સાત્વિકમ્ શિવમ્ : સફળ લોકો તક શોધે તો અસફળ લોકો બહાનાં

અરવિંદ વેકરિયા
કાસ્ટિંગ તો લગભગ પૂં થઈ ગયું. રિહર્સલ પાર્લા-વેસ્ટમાં આવેલી રાષ્ટ્રીય શાળામાં રાખવાનું નક્કી કર્યું. બે કારણ, એક તો વચ્ચેનું સબર્બ, બીજું નિર્માતા ડોલર પટેલ પાર્લામાં રહે. હવે માત્ર ડોલર પટેલ નહીં, નિર્માતા તરીકે સુભાષ ખન્ના પણ જોડાયા. આ પંજાબીનું કામ ફિલ્મ અને સિરિયલોમાં લાઈટ સપ્લાયનું. ડોલરની સિરિયલોમાં લાઈટ એની જ `સ્પોટ લાઈટ’ કંપનીમાંથી આવતી અને એ કારણે કદાચ બંનેનું ટ્યુનિંગ જામ્યું હોવું જોઈએ.
હવે નાટક ડોલર પટેલનાં બેનર હેઠળ રજૂ કરવું એવી જીદ હતી. એને પોતાનું બેનર સ્થાપિત કરવું હતું. નવા બેનર તળે થિયેટર મળવા મુશ્કેલ. એ કહેતો કે મને રવિવાર નહીં મળે તો આડા વારે પણ શો કરવાની છાતી છે. કદાચ છાતી બેસી ન જાય અને આર્થિક સહાય રહે એટલે જ સુભાષ ખન્ના નામનું બખ્તર ચડાવ્યું હશે. સંજોગો તમને બદલે એ પહેલાં તમે સંજોગને બદલો એ ગણિત આ ભાગીદારી માટે કામ કરતું હશે.
રિહર્સલ શરૂ કરી દીધા. નાટકની જાહેરખબર માટે ડોલરે મનહર ગઢિયાને (કાજલ એડ્સ) પી.આર.ઓ. તરીકે પસંદ કર્યો…રિહર્સલમાં એ પણ આવતો થયો. મનહરે અંજલિના `બોલ્ડ’ ફોટો શૂટ માટે ઉમેશ મહેતા સાથે નક્કી કરી લીધું. ઉમેશે ચીંધેલી અંજલિ ઉપરની આંગળી હવે ઉમેશના કેમેરા પર ફરી કમાણી કરવાની હતી. નાટક ધીમે ધીમે શેપ પકડી રહ્યું હતું. સહાયક તરીકે ઉમેશ પારેખ સારી મદદ કરી રહ્યો હતો. પહેલા મને ભય હતો કે નાના ભાઈનો રોલ એ કરી શકશે? ફિરોઝ ભગત જેવા નીવડેલા દિગ્દર્શકનાં સહાયક તરીકે સાં કાઠું કાઢ્યું હતું.
આ પણ વાંચો: …અઘરું છે કોઈની આંગળી પકડી ઉઠાવવો!
એક તો માંડ બધું ગોઠવાયું હતું એટલે મેં ચિંતા છોડી દીધી. ચિંતા કરવાનું અને મન પર લેવાનું છોડી દો, લોકો આપોઆપ તકલીફ દેવાનું પણ છોડી દે. ઉમેશ સેન્ટ્રલ બેંકમાં કામ કરતો અને રહેતો અંધેરી. બેંકમાંથી એ કોઈ પણ સમયે આવી શકતો અને પાર્લાથી અંધેરી જ જવાનું હોય એટલે અમે મોડે સુધી બેસી નાટક માટે ચર્ચા કરી શકતા. માં અને ઉમેશનું સાં જામવા માંડ્યું. સમજો ને કે ઘરેલું સંબંધ બંધાય ગયો, ખરેખર! પૈસાથી અમીર બનવા કરતા સંબંધથી અને દિલથી અમીર બનીએ તો ક્યારેય પાછા ન પડવું પડે.
મનહર ગઢિયાએ જા.ખ. માટે આખું નાટક પોતાની રીતે વિઝ્યુલાઈઝ' કર્યું અને મને સમજાવ્યું. વિષય બોલ્ડ હતો એટલે અંજલિના ફોટોગ્રાફ એણે ઉમેશ પાસે એ રીતે જ પડાવ્યા હતાં અને અંજલિ અને એની મમ્મીએ કોઈ વાંધો પણ નહોતો લીધો. એમની વાત સાચી હતી કે
છાસ લેવી હોય તો દોણી શા માટે સંતાડવી? સફળ લોકો તક શોધે છે જયારે અ-સફળ લોકો બહાનાં!
