ફોકસ : શું બોલિવૂડમાં બોલાતી આજની હિંદી ભાષા અગાઉ કરતાં વધુ સારી છે?

-ડી. જે. નંદન
જો કોઈપણ ભૂમિકા વિના જ તમને સવાલ કરવામાં આવે કે શું બોલિવૂડ ફિલ્મોમાં બોલાતી આજની હિંદી ભાષા અગાઉ પચાસ, સાંઈઠ, સિત્તેર અને એંસીના દાયકામાં બોલાતી હિંદી કરતાં વધુ સારી છે? નિશ્ર્ચિતદપે જ આ સવાલનો કોઈ એક કે સો ટકા સાચો જવાબ નહીં મળે. આમ છતાં તટસ્થ રહીને અને ઈમાનદારીપૂર્વક કહીએ તો નિ:શંકપણે આજની ફિલ્મોની હિંદી ભાષા અગાઉ કરતાં વધુ સારી ન હોય તો પણ પહેલાં કરતાં અલગ અને અસરદાર તો છે જ. આજની હિંદી વધુ લવચિક, સંવાદધર્મી અને વૈશ્ર્વિક શહેરી અનુભવ સાથે સંકળાયેલી છે. આજકાલની ફિલ્મોમાં હિંદી ભાષા ખાસ કે પ્રસિદ્ધ ઉચ્ચારણ કે લહેજામાં નથી બોલાતી, પરંતુ તમે અને હું બોલીએ છીએ એ રીતે બોલાય છે. એટલું જ નહીં આજની પેઢીના અભિનેતાઓ અને અભિનેત્રીઓ હિંદી વધુ આત્મવિશ્ર્વાસ સાથે બોલે છે. ઉદાહરણ તરીકે વિક્કી કૌશલ (ફિલ્મ-સરદાર ઉધમ)ને જુઓ એ પૂરા આત્મવિશ્ર્વાસ અને ઊંડાણપૂર્વક હિંદી બોલે છે.
સંવાદોમાં ન કોઈ બનાવટ કે ખચકાટ જેમ કે ‘જો લહૂ ન ખૌલા, વો લહૂ નહીં’. આ ઉચ્ચારણમાં હિંદીની શુદ્ધતા ભલે ગાયબ હોય, પરંતુ તેમાં હિંદી માટે ગર્વ અને સહજતા બંને દેખાય છે. ગત સદીના સિત્તેર અને એંસીના દાયકામાં અમિતાભ બચ્ચનની હિંદી ખૂબ સમૃદ્ધ, પરંતુ નાટકીય હતી. સાથે સાથે તેમાં હંમેશાં સંવાદ બોલવાની છટામાં નાટકીય અસર જોવા મળતી હતી. જ્યારે આજની હિંદીમાં એક સહજ પ્રવાહ છે, પરંતુ હિંદીના આ પ્રવાહને ‘રિધમ’ કહેવું એ પણ દુ:સાહસ હશે કેમ કે રિધમમાં વધુ ક્લાસિકી અને સંગીતાત્મકતાની માગ હોય છે. આજકાલની હિંદી ફિલ્મોમાં બોલાતી હિંદી આવી પણ નથી.
આપણા જમાનાની મહાન અભિનેત્રી અને ભાષા પર જબરજસ્ત કાબૂ ધરાવતી સ્મિતા પાટીલ (ફિલ્મ-ભૂમિકા) પણ ખૂબ જ સારી હિંદી બોલતી હતી, પરંતુ તેની હિંદી વધુ ગુંજતી અને ઠહેરાવથી ભરેલી રહેતી હતી. સ્મિતા પાટીલનાં ઉચ્ચારણ નાટકીય અને લય એકદમ કવિતા જેવાં લાગતાં હતાં. એક તરફ આજે જોવા જેવી એક વાત છે કે આજના મોટાભાગના અભિનેતા કે અભિનેત્રીઓનાં ઉચ્ચારણ અને લહેજો પ્રાદેશિકતાથી મુક્ત છે.
ઉદાહરણ તરીકે જાવી કપૂર (ફિલ્મ-ગુડલક જેરી) પંજાબી પૃષ્ઠભૂમિ ધરાવતી ભૂમિકા ભજવી છતાં તેનાં ઉચ્ચારણ એકદમ તટસ્થ શહેરી હિંદીમાં રહ્યા હતા. ન પંજાબી ઝલક, ન દક્ષિણ ભારતીય પ્રભાવ. એનાથી વિપરીત અભિનેતા રાજકુમાર (ફિલ્મ-પાકિઝા, વક્ત)ના ઉચ્ચારણમાં એક વજનદાર ઉર્દૂ શૈલીની અસર જોવા મળતી હતી જે તેમનાં વ્યક્તિત્વની છબીનો હિસ્સો બની ગયો હતો. આજની હિંદી વધુ સહજ અને શહેરી છે. અમુક લોકો આને નેટફ્લિક્સ હિંદી પણ કહે છે. સિદ્ધાંત ચતુર્વેદી (ફિલ્મ-ગલી બૉય)ની હિંદી જુઓ. તેણે હિંદી, ઉર્દૂ અને ગલીની સ્લેન્ગ ભાષાનું મિશ્ણ કરીને ખૂબ જ સરળ રીતે રજૂઆત કરી હતી. સંવાદોમાં ખચકાટ કે બનાવટીપણું જોવા નહોતું મળ્યું.
આ પણ વાંચો…ફોકસ : સ્ત્રીઓમાં પર્વ ઉજવણીનો ઉત્સાહ પુરુષ કરતાં વધુ કેમ હોય છે?
પોતાના જમાનામાં રાજેશ ખન્ના અને શત્રુઘ્ન સિંહા જેવા અભિનેતાઓ હંમેશાં પોતાના મૂળ પ્રદેશના લહેજાને છોડ્યા વિના હિંદી બોલતા હતા જેને એ સમયે સ્વાભાવિક લેખવામાં આવતું હતું. એકંદરે આજની પેઢીની હિંદી વધુ સહજ, લવચિક અને વાસ્તવિક જિંદગીથી જોડાયેલી લાગે છે. વિક્કી કૌશલ, રાજકુમાર રાવ, તાપસી પન્નુ, ભૂમિ પેડણેકર આ તમામ સંવાદોમાં હિંદીને આત્મસાત કરીને સંવાદ બોલે છે. એ લોકો હિંદી પરફોર્મ નથી કરતાં, હિંદી જીવે છે.
ગત સદીના સિત્તેર અને એંસીના દાયકામાં અભિનેતાઓ હિંદીને એક ખાસ છંદ, ઠહરાવ અને દબાવ સાથે બોલતા હતા. એ એક શાીય લહેજો હતો જેમ કે દીલિપકુમાર, અમિતાભ બચ્ચન, શબાના આઝમી, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ વગેરેના ઉચ્ચારણમાં હતું. જ્યારે આજની હિંદી વધુ પ્રાકૃતિક, ધારદાર અને હળવી લયમાં આવે છે, પરંતુ તેમાં ઊંડાણ અને દબાણ કાયમ ઓછું હોય છે. આ રિધમનું સ્થાનાંનતરણ છે. એક શાીય-નાટકીય છંદથી સહજ, સરળ પ્રવાહ તરફ.
આ પણ વાંચો… ફોકસ: સાફસફાઈના મહત્ત્વને આપણે ક્યારે સમજીશું?