तू है तो…साधना जीवंत है તૃતિય દિવસ "પરમ ગુરુદેવ” `નાના-નાના નિયમની નિત્ય પાલના, સાધનાને જીવંત રાખે છે.' | મુંબઈ સમાચાર
મેટિની

तू है तो…साधना जीवंत है તૃતિય દિવસ “પરમ ગુરુદેવ” `નાના-નાના નિયમની નિત્ય પાલના, સાધનાને જીવંત રાખે છે.’

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ નિયમરૂપ સાધના દ્વારા best futureનું planning કરવાનો પાવન અવસર! પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ठाणं संपाविउ कामाणं, અર્થાત્મોક્ષ પ્રાપ્તિનો આંતિરક ઉલ્લાસભાવ સાથેનો પુરુષાર્થ કરવાનું પર્વ! જેને મોક્ષના સ્વપ્ન આવે, મોક્ષની ઝંખના જાગે, તે મુમુક્ષુ કહેવાય. મોક્ષની પ્રાપ્તિ કાંઈ એક દિવસમાં ન થાય.

ભગવાન મહાવીરની મોક્ષની નિયતિ 27 ભવ પહેલાં નક્કી થઈ હતી. એ નિયતિની પાછળ કોઈ ઉત્કૃષ્ટ સાધના, કોઈ મોટો નિયમ, ત્યાગ, સાધના હતી કે એક નાનકડો નિયમ હતો?

અનંતકાળના પરિભ્રમણનું જે નિયંત્રણ કરી શકે, તેને નિયમ કહેવાય. જે નિયમ ગ્રહણ કરે છે, તેની નિયતિ મોક્ષની હોય છે. નયસાર નામના સુથારે જમાડ્યા વગર જમીશ નહીં, આવા એક નિયમનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું ને 27મા ભવે ભગવાન મહાવીરનો મોક્ષ થઈ ગયો.

જો તમે પણ નિયમ લેશો, તો તમારી નિયતિ બદલાઈ જશે. એક નિયમથી તમારું આત્મનિયંત્રણ થઈ જશે, તમારી આત્મનિધિ ખીલી ઊઠશે. નિયમ જ્યારે પ્રતિજ્ઞાબદ્ધ બને, ત્યારે તે સાધના કહેવાય. પ્રતિજ્ઞાનું પાલન કરીએ તો પરમાત્મા બનાય.

આ પર્યુષણમાં તમને નાના-નાના નિયમો આપું છું, જે પાળતી વખતે દરરોજ પર્યુષણ તો યાદ આવશે પણ તમારો આત્મા સંસ્કારિત અને શુદ્ધ થતો જશે. જે નિયમિત નિયમોની પાલના કરે છે, તે સમ્યકદર્શનના અધિકારી બને છે, તેના નરકના અને તિર્યંચના દ્વાર બંધ થઈ જાય છે.

प्रभु तू है तो… नियमरूप साधना है,
गुरु, तू है तो… Best future के लिए साधना जीवंत है !

કેટલાંક નાના નિયમો, જે તમને મોટા ભગવાન બનાવી શકે છે.

