શો-શરાબાઃ અપન કા ટાઈમ વાપિસ કબ આયેગા?
મેટિની

શો-શરાબાઃ અપન કા ટાઈમ વાપિસ કબ આયેગા?

દિવ્યકાંત પંડ્યા

બોલિવૂડ હંમેશાંથી જ એક એવી ઇન્ડસ્ટ્રી રહી છે, જ્યાં સ્ટાર્સની ભરતી-ઓટ આવતી રહે છે. એક સમય એવો પણ હોય છે જ્યારે સુપરસ્ટાર્સ સતત હિટ પર હિટ આપતા હોય છે, પરંતુ અચાનક થોડા સમય માટે એમના હાથમાંથી બોક્સ ઓફિસનો કાબૂ છૂટી જાય છે.

આજના સમયમાં- ખાસ કરીને કોવિડ પછી સ્થિતિ બદલાઈ છે. ઓટીટીનો ઉછાળો આવ્યો છે અને પબ્લિકનો ટેસ્ટ વધુ સિલેક્ટિવ બની ગયો છે. આ સમયે મોટા સ્ટાર્સ ફરીથી પોતાની પોઝિશન મજબૂત કરવા `કમબેક મિશન’ પર છે.

રણવીર સિંહની વાત કરીએ તો છેલ્લાં કેટલાંક વર્ષોમાં એને એવી સફળતા મળી નથી જે એને 2018ના સિમ્બા’ કેગલી બોય’ના સમયમાં મળી હતી. એની 83′ જેવી ફિલ્મ ક્રિટિકલી-વિવેચકોની નજરે બહુ વખાણાઇ, પરંતુ થિયેટર સુધી દર્શકોને ખેંચી શકી નહીં.જયેશભાઇ જોરદાર’ અને `સર્કસ’ પણ નિષ્ફળ સાબિત થઈ. આવું કંઈ થાય કે કલાકારો એક સ્ટેપ બેક લે. રણવીરે પણ એમ જ કર્યું.

રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 2023માં આવી પછી એની એક પણ સોલો ફિલ્મ આવી નથી. હવે એનો દાવ છે એની આવનારી ફિલ્મધુરંધર’ પર, જે એક ગ્રાન્ડ માસ-એન્ટરટેઇનર તરીકે આવી રહી છે. ટે્રડ એનાલિસ્ટ કહે છે કે આ ફિલ્મ રણવીરની ઇમેજને ફરીથી માસ ઓડિયન્સ સાથે કનેક્ટ કરવા માટે મહત્ત્વની છે. જેમ શાહરુખ `પઠાણ’ સાથે ફરીથી બોક્સ ઓફિસનો કિગ સાબિત થયો, તેવી જ અપેક્ષા રણવીર સાથે છે.

ટાઇગર શ્રોફનો કેસ પણ રસપ્રદ છે. એક સમય હતો જ્યારે બાગી’ ફ્રેન્ચાઇઝે એને નવા એક્શન હીરો તરીકે સ્થાપિત કર્યો.બાગી’ અને બાગી 2′ બંને બ્લોકબસ્ટર રહી, પરંતુબાગી 3′ અને પછીની ફિલ્મ્સ જેમ કે હિરોપંતી 2′,બડે મિયાં છોટે મિયાં’ બોક્સ ઓફિસ પર ન ચાલી. હવે ટાઇગર માટે `બાગી 4′ એક મોટો ચાન્સ છે, કારણ કે આ ફ્રેન્ચાઇઝ એના માટે ખાસ ઓળખ છે.

ઓડિયન્સ હજુ પણ એને એક્શન અવતારમાં જોવા માગે છે, પરંતુ હવે સ્ક્રિપ્ટ અને ક્નટેન્ટ મજબૂત હોવા જરૂરી છે. `એનિમલ’થી પ્રેરિત લાગતી આ ફિલ્મ સફળ જશે તો ટાઇગર ફરી એક વાર યુવા સ્ટાર તરીકે ગણાશે, નહીં તો એને રાહ જોવી પડશે.

હવે વાત કરીએ વણ ધવનની. એણે કરિયરની શરૂઆત જબરદસ્ત કરી હતી, પરંતુ 2022માં આવેલી ભેડિયા’ પછી એણે પણ એક પણ સોલો હિટ ફિલ્મ આપી નથી. છેલ્લે આવેલીબવાલ’, બેબી જ્હોન’ ફ્લોપ સાબિત થઈ. હવે વણ માટે કમબેકનો અવસર છે. એ ફરી પાછો પોતાની રોમેન્ટિક કોમેડી જોનરની ફિલ્મસની સંસ્કારી કી તુલસી કુમારી’માં જોવા મળવાનો છે. જોઈએ એનું કમબેક થાય છે કે નહીં.

