મેટિની

દેશી રજવાડાના વિલિનીકરણની વાત કરતી સિરીયલ ‘સરદાર ધ ગેમ ચેન્જર’ આવતા રવિવારથી દૂરદર્શન પર

સરદાર પટેલ ન હોત તો આપણે હૈદ્રાબાદ કે જૂનાગઢ જવા
માટે વીઝા લેવો પડતો હોત એવું કહેવાય છે પરંતુ ૫૬૫થી
પણ વધુ રજવાડાંઓને દેશમાં સામેલ કરવાનું વિરાટ કાર્ય
તેમણે કેવી રીતે કર્યું એ વાતથી દેશની સર્વસામાન્ય જનતા
અજાણ છે.

આ આખી પ્રક્રિયામાં સરદાર પટેલને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો, કેવી સમસ્યાઓ સામે આવી, કેવા-કેવા રાજાઓ સાથે પનારો પાડવો પડ્યો અને કોઈ પણ મોટા યુદ્ધ વિના તેમણે આવું કાર્ય કેવી રીતે પાર પાડ્યું એની વાત લઈને આવી રહી છે દૂરદર્શનની નેશનલ ચેનલ પર એક અનોખી સીરિયલ – સરદાર ધ ગેમ ચેન્જર. રવિવાર ૧૦ માર્ચથી આ સિરિયલ ડીડી નેશનલ પર સવારે ૧૧.૩૦ વાગ્યે પ્રસારિત થશે અને રવિવારે રાત્રે ૧૦ વાગ્યે એનું પુન: પ્રસારણ કરવામાં આવશે.

આ સિરીયલમાં સરદારની ભૂમિકામાં જાણીતા અભિનેતા
રજીત કપૂર, વી.પી. મેનનની ભૂમિકામાં રાકેશ ચતુર્વેદી, સરદાર પટેલના દીકરી મણિબેનની ભૂમિકામાં રાજેશ્વરી સચદેવ તેમ જ અન્ય દિગ્ગજ અભિનેતાઓ જુદા-જુદા પાત્રો નિભાવી રહ્યા છે. આ સિરીયલનું દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક દયાલ નિહલાની કરી
રહ્યા છે.

આ સિરીયલ હિન્દી ફિલ્મ જગતના વિખ્યાત પ્રોડ્યુસર
કે. સી. બોકાડિયાની કંપની બીએનબીના બેનર હેઠળ રાજેશ
બોકાડિયા કરી રહ્યા છે. કથા અને સંવાદ ગીતા માણેકના છે
જ્યારે પટકથા લેખકોમાં જાણીતા પત્રકાર લેખક આશુ પટેલ વિરલ રાચ્છ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker