મેટિની

ત્રણ બાળ ફિલ્મમાં વિશિષ્ટ સામ્ય

  • હેન્રી શાસ્ત્રી

આજે 14 નવેમ્બર, બાળદિન…

બાળકોના નિર્ભેળ મનોરંજન માટે બનેલી ફિલ્મોની સંખ્યા ઝાઝી નથી. અલબત્ત, મોટેરા અને બાળકોના સંબંધોના તાણાવાણા દર્શાવતી કેટલીક મજેદાર ફિલ્મો અનેક ભાષામાં બની છે. બાળકની માનસિકતા પર ફોક્સ કરતી સમાન કથાવસ્તુ ધરાવતી ત્રણ ફિલ્મોની વાત આજે માંડી છે.

અંગ્રેજી ફિલ્મ The Sound of Musicની રિલીઝના 60 વર્ષ પૂરા થયા એ નિમિત્તે ઉજવણીનો દોર ચાલી રહ્યો છે. આ ફિલ્મ પર આધારિત હિન્દીમાં ‘પરિચય’ અને બંગાળીમાં ‘જય જયંતી’ ફિલ્મ બની હતી.

ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક:

1965માં રિલીઝ થયેલી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી વિશ્વવિખ્યાત ફિલ્મ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ (બજેટ 82 લાખ ડૉલર, કલેક્શન 28 કરોડ ડોલર)ને પાંચ ઓસ્કર એવોર્ડ (બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એડિટિંગ, બેસ્ટ મ્યુઝિક અને બેસ્ટ સાઉન્ડ) મળ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેશન મેળવનારી જુલી એન્ડ્રુઝને આગલા વર્ષે એટલે કે 1964માં ‘મેરી પોપિન્સ’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. 1939ની ‘ગોન વિથ ધ વિન્ડ’ ફિલ્મના સૌથી વધુ કલેક્શનનો રેકોર્ડ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’એ તોડી નાખ્યો હતો અને પાંચ વર્ષ સુધી એ વિક્રમ એના નામે રહ્યો. વિશ્વભરમાં ફિલ્મના ડંકા વાગ્યા અને 29 દેશમાં અગાઉના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખવામાં સફળતા મેળવી હતી.

કથા 1930ના દાયકામાં આકાર લે છે. મારિયા (જુલી એન્ડ્રુઝ) ખ્રિસ્તી સાધ્વી (નન) બનવાની ઈચ્છા ધરાવે છે, પણ શિસ્તના અભાવે તેને ભૂતપૂર્વ નેવી ઓફિસર વિધુર કેપ્ટ્ન જ્યોર્જ વોન ટ્રેપ (ક્રિસ્ટોફર પ્લમર)નાં સાત બાળકોની ગવર્નેસ તરીકે કામ કરવા મોકલી આપે છે. કેપ્ટન બાળકોને લશ્કરી શિસ્તથી રાખે છે અને મારિયા પાસે પણ એવો જ આગ્રહ રાખે છે. અગાઉ કેટલીક ગવર્નેસને બાળકોએ સતામણી કરી ભગાડી મૂકી હોય છે અને મારિયા સાથે પણ એવું જ કરવા ધારે છે.

જોકે, મારિયાનો લાગણીશીલ સ્વભાવ, એની હૂંફને કારણે બાળકોને એને માટે મમત્વ જાગે છે. મારિયા બાળકોમાં સંગીત માટે રુચિ પેદા કરે છે. સંતાનોમાં આવેલા બદલાવથી કેપ્ટન રાજી રાજી થાય છે અને એને મારિયા માટે લગાવ થઈ જાય છે. કથામાં ઉતાર ચઢાવ પછી મારિયાના મેરેજ કેપ્ટન સાથે થાય છે. સંજોગો એવા ઊભા થાય છે કે ટ્રેપ પરિવારને ઓસ્ટ્રિયાથી નાસી છૂટવું પડે છે અને મારિયાની મદદથી બધા સરહદ ઓળંગી સ્વિટ્ઝર્લેન્ડ પહોંચી જાય છે.

ફિલ્મની સાથે સાથે એના સંગીતે પણ ધૂમ મચાવી હતી. એલપી રેકોર્ડની બે સાઈડ પર કુલ 16 ગીત હતાં અને ફિલ્મ રિલીઝના પહેલા બે જ અઠવાડિયામાં એકલા યુએસએમાં પાંચ લાખ રેકોર્ડનું વેચાણ થયું હતું. ફિલ્મનું DO – RE – MI ગીત બહુ પસંદ કરવામાં આવ્યું હતું. આ ગીતથી મારિયા અને બાળકો વચ્ચે સ્નેહનો સેતુ બંધાય છે અને એકબીજા માટે મમત્વ બંધાય છે .

જય જયંતી

બંગાળી ફિલ્મ ‘પરિચય’ કરતાં એક વર્ષ પહેલા એટલે કે 1971માં રિલીઝ થઈ હતી. ‘પરિચય’માં જે રોલ જીતેન્દ્રએ કર્યો છે એ રોલમાં ‘જય જયંતી’માં અપર્ણા સેન છે અને પ્રાણનો રોલ ઉત્તમ કુમારએ નિભાવ્યો છે. પાંચ બાળકના કાકા સંજોય રોય (ઉત્તમ કુમાર) ઘમંડી અને ઉદ્ધત સ્વભાવની વ્યક્તિ છે અને જયંતી (અપર્ણા સેન) રોય પરિવારમાં બાળકોની દેખભાળ કરતી ગવર્નેસની ભૂમિકામાં નજરે પડે છે.

વાર્તા આગળ વધે છે એમ બાળકો જયંતીના હેવાયા થઈ જાય છે અને પોતાના ઘરે પાછી ફરેલી જયંતીને સંજોયા રોય પોતાના ઘરે આવવા આમંત્રણ આપે છે અને પિક્ચર પૂરું થાય છે. ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ની બંગાળી રિમેક ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ્સી સફળ થઈ હતી અને એ સમયે ઉત્તમ કુમાર અને અપર્ણા સેનની બંગાળી ચિત્રપટ સૃષ્ટિમાં બોલબાલા હતી એટલે દર્શકો એમના પર ઓવારી ગયા એ સ્વાભાવિક હતું.

ફિલ્મમાં કુલ આઠ ગીત હતાં જેમાંથી સંધ્યા મુખોપાઘ્યાયના 4 એકલ ગીત (સોલો સોંગ) અને એક યુગલ ગીત (ડ્યુએટ સોંગ) મળી કુલ પાંચ ગીત હતાં. ‘અમાદેર છુટ્ટી છુટ્ટી’ માટે ગાયિકાને શ્રેષ્ઠ પાર્શ્વગાયનનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ગીતના શબ્દો જાણ્યા પછી એ ‘પરિચય’ના સા રે કે સા રે ગા મા કો લેકર ગાતે ચલે’ની સમકક્ષ હોય એવું પ્રતીત થાય છે. ‘પરિચય’માં યુગલ ગીત છે જ્યારે ‘જય જયંતી’માં એકલ ગીત છે.

પરિચય

ગુલઝાર ‘મેરે અપને થી દિગ્દર્શક બન્યા બાદ બીજી ફિલ્મ બનાવી ‘પરિચય’. જીતેન્દ્ર, જયા ભાદુડી, સંજીવ કુમાર અને પ્રાણ મુખ્ય રોલમાં હતા. ‘પરિચય’માં ’ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ ઉપરાંત રાખીએ સજેસ્ટ કરેલી બંગાળી નવલકથા ‘રંગીન ઉત્તરન’નો આધાર લેવામાં આવ્યો હતો. એકબીજા પર અભાવ ધરાવતા પરિવારના સભ્યો પર બહારથી આવેલી વ્યક્તિ પ્રભાવ પાડી જીવનમાં એકસૂત્રતા લાવી દે છે એના પર ગુલઝારે ફોકસ કર્યું છે.

મૂળ કથાનું હાર્દ જાળવી રાખી ગુલઝારે એમાં સ્વદેશી ફ્લેવર ઉમેરી છે. મારિયાના રોલમાં શિક્ષક રવિ (જીતેન્દ્ર) છે અને કેપ્ટ્ન જ્યોર્જ વોન ટ્રેપના સ્થાને બાળકોના દાદા તરીકે રાયબહાદુર (પ્રાણ) છે અને રોમેન્ટિક ટ્રેક માટે રાયબહાદુરની મોટી પૌત્રી રમા (જયા ભાદુડી) છે. ગુલઝારને સલામ મારવી પડે કે ઉછળકૂદ એક્ટરની ઈમેજ ધરાવતા જીતુભાઈને એક સાદગીપૂર્ણ શિક્ષકના રોલમાં પેશ કરી પ્રભાવી સાબિત કર્યા.

ફિલ્મની છેલ્લી પાંચ મિનિટ જોયા પછી તમને આદિત્ય ચોપડાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નો ક્લાઈમેક્સ યાદ આવી જશે. ફિલ્મના ગીત-સંગીત (ગુલઝાર-આર. ડી. બર્મન) ટોપ ક્લાસ છે. ફિલ્મમાં ચાર ગીત છે, પણ ચારેચાર અવિસ્મરણીય. ‘મુસાફિર હૂં યારો’ (કિશોર કુમાર), ‘બીતી ના બિતાઈ રૈના’ (લતા-ભુપિન્દર), ‘મીઠે બોલ બોલે’ (ભુપિન્દર ને કોરસ) અને ‘સા રે કે સા રે ગા મા કો લેકર ગાતે ચલે’ (કિશોર કુમાર અને આશા ભોસલે) આજે પણ સાંભળવાની મજા આવે છે. ‘સા રે કે સા રે ગા મા કો લેકર ગાતે…

આપણ વાંચો:  મિત્ર એટલે ખિસ્સામાં બચેલો સિક્કો!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button