મેટિની

આઈટમ સોન્ગસની એક આગવી મસ્તીભરી દુનિયા

ફિલ્મ્સમાં ખાસ આકર્ષણ સમા આઈટમ સોન્ગ્સના આરંભથી અત્યાર સુધીની રસપ્રદ સફર

શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા

થોડા દિવસો અગાઉ એક ઇન્ટરવ્યૂમાં પાન ઇન્ડિયા ફિલ્મ પુષ્પા: ધ રાઇઝ'ના દિગ્દર્શક સુકુમારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મને મારી ફિલ્મ્સમાં આઈટમ સોન્ગ્સ બિલકુલ જ પસંદ નહોતા. મેં જયારે ફિલ્મ્સમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને થતું હતું કે મારી ફિલ્મ્સમાં આવાં ગીતો ન હોવાં જોઈએ, પણ બધાને એ વખતે આઈટમ સોન્ગ્સ ખૂબ જ પસંદ હતા એટલે દર્શકોની માંગના કારણે મને થયું કે ચાલો, આઈટમ સોન્ગ ફિલ્મમાં રાખીએ. આ વાંચીને તમારા મગજમાં વિચાર ઉદભવી જશે કે સુકુમારની તોપુષ્પા: ધ રાઇઝ’માં જ અતિ લોકપ્રિય થયેલું સમંથા અને અલ્લુ અર્જુન પર ફિલ્માવવામાં આવેલું સુપરહિટ ગીત ઊ અંટવા' છે તો પણ એમના પહેલા વિચારો આવા હતા? જી હા, જે દિગ્દર્શકને આઈટમ સોન્ગ્સ પસંદ નહોતા એની જ ફિલ્મમાં સ્ત્રીની સુંદરતાને કેન્દ્રમાં રાખતું આવું ગીત છે. આટલું જ નહીં, સુકુમારની તો પહેલી ફિલ્મઆર્યા’માં પણ આઈટમ સોન્ગ હતું.

ડિરેક્ટર સુકુમારની ફિલ્મના એ ગીતની અભિનેત્રી સમંથાને કરણ જોહરે જયારે પોતાના શો કોફી વિથ કરણ’માં આ ગીતની ચર્ચા નીકળતા પૂછ્યું કે સમંથાને આ આઈટમ સોંગ માટે કેમ હા પાડી, ત્યારે સમંથાએ કહ્યું હતું કે `ગીત’ પુષોની નજર પર હતું. પુષો કઈ રીતે સ્ત્રીઓને જોતા હોય છે તેના પર. મતલબ વર્ષોથી આઈટમ સોંગમાં જે ચીજ ચાલી આવી છે ગીત એના પર જ હતું અને તેના કારણે ગીત મને ગમ્યું. પુષો કઈ રીતે સ્ત્રીઓને જોઈને લાળ પાડે, ઓબ્જેકટીફાય કરે એ જ ગીતના શબ્દો હતા. મેં પણ ઘણી આવી ચીજનો અંગત જિંદગીમાં સામનો કર્યો છે એટલે પણ મને આ ગીત કરવું પરફેક્ટ લાગ્યું.

જે કરણ જોહરના શોમાં સમંથાએ આ વાત કરી તે કરણ જોહરે પણ ભૂતકાળમાં પોતાની અનેક દિગ્દર્શિત કે નિર્મિત ફિલ્મ્સમાં આઈટમ સોંગનો ઉપયોગ કર્યો છે. રિતિક રોશન-પ્રિયંકા ચોપરા અભિનીત અને કરણ મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મ અગ્નિપથ'માં કેટરીના કૈફના ગીતચીકની ચમેલી’ માટે તો કઈ રીતે એ કમર્શિયલી પોતાનો એક ખૂબ જ ઉપયોગી નિર્ણય હતો અને ફિલ્મને સફળ કરાવવામાં મદદરૂપ હતો એવું એને કહ્યું હતું. પણ પછીથી સુકુમારની જેમ જ એનો પણ આઈટમ સોંગ બાબતે નિર્ણય અને વિચાર બદલાયો.

જોકે સુકુમારનો વિચાર આઈટમ સોંગ નહીં પસંદ કરવા પરથી પસંદ કરવા તરફ ગયો, જયારે કરણ જોહરે પછીથી આઈટમ સોન્ગ્સ બાબતે નારાજગી બતાવતા નક્કી કર્યું હતું કે આજ પછી તે ક્યારેય પોતાની ફિલ્મમાં આઈટમ સોન્ગ્સ નહીં રાખે.

જે આઈટમ સોન્ગ્સની આપણે વાત કરી રહ્યા છીએ તેની સફર પણ તેના ઈતિહાસમાં નજર કરતા બદલાવવાળી જ દેખાય છે. જેમ લોકોની દ્રષ્ટિમાં આઈટમ સોન્ગ્સને લઈને બદલાવ આપ્યો, તેમ આઈટમ સોન્ગ્સ પણ અનેક બદલાવોમાંથી પસાર થયા છે. આઈટમ નંબર કે સોન્ગની શરૂઆતનો સમય જોઈએ તો અભિનેત્રી હેલનજી થકી કમર્શિયલ ભારતીય સિનેમામાં મોટો બદલાવ આવ્યો હતો. 70 કે 80ના દાયકામાં આઈટમ નંબરનો સ્પેશિયલ અપિયરન્સ રહેતો,

જેમાં ખાસ કરીને કોઈ ડાન્સર એન્ટ્રી મારે અને ફિલ્મની વાર્તામાં રહેલી સ્થિતિ પ્રમાણે કોઈ કાર્યક્રમમાં નાચે, જેમ કે 1971માં રિલીઝ થયેલી ફિલ્મ કારવાંના ગીત `પીયા તુ અબ તો આજા’માં હેલનજી મોનીકાના પાત્રમાં બોલ્ડ અવતારમાં ગીત ગાતાં અને નાચતાં સામે રહેલા પાત્રો અને થિયેટરમાં જોઈ રહેલા દર્શકોમાં આકર્ષણ પેદા કરવામાં સફળ રહેલાં. એ સમયે આવાં સ્પેશ્યલ ગીતમાં મોટાભાગે ડાન્સર માટે વેમ્પ શબ્દ વપરાતો.

વેમ્પ એટલે સુંદર પણ પોતાના તરફ પુષને આકર્ષવા મથતી થોડી રહસ્યમયી સ્ત્રી. હેલનજીએ પોતાના એ વખતના અનુભવ વિશે વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ સમયમાં ડાન્સરનો કે આઈટમ સોંગમાં ચમકતી અભિનેત્રીનું પાત્ર હંમેશા વેમ્પનું રહેતું એટલે કે નેગેટિવ રહેતો આદર્શની દ્રષ્ટિએ, પણ બીજા દ્રષ્ટિકોણથી તો વેમ્પ માટે જ આઈટમ સોંગ રાખવામાં આવતા. અને તેનું કારણ એ કે હિરોઈન બહુ જ સારી અને મીઠડી રહેતી. એની સામે કોઈ નખરાળી સ્ત્રીનું પાત્ર હોવું જરૂરી રહેતું.

એ માટે આઈટમ સોન્ગ અને આઈટમ ગર્લનું પાત્ર રાખવામાં આવતું. વેમ્પના હાથમાં જોઈએ સિગારેટ, વ્હીસ્કીનો ગ્લાસ અને અદામાં માદકતા. આ જ કારણથી જાણે રીતસર કેમેરા ફ્રેમમાં ઉપસ્થિત પાત્રો જ નહીં કેમેરાની પેલી બાજુ રહેલા દર્શકોને ખાસ ગીતમાં હિરોઈન ઉપરાંત એક સ્ત્રી પાત્ર આપીને ફિલ્મ તરફ લલચાવવામાં આવતા.

