમાં આ બધા જ ચર્ચિત વીડિયો અને કાર્યક્રમને લાખો વ્યૂઝ મળે છે. એમના મોટા ભાગના પ્રોગ્રામ હંમેશાં સફળ રહે છે, કારણ કે રજત સુદ પોતાના આગવા અંદાજમાં હાસ્ય કવિતાઓ કહી દર્શકોનું મનોરંજન કરે છે. બધા જ કલાકારો વચ્ચે રજત સુદ સૌથી વધારે પ્રચલિત છે તેના મુખ્ય બે કારણ છે. એક તો કવિતામાં તીક્ષ્ણતા અને યોગ્ય ટાઈમિંગ …
હકીકતમાં, ભવિષ્યમાં કવિતા વત્તા કોમેડીની અભિવ્યક્તિ કઈ ઊંચાઈએ પહોંચશે તે જોવાનું બાકી છે, પરંતુ અત્યાર સુધી જે પણ કોમેડી કૃતિઓ જોવા મળી છે. જો અત્યાર સુધીની કોમેડી રચનાઓ જોઈએ તો તેમાં વધારે પડતી પ્રેમની હળવી કવિતાઓ છે કે જે કોમેડીના હાસ્ય પંચ દ્વારા જ લોકો સુધી પહોંચે છે અને એટલે જ સૌથી વધારે યુવા વર્ગમાં પ્રચલિત છે.
આવી જ રીતે અત્યાર તો આપણે ત્યાં હાસ્ય અને વ્યંગને ઓપન માઈકમાં નવો ટ્રેન્ડ આપ્યો છે.
આપણ વાંચો: તમારી ભૂલ તમને જ ન દેખાય એનાથી મોટી ભૂલ બીજી કઈ?!