ફટા પોસ્ટર, નિકલા… : મોટા ફિલ્મ-સ્ટારના નાના-મોટા `પ્રેન્ક્સ’…

- મહેશ નાણાવટી
અમુક ફિલ્મસ્ટાર શૂટિગ વખતે બીજાઓ સાથે નટખટ તોફાનો કરવા માટે ખાસ્સા જાણીતા (અથવા કુ-ખ્યાત !) છે, આમિર ખાન એમાંનો એક છે.
ફિલ્મ ઈશ્ક'ના શૂટિગ વખતે વચમાં નવરા પડેલા આમિર ખાને બહુ ગંભીરતાથી જુહી ચાવલાને કહ્યું,
લાવ તારો હાથ જોઈ આપું. હું જ્યોતિષ જાણું છું.’ આમ કરીને જુહીનો હાથ પોતાના હાથમાં લઈને આમિરે અગડમ બગડમ ભવિષ્યવાણીઓ કરવા માંડી. જુહી પણ જાણતી હતી કે આ બધું મસ્તીમાં થઈ રહ્યું છે, પરંતુ એણે જુહીનો હાથ એકદમ પોતાની નજીક લઈને બહુ બારીકાઈથી જોવા માંડ્યું… અને પછી એ અચાનક જુહીની હથેળીમાં થૂંકયો!
કહેવાય છે કે જુહી ચાવલા આવી વિચિત્ર હરકતથી એટલી બધી ચિડાઈ ગઈ હતી કે આખી ફિલ્મના શૂટિગ દરમિયાન આમિર સાથે વાત જ ના કરી. (કેમેરા સામે દૃશ્ય ભજવવું પડે તે બાદ કરીને) જોકે પાછળથી જાણવા મળ્યું કે આમિર આ જ ટાઈપનું તોફાન અગાઉ એની બીજી હીરોઈનો જેમ કે મનીષા કોઈરાલા, માધુરી દીક્ષિત, રાની મુખરજી વગેરે. સાથે કરી ચૂકયો હતો, પરંતુ જુહીની કમાન છટકી તે ઘણા સમય સુધી છટકેલી જ રહી હતી.
આ પણ વાંચો: સનીને સાઉથનાં સમણાંઃ ઢાઈ કિલો કે હાથ કી તાકત સાઉથ કે દર્શક ભી દેખેંગે…
અક્ષય કુમાર પણ એની તોફાની હરકતો માટે જાણીતો છે. એ પોતે પાછો ખૂબ સારો રસોઈયો પણ છે. ફિલ્મ અતરંગી રે'ના શૂટિગ દરમિયાન ક્યારેક અક્ષય કુમારને મન થાય તો પોતાની મનગમતી વાનગી બનાવીને તે યુનિટના સભ્યોને ખવડાવીને સૌને ખુશ કરતો હતો. એવા જ એક પ્રસંગે અક્ષયે સારા અલી ખાનને એક સફેદ લાડુડી આપતાં કહ્યું
લો, યે પ્રસાદ હૈ!’ સારા ખાને એ લાડુડી સીધી મોંમાં મૂકી દીધી. પછી ખ્યાલ આવ્યો કે એ આખી લાડુડી છુંદેલા લસણમાંથી બનાવેલી હતી!
આમિર ખાનની વધુ એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિકલ મસ્તી એવી હતી કે આમિર હાથમાં કપ રકાબી સાથે ચા પી રહ્યો હોય ત્યાં એના હાથમાંથી કપ છટકી જાય! સામે ઊભેલી વ્યક્તિ (મોટે ભાગે હીરોઈન) ડરીને, ઉછળીને દૂર ભાગે ત્યારે ખબર પડે કે કપ તો ખાલી છે! એટલું જ નહીં, એને એક દોરી વડે આમિરે બાંધી રાખ્યો છે!
અજય દેવગણ દેખાવે ખૂબ જ ગંભીર ટાઈપનો લાગે છે પણ એ કંઈ ઓછી માયા નથી. ફિલ્મ બોલ બચ્ચન' શૂટિગ જ્યારે એક જુના કિલ્લામાં ચાલી રહ્યું હતું ત્યારે તેણે અભિષેક બચ્ચનને ચડાવ્યો કે
આપણે યુનિટવાળાઓને બીવડાવીએ… તું રાતના સાડી પહેરીને કિલ્લામાં આંટા મારજે!’
અભિષેક માની ગયો. પણ એ ભાઈ સાહેબ જ્યારે અડધી રાત્રે સાડી પહેરીને પગમાં ઝાંઝર સાથે આંટા મારતા હતા ત્યારે અજય દેવગણે બધાને જગાડીને આ સીન બતાડતાં કહ્યું કે `અભિષેકને બિચારાને ક્રોસ ડે્રસિંગની (સ્ત્રીના કપડાં પહેરવા) માનસિક બીમારી થઈ ગઈ છે! એટલે એની દબાયેલી ઈચ્છાને સંતોષવા માટે રાતના ટાઈમે સાડી પહેરીને નીકળે છે !’
અક્ષય કુમારના અમુક પ્રેન્ક' ઘણીવાર બહુ ખતરનાક હોય છે.
જોલી LLB’ના શૂટિગ વખતે અક્ષય કુમારે કોઈ રીતે હુમા કુરેશીનો મોબાઈલ સરકાવી લીધો, પછી એના કોન્ટેકટ લિસ્ટમાં જે જુવાન, પ્રૌઢ પુરુષોનાં નામો દેખાયાં એ બધાંને સિરિયસ અને રોમેન્ટિક મેસેજ મોકલ્યો કે `મારે તમારી સાથે લગ્ન કરવાં છે!’
આમાંથી અમુક લોકોએ સામા ફોન કરવા માંડ્યા ત્યારે હુમા કુરેશી સાવ બઘવાઈ ગઈ હતી! જોકે અક્ષયે પોતાનું નટખટ કારસ્તાન જાહેર કરી દીધું પછી પણ બિચારી હુમાએ બધાને ખુલાસાના મેસેજો કરવા પડ્યા હતા.
સિરિયસ દેખાતા અજય દેવગણે એક વાર સન ઑફ સરદાર'ના શૂટિગ વખતે લગભગ આખા યુનિટના સભ્યોની જીભ તમતમાવી નાંખી હતી. વાત એમ હતી કે સેટ ઉપર આવતાંની સાથે અજયે કીધું કે
તમારા લોકો માટે હું આજે મસ્ત ગાજરનો હલવો લાવ્યો છું. યાર, મેં આનાથી સ્વાદિષ્ટ ગાજરનો હલવો મારી જિંદગીમાં ખાધો નથી!’
ઉત્સાહથી હલવો મોંમાં મુકતાંની સાથે જ સૌના સિસકારા બોલી ગયા! કેમકે એની જે લાલાશ હતી તે તીખાં લાલ મરચાંને લીધે હતી!
આ તમામ કિસ્સાઓની ટક્કર લે તેવો એક કિસ્સો સંજય દત્તે એક ટીવી શોમાં શેર કર્યો હતો. આ ઘટના સિમલામાં બની હતી `એક ઔર એક ગ્યારહ’ના શૂટિગ વખતે…
વાત એમ હતી કે દત્તુ નામના એક કેમેરામેન જ્યારે જ્યારે કોઈ શોટનું લાઈટિગ થઈ રહ્યું હોય ત્યારે એક ઝાડ પાસે જઈને પેશાબ કરી આવતા હતા.
સંજય દત્તે આ જોયું. એણે પૂછયું, એ ક્યા કર રહે હો?' દત્તુ કહે છે
કેમ શું થઈ ગયું?’ સંજય દત્તે અમસ્તુ જ કીધું કે ક્યા પતા, ઝાડ કે અંદર કોઈ ભૂત-વૂત રહેગા તો, વો પકડ લેગા! તૂને કિતની બાર પેશાબ કિયા?' દત્તુ કહે છે કે
પાંચ- છે બાર કિયા હોગા…’
આ પણ વાંચો:અખિયોં કે ઝરોખોં સે મળીએ… હેમલતાને!
વાત અહીં પતી ગઈ, પણ રાત્રે સંજય દત્ત અને ગોવિંદાએ મળીને એક ટેપ રેકોર્ડમાં ભૂતના અવાજો' રેકોર્ડ કર્યાં:
એ દતાઆઆ… તૂનેએએ ઝાડ કે નીચે મૂતાઆઆ… મૈં વહીં સો રહા થા… તૂને મેરે સર પે મૂતા… એક બાર નહીં, છે બાર મૂતા… દત્તાઆસા…!’
આવું રેકોર્ડ કરીને એ રાત્રે પેલા કેમેરામેન દત્તા જે રૂમમાં સૂતા હતા તેની બારી પાસે ઉપરના મળેથી રેકોર્ડ પ્લેયર લટકવીને આ ટેપ વગાડી! બિચારો દત્તા રાતોરાત સિમલાનું શૂટિગ છોડીને સીધો કોલકત્તા ભાગી ગયો હતો!
જોકે આ તમામ પ્રેન્ક ટિખળ પછી આ ફિલ્મ સ્ટારોએ ખેલદિલીથી કબૂલ કરેલું છે કે આ માત્ર મજાક મસ્તી ખાતર હતું. અને એ જાણ્યા પછી બધા હસી કાઢીને એ જતું કરતા.
બસ, માત્ર પેલા જુહીબહેનને આપણા આમિર મિંયા મનાવી શકયા નહીં!