અક્ષયકુમાર પણ પાછલા કેટલાક સમયથી એક ક્રિટિકલ ફેઝ-તબક્કમાંથી પસાર થઈ રહ્યો છે. એક વર્ષમાં 4-5 ફિલ્મ્સ કરવાની એની હોડે ઓડિયન્સને થકાવી નાખ્યું, અને સમ્રાટ પૃથ્વીરાજ',રક્ષાબંધન’, રામસેતુ',બડે મિયાં… અને `સરફિરા’ જેવી ફિલ્મ્સ દર્શકોને ખેંચી ન શકી.

સ્કાયફોર્સ’ કમાણી કરી શકી, પણ આંકડા ખોટા હોવાનો ફિલ્મમેકર્સ પર આરોપ લાગ્યો અનેકેસરી ચેપ્ટર 2′ અને હાઉસફુલ 5′ માંડ રોકેલા બજેટ સુધી પહોંચી શકી. હવે અક્ષયને આશા છેજોલી એલએલબી 3′ પર. ફ્રેન્ચાઈઝની ત્રીજી ફિલ્મમાં અક્ષય ફરીથી કોર્ટરૂમ ડ્રામામાં દેખાશે, જે ઓડિયન્સને મનોરંજન સાથે સેટાયરનો સ્વાદ આપશે. આ ફિલ્મ અક્ષય માટે કમબેકની મજબૂત તક બની શકે છે.

આજના સમયના આવાં કમબેક મિશન’ સ્ટે્રટેજી માત્ર સ્ટાર પાવરથી નહીં, પણ ક્નટેન્ટ- મ્યુઝિક અને પ્રમોશનના બેલેન્સ પર આધારિત છે. શાહખ ખાનનું ઉદાહરણ સ્પષ્ટ છે.ઝીરો’ પછી સૌએ માન્યું હતું કે એનો સમય પૂરો થઈ ગયો છે, પરંતુ પઠાણ’,જવાન’ અને `ડંકી’ સાથે એણે રેકોર્ડ તોડી બતાવ્યા. એ જ રસ્તે હવે બાકીના સ્ટાર્સને પણ મનોરંજન દેવની કૃપાથી સફળતાની આશા છે.

સ્ટાર્સના `કમબેક મિશન ‘ માત્ર બોક્સ ઓફિસ રિઝલ્ટ્સ નથી, પણ તે દર્શકોની મનોવૃત્તિ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ અને આગળના કરિયરની ડિરેકશન નક્કી કરે છે. જો આ બધા સ્ટાર્સની નવી ફિલ્મ્સ સફળ જશે તો બોલિવૂડ ફરીથી સ્ટાર-ડ્રિવન સિસ્ટમમાં મજબૂત બનશે અને જો નિષ્ફળ જશે તો કદાચ નવા એક્ટર્સ અને નવી સ્ટોરીઝનો જ દબદબો વધી જશે.

રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર કે વણ ધવન…એ બધા જ એમના પોતાના `કમબેક મિશન’ પર છે. દરેક પાસે અલગ પ્રકારની ફિલ્મ છે, પરંતુ હેતુ એક જ છે: દર્શકો સાથે ફરીથી એ જોડાણ કરવું, જે ક્યારેક એમને સ્ટાર બનાવતું હતું. આવનાર સમયમાં આ ફિલ્મ્સ રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે કે કોણે ખરેખર પોતાનું કમબેક સફળ બનાવ્યું અને કોણ હજુ પણ પોતાની જગ્યા શોધવા માટે ઝઝૂમતો રહેશે.

હા, પણ આ બધાં ઉદાહરણો એક જ વાત બતાવે છે કે બોલિવૂડમાં સ્ટાર્સ માટે સતત હિટ આપવી કેટલી મુશ્કેલ છે. અર્જુન કપૂર પણ કેટલાય સમયથી નિષ્ફ્ળતાની સાથે ટ્રોલ્સનો સામનો કરી રહ્યો છે મતલબ કે ફિલ્મની નિષ્ફળતા તરત જ સ્ટારની ઇમેજ પર અસર કરે છે, પરંતુ સાથે જ એક સારો પ્રોજેક્ટ એમને ફરીથી ટોચ પર લઈ જવાની તાકાત ધરાવે છે!

લાસ્ટ શોટ
વરૂણ ધવન અને અક્ષય કુમારને મેડોકના સ્ત્રી',ભેડિયા’ના સુપરનેચરલ યુનિવર્સથી પણ મજબૂત કમબેક મળી શકવાની શક્યતાઓ ખરી.

આ પણ વાંચો…શો-શરાબાઃ મૈં સમય હૂં…મૈં સિનેમા હૂં!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button