સુસ્મિતા સેન બાળકો મોટા થયા પછી ફરી કમબેક કરી રહી છે
મનોરંજન જગતમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેો એક વાર નહીં અનેક વાર પ્રેમમાં પડ્યા છે, પણ છતાંય લગ્ન નથી કર્યા. આપણે જે અભિનેત્રીની વાત કરીએ છીએ તેણે એક પછી એક ફિલ્મો તો કરી , પણ ફિલ્મોથી વધીરે તેના અફેર્સની ચર્ચા રહી હતી. અભિનેત્રી એક-બે વખત નહીં ૧૧ વાર પ્રેમમાં પડી હતી. તેણે ફેમસ અભિનેતા, બિઝનેસમેન અને મોડલને ડેટ કર્યા, પણ કોઇ સાથે લગ્ન નહીં કર્યા ્ને પોતાના બાળક માટે થઇને કારકિર્દીના પીક પર તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી.
એમ કહેવાય છે કે એક માતા માટે તેના બાળક કરતા વધુ મહત્વનું કંઇ નથી હોતું. ૪૬ વર્ષીય આ ખુબસુરત અને સુપર પોપ્યુલર અભિનેત્રીએ તેલુગુ ફિલ્મોમાં નાગાર્જુન સાથે, સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન સાથે કામ કર્યું, પણ બાળક માટે પોતાની સુપર કરિયર દાવ પર લગાવી દીધી. હવે જ્યારે બાળકો મોટા થઇ ગયા ત્યારે અભિનેત્રીએ ફરીથી કમબેક કર્યું છે. આ જાણીતી અભિનેત્રી બીજી કોઇ નહીં, પણ સુષ્મિતા સેન છે, જે ફેમસ લોકો સાથેના અફેરને લઇને વધુ ચર્ચામાં રહે છે. લલિત મોદી, સંજય નારંગ, રણદીપ હુડા, ઇમ્તિયાઝ ખત્રી, વસીમ અકરમ અને મુદસ્સર અઝીઝ સહિત ૧૧ લોકોને ડેટ કરી ચૂકેલી અભિનેત્રી હાલમાં ફરીથી પોતાનાથી નાના રોહમન શોલને ડેટ કરી રહી છે.
મિસ યુનિવર્સ’ સુષ્મિતા સેન હાલમાં તેની કારકિર્દીની ટોચ પર છે. તાલી’ અને આર્યા ૩’માં તેની એક્ટિંગ માટે તેને સારી પ્રશંસા મળી હતી. સુષ્મિતાએ હજી સુધી લગ્ન કર્યા નથી, પણ તે બે પુત્રીની માતા છે. એક વાર તેણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડવું પડ્યું હતું કારણ કેતેની દીકરી રીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. લોકોને લાગ્યું કે અભિનેત્રી તેની ફિલ્મી કારકિર્દી વિશે ગંભીર નથી. વર્ષ ૨૦૦૦માં સુષ્મિતાએ રિનીને દતક લીધી. તેને અક્ષય કુમાર અને કરીના કપૂર ફિલ્મ અજનબી’ (૨૦૦૧) અને ઐતરાઝ’ (૨૦૦૪) છોડવી પડી, પણ સુષ્મિતાને એનો કોઇ રંજ નથી.
સુષ્મિતા ફેમસ લોકો સાથેના અફેરને કારણે ચર્ચામાં રહે છે, પણ હજી સુધી તે કુંવારી છે.