કાંડે ઘડિયાળ બાંધી શકાય, સમય નહીં..!
અરવિંદ વેકરિયા
આજે સદ્ગત એવા મિત્ર અજિત વાચ્છાનીને પકડવો કઠિન હતું. વચ્ચે ઘણા વખતથી સંપર્ક રહ્યો નહોતો. પછી એ સેલિબ્રિટી બની ગયો હતો એ જાણ થઈ ગયેલી. નાટકમાં એક `મોટું’ નામ લેવાની રાજેન્દ્રએ જીદ કરી ત્યારે એ હિન્દુજા થિયેટરની બાજુમાં રહેતો ત્યાં તપાસ કરી. એ ન મળ્યો. એનો જોડીદાર સુંદર પણ ત્યાંથી બીજે જતો રહેલો. કહે છે કે એવી કોઈ સમસ્યા નથી કે જે સૂર્યોદય કે આશાને હરાવી શકે. યોગાનુયોગ એવું જ બન્યું. હું રમેશ તલવારની સિરિયલમાં કામ કરતો હતો. એનું શૂટિગ અંધેરી-મહાકાલી કેવ્સના કોઈ બંગલામાં હતું. મોટા ભાગના બધા ફિલ્મી-કલાકારો એમાં હતા.
મારો એક સીન પત્યો. એ પછી સ્પોટબોયને વિજય તલવારે કહ્યું, અબ અજિતજી કો બુલાકે આઓ'. વધુ ફિલ્મી કલાકારો હતા એટલે અજિતજીને મેં
મોના ડાર્લિંગ’વાળા સમજી લીધા. થોડી વારમાં મોના ડાર્લિંગ'વાળા અજિતને બદલે
મારો ડાર્લિંગ’ દોસ્ત અજિત વાચ્છાની પ્રગટ્યો. થોડી વાર તો અમે બંને નિ:શબ્દ એકબીજાને જોઈ રહ્યા. ભીની આંખે બંને ભેટી પડ્યા. વાંકમાં બંને હતા. ઘણો સમય વગર સંપર્કે કેમ પસાર થઈ ગયો એનો બેમાંથી કોઈની પાસે જવાબ નહોતો. કાંડે ઘડિયાળ બાંધી શકાય, સમય નહી. એ એની સિરિયલની દુનિયામાં પરોવાયેલો રહ્યો અને હું મારાં નાટકોના મલકમાં. અજિત ત્યારે યાદ આવ્યો જ્યારે જિદ્દી રાજેન્દ્ર શુક્લે `સેલિબ્રિટી’ની જીદ કરી ને હવે અજિત નજર સામે હતો. રાજેન્દ્રની ક્યારેય હાર ન માનવાની આદત જ જીતવાની આદત બની ગઈ.
પછી તો સાથે સીન કર્યો અને લંચ-બ્રેક વખતે અજિતે સેટ ઉપર જમવાની ના પાડી અને પોતે હવે મહાકાલી કેવ્સમાં રહે છે એટલે ઘરે સાથે જમવાનું કહ્યું. એ પોતાની કારમાં ઘરે લઈ ગયો. સેટ ઉપર સૉરી'નાં આદાન-પ્રદાન સિવાય કોઈ વાત નહોતી થઈ. ઘરમાં દાખલ થતાં કહ્યું,
દાદીયા, એક વખત મેં તને લગ્ન માટે પૂછેલું, પણ મેં તને બોલાવ્યા વગર લગ્ન કરી લીધાં છે.’ એની પત્ની ચારૂશીલા સાબળે સાથે મારી ઓળખાણ કરાવી. કોઈ સંગીત ઘરાનાની દીકરી તરીકે મને પરિચય આપ્યો. એની પત્ની સાથે અમારી ગાઢ મિત્રતાની ખૂબ વાતો કરી. મેં મારા નવા નાટકની વાત એના કાને મૂકી, પણ એ ત્રણ-ત્રણ સિરિયલોના સમય'થી બંધાયેલો હતો. મને કહે,
ચોક્કસ ટ્રાય કં છું.’