હવે મૂળ વાત…રિહર્સલ ક્યાં સુધી ચાલુ રાખવા? રવિવારનું થિયેટર નાટકના વિષયને કારણે મળવું મુશ્કેલ બની રહ્યું હતું. વાત મધરાત...' વખતે થોડું
હળવું’ હતું. હવે તો મુંબઈનું સેન્સર બોર્ડ પણ કડક' બની ગયું હતું. ભલું થજો બુકિગ ક્લાર્ક પ્રભાકરનું કે થોડા
કટ્સ’ સાથે પર્ફોર્મિંગ લાઈસન્સ મેળવી આપ્યું. એમણે કહ્યું, `કટ્સ આપ્યા છે તે કદાચ ન થઈ શકે તો કોઈ વાંધો નહીં. લગભગ તો કોઈ ચેક કરવા આવશે જ નહીં અને આવશે તો અમારાં સંપર્કથી જ આવશે એટલે મામલો અમે સંભાળી લઈશું.’ આ ધરપત મોટી હતી.
નાટકની લેખની ઈમ્તિયાઝની ઘણી હળવી અને રમૂજી હતી. એના વન-લાઈનર' ખૂબ જ હાસ્યસભર હતા અને એ જ કારણ હશે કે આગળ જતાં એને બાલાજીની લોકપ્રિય સિરિયલ
હમ પાંચ’ લખવા મળી. માણસે હસવું જોઈએ. પ્રોબ્લેમ એ છે કે માણસે હાસ્યને ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂક્યું છે અને ટેન્શનને કરંટ ખાતામાં. ખુશ રહેવું હોય તો ખાતું બદલાવવાની જરૂર છે અને આ વાત ઈમ્તિયાઝ પટેલનાં લખાણમાં હતી. લાગે નહીં કે ઈમ્તિયાઝનું આ પહેલું નાટક હશે. મારાં અનુભવથી મેં સૂચનો જરૂર કરેલાં પણ મગજ એણે ચલાવેલું. ભણતરથી શબ્દ સમજાય, અનુભવથી અર્થ. મારા સૂચને એનાં ભણતરને અર્થ સમજાવી દીધો.
રજૂઆત માટે જયારે રવિવાર મળવાની શક્યતા દેખાતી નહોતી ત્યારે મેં ડોલરને કહ્યું, નાટક તો કાલે તૈયાર થઈ જશે, પણ તૈયાર કરીને કરીશું શું? જ્યાં રજૂઆત માટે
પ્લેટફોર્મ’ જ નહીં હોય!’ ડોલર કહે, આડા વારે રજૂ કરીશું એમાં શું?' મેં કહ્યું.
રવિવારે રજૂ થાય તો કલેક્શન ઠીક-ઠીક આવે, આડા વારે રજુ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે.’
એ મને કહે, `મને અને સુભાષને કોઈ ફરક નહીં પડે. અમાં ગુમાવવાનું બજેટ ફિક્ષ નથી. અમે આડા વારે ચલાવતાં રહીશું અને નાટક જે રીતે બન્યું છે, આ નાટક ચાલશે જ!’
આ પણ વાંચો: ભૂમિ ને ભાગ્યનો સ્વભાવ એક જ: વાવશો એ મળશે..!
મને આ જવાબમાં અભિમાન દેખાયું. મેં કહ્યું, `ડોલર, આ અંહકાર છે, અહીં ભલભલા આવા ગુમાનમાં ઘર ભેગા થઈ ગયા છે.
અહંકાર એટલે વહાણનાં તળિયામાં પડેલું કાણું, નાનું હોય કે મોટું…અંતે તો ડુબાડે જ !’
`દાદુ, તમારામાં હિમ્મત જ નથી. આ નાટક ડુબાડશે નહીં, તારશે..લખી રાખજો.’
હું મૂક બની એને જોઈ રહ્યો. હવે જયારે આડા વારે જ રજૂ કરવાનું છે તો દિવસ નક્કી કરી અને ટાઈટલ ફાઈનલ કરી લેવું પડશે.
ડબ્બલ રિચાર્જ
આઈ લવ યુ' કરતાં પણ વધુ અસરકારક શબ્દો :
હું વાસણ ઘસી નાખીશ, તું ગરબા રમવા જા.’