સારા અલી ખાન ‘સિંગલ મધર’ અંગે શું કહે છે?
ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે અને તે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં એક્ટ્રેસ ચર્ચામાં આવી છે સિંગલ મધર સાથે રહેવા અંગે સ્ટેટમેન્ટ આપ્યું હતું. હમણાં છેલ્લાં કેટલાક સમયથી તેની ફિલ્મ ‘મર્ડર મુબારક’ને કારણે ચર્ચામાં છે. જે આજે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં સારાએ એક સિંગલ મધર સાથે રહેવા વિશે કહ્યું હતું કે તેણે જીવનમાં સ્ટ્રોન્ગ વુમનના ઈન્ફ્લ્યુએન્સને લઈને સવાલ પૂછવામાં આવ્યું તો એના જવાબમાં સારાએ કહ્યું હતું કે મને લાગે છે કે સિંગલ મધર સાથે રહેવું એમાં સૌથી મોટો અને મહત્ત્વનો રોલ પ્લે કરે છે. ખૂબ જ નાની ઉંમરમાં મને એ વાત સમજાઈ ગઈ હતી કોઈ તમારા માટે કંઈ નથી કરવાના. એવું નથી કે મને મદદ નહોતી મળી. પણ આખરે તો તમારી જિંદગી તમારે જ ચલાવવાની છે.