Also read: ક્યા સે ક્યા હો ગયા… વીતી રહેલા આ વર્ષની સિનેમેટિક મોમેન્ટ્સનું સરવૈયું…
મેં કહ્યું, દોસ્ત, હું ઇચ્છું કે તું ત્રણ નહીં - તેર સિરિયલો કર, પણ અભિમાનને અડવા નહી દે તો સારું!' એ ફિક્કું હસ્યો. મને કહે,
ક્યારેય નહિ. મને જ્યારે એવું લાગવા માંડે ત્યારે ધીમેથી માટીને પૂછી લઉં કે આજકાલ સિકંદર ક્યાં છે? કહી હસ્યો. મેં કહ્યું, તો મને મદદ કર.' મને નવા ઘરનો લૅન્ડલાઈન નંબર આપતાં કહે,
આપણે આ વિશે ચોક્કસ વાત કરીશું. હું પણ થિયેટર ઘણું મિસ કરું છું.’ ત્યાંથી ફરી શુટિગમાં પહોંચ્યા. બે દિવસ પછી અજિતનો જ મને ફોન આવ્યો. કહે, `દોસ્ત, તું મારું નામ જા.ખ.માં વાપર, પણ એ માટે મને એકદમ નાનો રોલ આપ, જેથી હું એટલો સમય રિહર્સલ માટે તને આપી શકું. જેવો શૂટિગમાંથી ફ્રી થઈશ કે સીધો રિહર્સલમાં આવી જઈશ.’ બીજે દિવસે મેં રાજેન્દ્રને બધી વાત કરી. રાજેન્દ્ર ખુશ થઈ ગયો. એણે થોડી ચીટિંગ' કરવાની વાત કરી. એ કહે,
હમણાં અજિતની વાત સ્વીકારી લે. બાકી રોલ તો વ્યવસ્થિત લખવાનો. `નામ બડે ઔર દર્શન ખોટે’ જેવું ન કરાય. પ્રેક્ષકોનો પણ વિચાર કરવો પડે.’
રાજેન્દ્રની વાત વિચારવા જેવી તો હતી. મે અજિતને ચીટિંગવાળી વાત ન કરી. કહ્યું કે તારે રોલ કરવાનો છે.' મને કહે:
શું રોલ છે એ નહીં પૂછતો બસ, રોલ કરું છું.’ મેં કવર'ની રકમ પૂછી તો મને કહે,
આપણે પૈસાનો વ્યવહાર કરીશું તો હું રોલ નહી કરું’. આ પ્રેમભરી ધમકી હતી. એને મેં માંડ સમજાવ્યો કે ભાઈ, મારું પોતાનું નિર્માણ કરું ત્યારે કંઈ નહિ લેતો, આ નાટકના નિર્માતા બીજા છે, હું તને જે `ટૉકન’ આપું એ લઈ લેજે’ આમ અજિત અમારા નાટકમાં ગોઠવાઈ ગયો. મેં ઉત્સાહમાં રાજેન્દ્રને કહ્યું, ચાલો ત્યારે.. જે એક
નામ’ જોઈતું હતું એ મળી ગયું.’ રાજેન્દ્ર મને ઠંડો પાડતાં કહે, `બહુ ઉત્સાહમાં આવી જઈ ઢંઢેરા ન પીટતો. આ આપણી લાઈનને તું જાણે જ છે ને! અહીંના નિયમો બધા કબડી જેવા હોય છે. જેવી સફળતાની લાઈનને ટચ કરો ત્યાં જ લોકો પગ ખેંચવા માંડે. હા, ધીમે ધીમે બહારથી ભલે ખબર પડે.’
બાકીનાં પાત્રો તો નક્કી કરી જ નાખ્યાં હતાં. હવે ખાલી અજિત રિહર્સલ માટે કેટલો સમય ફાળવી શકશે એ વાત કરવાની હતી. અમે બિરલા ક્રીડા કેન્દ્ર – પહેલો માળ.. સાંજે 5થી બુક કરાવેલો. અજિત મને કહે કે `તમે પાંચ વાગ્યાથી રિહર્સલ શરૂ કરી દેજો હું બને એટલો જલદી આવીને જોડાઈ જઈશ. આમ પણ નાનો રોલ કરવાનો છે એટલે બહુ વાંધો નહી આવે’ રાજેન્દ્રના કહેવા મુજબ રોલ લાંબો લખાવાનો હતો. આ વાત અજિતથી છાની રાખી હતી. હવે પ્રાર્થના એવી જ રીતે કરવાની હતી કે બધું ભગવાન ઉપર નિર્ભર છે અને પ્રયત્ન એવી રીતે કરવાનો કે બધું અમારા પર નિર્ભર છે. ઠંડીમાં સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ પથારી' પર છે. તમે સવારે ગમે તેટલા વહેલા ઊઠવાની કોશિશ કરો,
પથારી’ તમને ખેંચી રાખે છે.