મેટિની

શો-શરાબા: મ્યુઝિક…રીલ હૈ તો ફીલ હૈ!

ભારતીય સંગીતની સફળતાનો નવો માપદંડ એટલે રીલ્સ

  • દિવ્યકાંત પંડ્યા

મનોરંજનના કોઈપણ વિભાગની વાત કરીએ તેમાં બદલાવ તો આવતો જ રહેતો હોય છે.

સંગીત સાથે પણ સમયાંતરે ઘણા ફેરહારો થયા છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સંગીત આજના સમયમાં ઘણી રીતે બદલાયું છે. તેમાંના એક પ્રકારની આજે વાત કરવી છે. આજનું સંગીત વધુ પડતું રીલ્સના ટે્રન્ડ્સ પર આધારિત છે એવું તમે નોંધ્યું કે?

કઈ રીતે ચાલો, એની વિગતવાર વાત કરીએ.

તમે બોલિવૂડ સંગીતના બદલાતા સ્વરૂપને સમજવા માગો છો તો રેડિયો કે ચાર્ટબસ્ટર્સને નહીં, પરંતુ તમારા મોબાઈલના ઇન્સ્ટાગ્રામ' રીલ્સને જોશો તો સમજાઈ જશે. હિન્દી ફિલ્મ સંગીત હવે આખા ગીતની અસર કરતાં 20-30 સેક્નડના હૂક પર આધારિત થવા લાગ્યું છે. અહીં હિન્દી ફિલ્મ સંગીત લખાય છે, પણ તેમાં બીજી ભાષાઓ અને આલ્બમ સોન્ગ્સ કે મ્યુઝિક વીડિયોઝનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં ઇન્ડિયન કમર્શિયલ મ્યુઝિકના ટે્રન્ડ પરઇન્સ્ટાગ્રામ ‘ટે્રન્ડની અસર એ આપણો મુદ્દો છે.

આજકાલ નિર્માતાઓ ગીત લખતાં, એડિટ કરતાં અને શૂટ કરવાની સાથે જ વિચારે છે કે કયો ટુકડો રીલ્સ પર વાયરલ થઈ શકે. સફળતા માપવાનું માપદંડ પણ બદલાઈ ગયું છે. હવે ગીત કેટલું વાગે છે તે મહત્ત્વનું નથી, પરંતુ કેટલાં લોકોએ તેના પર રીલ બનાવી છે તે ગણતરી મુખ્ય છે.

આ પરિવર્તનનો પાયો 2019માં મુકાયો, જ્યારે ફેસબુક' (મેટા) એ ભારતના મોટા મ્યુઝિક લેબલ્સ જેમ કે ટી-સિરીઝ, ઝી મ્યુઝિક અનેયશરાજ’ ફિલ્મ્સ સાથે લાઈસન્સિંગ કરાર કર્યા. ત્યારબાદ સારેગામા' પણ જોડાયું અને પરિણામે યુઝર્સને કાયદેસર રીતે બોલિવૂડ ગીતો તેમના વીડિયો પર વાપરવાની છૂટ મળી. 2023માંઝી મ્યુઝિકે’ ફરી એકવાર યૂટ્યુબ અને મેટા સાથે વૈશ્વિક ડીલ કરીને તેમનો વિશાળ સંગીત ભંડાર સૌ માટે ઉપલબ્ધ કર્યો. આ કરારોના કારણે જ આજે રીલ્સ- કેન્દ્રિત મ્યુઝિક ઇન્ડસ્ટ્રી મુખ્યત્વે ઊભી છે.

હવે ગીતો ખાસ કરીને રીલ્સ માટે ડિઝાઇન થવા લાગ્યાં છે. ઉદાહરણ તરીકે, બ્રહ્માસ્ત્ર'નું કેસરિયા ગીત આખું બહાર આવતાં પહેલાં જ તેના રીલ-ફ્રેન્ડલી ટુકડાએ ધૂમ મચાવી દીધી હતી. તે જ રીતેએનિમલ’નું જમાલ કુડુ' માત્ર ફિલ્મના સીનથી નહીં, પણ બોબી દેઓલના ગ્લાસ બેલેન્સ સ્ટેપથી વાઈરલ થયું. સોશ્યલ મીડિયા પર હજારો લોકોએ આ ચેલેન્જ કરી અને ગીત કલ્ટ બની ગયું.બેડ ન્યૂઝ’નું `તૌબા તૌબા’ પણ વિક્કી કૌશલના 15 સેક્નડના હૂકથી જ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયું અને રીલ્સના કારણે તે ભારત તેમજ વિદેશના ચાર્ટ્સમાં ટોચે પહોંચ્યું.