  1. કોઈને જમાડ્યાં વિના જમવું નહીં. જે અન્યને શાતા પમાડે છે, તેના સંકટો દૂર થઈ જાય છે.
  2. મુઠ્ઠી પચ્ચકખાણ… મુઠ્ઠી બંધ એટલે ચૌવિહાર શરૂ અને મુઠ્ઠી ખોલો એટલે ચૌવિહાર પૂરો! ચૌવિહારપૂર્વક જેની વિદાય થાય, તેની વિદાય સંથારાપૂર્વકની વિદાય કહેવાય.
  3. servant, cook કે શાકવાળા જેટલી ઈયળો બચાવે, એમને એટલાં રૂપિયા આપવા, જેથી તેઓ વધારે ઈયળો બચાવવાનો પ્રયત્ન કરે અને જતનપૂર્વક શાક સુધારે. એ જીવોને સુરક્ષિત સ્થાને મૂકી, એમના યોગ્ય આહાર-પાણી આપવા. તમારા અનુકંપાના સંસ્કાર દૃઢ થશે. જેની અંદરમાં આજે અનુકંપા જાગે, તે કાલે અરિહંત બને!
  4. ઘરની બહાર નીકળતી વખતે હંમેશાં પહેલાં right પગ બહાર મૂકવો. જે First leg right મૂકે એની સાથે બધું right અને right થાય. એના બધાં કાર્ય નિર્વિઘ્ન, success થાય. First Step positive તો All Step positive
  5. કોઈ પણ વસ્તુ એક હાથે નહીં, બે હાથે જ અર્પણ કરવી અને બે હાથે જ ગ્રહણ કરવી. એક હાથેથી કરવાથી ક્યારેક અભાવની feelings આવે પણ બે હાથેથી કરવાથી વિનમ્રતાની Feelings આવે, વટ્ટઠ ર્લૈઘઊ- જે હાથનો સંયમ પાળે છે, એ ક્યારેય હાથ ગુમાવતા નથી.
  6. જમતી વખતે, પહેલા બે ઈંચ થાળી ઊંચી કરી, ગુરુ કે સંત-સંતીજીઓને વ્હોરાવવાની ભાવના ભાવવી, પછી એ ભોજન તરફ દૃષ્ટિ કરવી, ગુરુ અને સંતોને યાદ કરવાથી વિનયભાવ પ્રગટ થાય છે. એ વિનયથી જ્યારે ભોજન તરફ દૃષ્ટિ કરો છો, ત્યારે તે ભોજન અમૃત બની જાય છે, પ્રસાદ બની જાય છે.
  7. દરરોજ ઓછામાં ઓછી 9 minutes જપ સાધના કરવી. જપ સાધના મનને વિશુદ્ધ કરે છે, આત્મઊર્જા પ્રગટ કરે છે.
  8. જ્યારે-જ્યારે free time મળે, તમારા ઈષ્ટ મંત્રનું સ્મરણ કરવું. જે મંત્ર તમારો ઈષ્ટ હોય, તે મંત્ર તમારો મિત્ર હોય. મંત્ર નામનો મિત્ર anytime તમારી મિત્રતાની care કરવા માટે હાજર હોય, મૃત્ય સમયે પણ સ્મૃતિમાં આવી જાય અને પ્રભુ સાથે ઐક્યતા કરાવી દે. હું મારો free time waste નહીં કરું, પણ પ્રભુ! તારા મંત્ર સ્મરણથી એને best બનાવીશ.
  9. સહાય પચ્ચકખાણ- બની શકે ત્યાં સુધી કોઈની સહાય ન લેવી, પોતાનું કાર્ય પોતે જાતે જ કરી લેવું, ભલે ગમે એટલા servants આદિની અનુકૂળતા હોય! જેને કોઈની helpની જરૂર ન પડે, એની lifeમાં Problems ઓછા હોય. સહાય પચ્ચકખાણ લેવાવાળા આત્માઓ ત્વરિત મોક્ષગામી હોય.
  10. જ્યારે પણ ઘરની બહાર નીકળો, ત્રણ વંદના કરીને બહાર નીકળવું. વંદના કરવાથી ઉચ્ચ ગોત્ર પુણ્યકર્મનો બંધ થાય છે, નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય છે. સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, અણધાર્યા કાર્ય સફળ થઈ જાય છે અને તમને કોઈ હરાવી શકતું નથી.
  11. ઘરની બહાર નીકળો ત્યારે ઘરના વડીલોને પગે લાગી, એમના મુખેથી માંગલિકનું શ્રવણ કરીને નીકળવું. ઘરમાં વડીલ ન હોય તો જે નાના હોય એમના મુખેથી માંગલિક શ્રવણ કરવું. માંગલિકના શ્રવણથી કાર્ય મંગલ થઈ જાય છે અને ભાવોમાં માંગલ્યતા આવે છે. માંગલિકનું શ્રવણ કરનાર અને કરાવનાર બંનેના મમ્અર્થાત્અહમ્ઓગળી જાય છે.
  12. ઓછામાં ઓછું weekમાં એક વાર – ગુરુવારે white dress પહેરવો જોઈએ. આજે ગુરુ સાથે વસ્ત્રો સરખા થશે તો કાલે વિચાર સરખા થશે અને ક્યારેક આચાર સરખા થશે. ગુરુ સાથે સહકર્મિતા કરવાનો પુરુષાર્થ થશે.
  13. હું મહિનામાં ઓછામાં ઓછી એક વ્યક્તિને પ્રભુના ધર્મની પ્રભાવના કરીશ, પ્રેરણા આપીશ. ધર્મ કરવાથી ધર્મ ન મળે, ધર્મ પમાડવાથી ભવિષ્યમાં ધર્મ મળે છે.

    આવા નિયમો લાગે છે નાના-નાના પણ એ નિયમો જ મોટી નિયતિ સર્જી શકે છે. Lifeનો એક નિયમ તમારું જીવન તો સુધારી શકે છે પણ તમારા અંત અને અંત પછીના અનંતને પણ સુધારી શકે છે.

    નયસાર સુથારના આત્માએ એક નિયમ લીધો કે, જમાડ્યાં વિના જમીશ નહીં, એનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું અને એ આત્મા ગણતરીના 27મા ભવે પરમાત્મા બની ગયો!વર્તમાનકાળમાં પરમાત્મા પ્રત્યક્ષ નથી, પરંતુ પરમાત્માની નિયમોરૂપી સાધના છે, પ્રભુના એ અનેક નિયમોનો ભાવાર્થ અને ગૂઢાર્થને, તેના logic અને Secretsને સમજાવનાર ગુરુ lifeમાં છે એટલે આપણી નિયમરૂપ સાધના જીવંત છે અને એ સાધાનાની જીવંતતાથી આપણે આપણા futureનું planning પણ કરી શકીએ છીએ અને futureને best પણ બનાવી શકીએ છીએ.

    સંકલ્પઃ
    જમવું જરૂરી છે પણ જીવતાને જમવું જરૂરી નથી. માટે હું સલાડ અને સચેત આહારના પદાર્થો નહીં વાપરું.
    Pointers
  • અનંતકાળના પરિભ્રમણ જે નિયંત્રણ કરી શકે, તેને નિયમ કહેવાય.
  • જે નિયમ ગ્રહણ કરે છે, તેની નિયતિ મોક્ષની હોય છે.
  • નિયમ જ્યારે પ્રતિજ્ઞાબદ્ધ બને, ત્યારે તે સાધના કહેવાય. પ્રતિજ્ઞાનું પાલન કરીએ તો પરમાત્મા બનાય.
  • જેની અંદરમાં આજ અનુકંપા જાગે છે, તે કાલે અરિહંત બને છે.
  • જે ઘરની બહાર નીકળતા first leg right મૂકે એની સાથે બધું right અને right થાય. એના બધાં કાર્ય નિર્વિઘ્ન અને success થાય.
  • જેને કોઈની helpની જરૂર ન પડે, એની lifeમાં problems ઓછા હોય.

આપણ વાંચો:  Ganesh Chaturthi 2025: જાણો કઈ તારીખે છે ગણેશ ચતુર્થી? આ વખતે કેટલા કલાકનું છે પૂજાનું શુભ મુહૂર્ત?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button