હેલનજીને મોટાભાગે ઓરીજનલ આઈટમ ગર્લ તરીકે બોલીવૂડમાં ઓળખવામાં આવે છે. જોકે, એ સમય ઘણી રીતે અલગ હતો. ત્યારે અત્યારની જેમ એ જ ફિલ્મની કે પછી બીજી ફિલ્મ્સમાં મુખ્ય પાત્ર ભજવતી હિરોઇન્સ આઈટમ ગર્લ બનતી એવું નહોતું. ઉદાહરણ તરીકે જોઈએ તો પુષ્પા: ધ રાઇઝ'ના આઈટમ સોન્ગમાં સમંથા અલ્લુ અર્જુન સાથે ડાન્સ કરે છે,દબંગ 2’માં કરીના કપૂર સલમાન ખાન સાથે ડાન્સ કરે છે, પણ 70 કે 80ના દાયકામાં વેમ્પ કે આઈટમ ગર્લ હીરોઇન્સ ન હોતી. હેલનજીએ રાજ કપૂર, દેવાનંદ અને દિલીપકુમારથી લઈને અમિતાભ બચ્ચન સુધીના સાથે કામ કર્યું, એમના અને એમનાં ગીતોના નામ પર લોકો પણ ફિલ્મ્સ જોવા ભીડ જમાવતા, પરંતુ એ મુખ્ય હિરોઈન ના બની શક્યા. હા, એમણે સપોર્ટિંગ રોલ્સ ઘણાં કર્યા છે.

ઉપરાંત એ સમય ફિલ્મ્સમાં નાયક સાથે આઈટમ ડાન્સનો પણ નહોતો, મોટાભાગે ફિલ્મમાં વિલનને ખુશ કરવામાં આવતા, છતાં સારી બાબત એ હતી કે એ સમયે ડાન્સમાં સમંથા કહે તેમ પુષોની ગંદી નજર વધુ દેખાતી. જેમ કે શોલે ફિલ્મનું મહેબુબા મહેબુબા' ગીત હોય કેડોન’ ફિલ્મનું `યે મેરા દિલ’ હોય, પુષની નજર નૃત્યની અદામાં ઝીલાઈ જતી. એ પછીના સમયગાળામાં આઈટમ સોન્ગ્સમાં વેમ્પનું કે આઈટમ ગર્લનું સ્વપ બદલાવા લાગ્યું. હિરોઈન અને વેમ્પ વચ્ચેનું અંતર ઓછું થતું ગયું. જેમ જેમ સ્ત્રીને વધુ મજબૂત ને આધુનિક બતાવવાની શરૂઆત થઈ એ સાથે વેમ્પની આ ક્વાલિટીઝ હીરોઈન સાથે મેળ ખાતી થઈ અને એની એ બાજુને પણ આઈટમ સોન્ગ્સમાં લાવવાની શરૂઆત થઈ. એ પછી ફિલ્મ્સમાં આઈટમ સોન્ગ્સમાં દોર આવ્યો ઝીનત અમાન, પરવીન બાબી અને માધુરી દીક્ષિતનો. પણ એ બદલાતા સમયની વાત અને એ પછીના ઇતિહાસની વાત કરવા માટે આપણે રાહ જોવી પડશે આવતા સપ્તાહ સુધી. આઈટમ સોન્ગ્સ અત્યારે છે ત્યાં સુધીની સફરની રસપ્રદ વાતો આપણે જોઈશું આવતા ભાગમાં ડોન્ટ મીસ ! (ક્રમશ:)

લાસ્ટ શોટ
પુષ્પા: ધ રાઇઝ'ના અલ્લુ અર્જુન અને સમંથાના ગીતઊ અંટવા’ના યુટ્યુબ પર 426 મિલિયન વ્યૂઝ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button