આ જ રીતે રજનીકાંતની ફિલ્મ જેલર'નું તમિળ ગીતકાવાલા’ પાન-ઇન્ડિયા હિટ બની ગયું, જ્યારે શેરશાહ'નુંરાતાં લંબિયાં લાખો’ લગ્ન વીડિયોઝ અને રીલ્સમાં વપરાઈને સતત લોકપ્રિય રહ્યું. ફિલ્મ બહાર' નું જસલીન રોયલ અને અરિજિત સિંહનું હીરિયે તો ઈન્ડી ગીત હોવા છતાં રીલ્સના કારણે જબરદસ્ત પ્રભાવશાળી બન્યું. તાજેતરમાં ગુરુ રંધાવાનું ગીતકતલ’ પણ જેનઝીએ બનાવેલી અઢળક રીલ્સની મદદથી જ હિટ થયું. આ ગીતના ખાસ બીટ્સ અને કેચી ડાન્સ સ્ટેપ્સના કારણે યુવાનોમાં તે ઝડપથી ફેલાઈ ગયું.

આજના સમયમાં પ્લેટફોર્મ્સ પોતે જ ગીતની સફળતાને માપવા લાગ્યાં છે. ઇન્સ્ટાગ્રામ' અનેયુટ્યુબ’ દર વર્ષે તેમના રીલ્સ આધારિત હિટ્સની યાદી બહાર પાડે છે. `સ્પોટીફાય’ ટે્રન્ડિંગ ઇન્સ્ટા રીલ્સ નામે પ્લેલિસ્ટ બનાવે છે અને જૂનાં ગીતો પણ નવા અવતારમાં પાછા આવી જાય છે.

રીલ્સ પોતે સીધી કમાણી નહીં આપે, પરંતુ તે ગીતને સ્પોટીફાય, યુટ્યુબ અને ફિલ્મની કમાણી તરફ ધકેલે છે એટલે જ હવે પ્રોડ્યુસર્સ હૂક લાઇન એન્જિનિયરિગ અને ડાન્સ ઇન્ફ્લુએન્સર્સ પર વધુ ધ્યાન આપે છે.

સર્જનાત્મકતામાં પણ મોટો ફેરફાર જોવા મળે છે. ગીતની શરૂઆતમાં જ કેચી કોરસ મૂકી દેવું સામાન્ય થઈ ગયું છે. ગીતો સાથે જ સાવ સાદા પરંતુ કેમેરા-ફ્રેન્ડલી ડાન્સ સ્ટેપ્સ તૈયાર થાય છે, જેથી લોકો સરળતાથી કોપી કરી શકે.
વિઝ્યુઅલ મીમ્સ, પ્રોપ્સ કે મજેદાર એક્શન પણ એ રીતે ઘડાય છે કે તે સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ શકે. `ઇન્સ્ટાગ્રામ’ અલ્ગોરિધમ પણ એવી રીતે હોય છે કે ટે્રન્ડિંગ મ્યુઝિકવાળી રીલ્સને વધુ વ્યૂઝ મળે. ભાષા અવરોધ પણ તેનાથી ઓછો થયો છે. દક્ષિણ ભારતીય ટમ ટમ ગીત હોય કે પછી ઇવન શ્રીલંકન માનિકે માગે હીથે હોય, ફોન્સમાં તેને ફેન્સ મળી રહે છે.

ભવિષ્યમાં આ પ્રકિયા વધુ આગળ જશે અને ગીત સાથે પહેલા જ દિવસથી તેનો કદાચ રીલ એડિટ પણ બહાર આવશે.
ઈન્ફ્લુએન્સર્સ સાથે સોન્ગ્સના સ્ટાર્સ તો કોલાબ્રેટ કરવા જ લાગ્યા છે, આવનારા સમયમાં કદાચ રિલીઝ પહેલાંથી જ કોલાબ્રેશન થશે ને એકસાથે સોન્ગ અને રીલ્સ બહાર પડશે. આમ, ફિલ્મ માર્કેટિગ અને સોશ્યલ મીડિયા ક્રિએટર ઈકોસિસ્ટમ એકબીજા સાથે વધુ ગાઢ રીતે જોડાઈ જશે.

ભારતીય ગીતો હવે ફક્ત સંગીત નથી રહ્યા, તે એક ક્લિપ બની ગયા છે.

આજે સફળતા માટે લાંબો સંગીતમય અનુભવ પૂરતો નથી, પરંતુ 15-20 સેક્નડનો એવો હૂક હોવો જરૂરી છે જે રીલ્સ કે શોર્ટ્સ પર ચમકી ઊઠે. આ બધાં ઉદાહરણો સાબિત કરે છે કે આજની બોલિવૂડ સંગીત સફળતા માત્ર ફિલ્મ પર આધારિત નથી, પરંતુ સોશ્યલ મીડિયા પર ગીત કેટલું શેરેબલ છે એ પર વધુ નિર્ભર છે.

લાસ્ટ શોટ :

IFPI (ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફોનોગ્રાફિક ઇન્ડસ્ટ્રી)ના રિપોર્ટ મુજબ ભારતનું મ્યુઝિક માર્કેટ દુનિયામાં સૌથી ઝડપી વધી રહ્યું છે, પરંતુ આવકનું માધ્યમ બદલાઈ ગયું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button