ક્લેપ એન્ડ કટ..! :

સિદ્ધાર્થ છાયા
રામ’ રણબીરની ઈમેજ પર ધબ્બો? રણબીર કપૂર રામાયણ’માં ભગવાન રામનો રોલ ભજવી રહ્યો છે. અત્યાર સુધી એવો પ્રચાર થયો છે કે ભગવાન રામની ભૂમિકા ભજવવા માટે રણબીરે નોનવેજ ફૂડ ત્યાગી દીધું છે, પરંતુ હવે `ડાઈનિંગ વિથ કપૂર્સ’ નામના હાલમાં પ્રસારિત થયેલા એક શોને કારણે આ પ્રચાર પર પ્રશ્નાર્થ લાગી ગયો છે.
આ શોના હોસ્ટ અરમાન જૈન કપૂર ફેમિલીમાં નીતુ કપૂર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રીમા જૈન અને સૈફ અલી ખાન બધાંને નોનવેજ ફૂડ પીરસી રહ્યો હોય એવું દર્શાવ્યું છે.
હવે આ બધાં જ `કપૂર્સ’ સાથે રણબીર પણ બેઠો હતો. આ દ્રશ્યે સોશ્યલ મીડિયામાં તોફાન મચાવી દીધું છે. લોકો એમ કહી રહ્યાં છે કે રણબીરે ભગવાન રામની ભૂમિકા ભજવવા માટે નોનવેજ છોડી દીધું હોવાનો દાવો હવે ખોટો છે એમ સાબિત થઇ ચૂક્યું છે.
તો કેટલાકે આવું પીઆર રણબીરનો દંભ હોવાનું પણ જણાવ્યું છે. આ લોકોનું એવું કહેવું છે કે જો રણબીર નોનવેજ ખાવાનું છોડી જ ન શકતો હોય તો પછી આવો દંભ કરવાની શી જરૂર છે? જોકે, એ શોમાં હોસ્ટ રણબીરની ડીશમાં એ નોનવેજ આઈટમ પીરસી રહ્યો હોય એવું દેખાતું નથી. બીજું, રણબીરની ડીશના લોંગ શોટ્સ જ છે, જેથી એ કળી શકાતું નથી કે એણે નોનવેજ ખાધું છે કે નહીં. એટલે અત્યારે તો રણબીરને `શંકાનો લાભ આપીને’ છૂટો કરી દેવો જોઈએ…તમે શું કહો છો?
ધુરંધર’ને છુપાવવામાં આવશે રણબીરની વાત જાણી તો ચાલો, હવે દીપિકા પતિ રણવીરની વાત કરીએ. રણવીર સિંહની ધુરંધર’ 5 ડિસેમ્બરે રિલીઝ થશે. એ પહેલાં ટીઝર અને પછી ટે્રલરે રીતસર આ ફિલ્મ જોવાની ઇન્તેજારી વધારી દીધી છે. હવે આ ઇન્તેજારીમાં પંક્ચર ન પડે એટલા માટે ફિલ્મનાં મેકર્સે એક નિર્ણય લીધો છે. આ નિર્ણય એ છે કે ફિલ્મના પ્રમોશનમાં રણવીર સિંહ દેખાશે જ નહીં (અથવા તો બહુ ઓછો દેખાશે).
આ નિર્ણય પાછળ બે સોલીડ કારણ પણ છે. પહેલું કારણ એ છે કે રણવીર સિંહ પોતે આ રણનીતિ સાથે સંમત થયો છે. રણવીર એમ માને છે કે 2022માં આવેલી સર્કસ’ના પ્રચારમાં એ ઓવર એક્સપોઝ થઇ ગયો હતો એમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધેકાંધ પછડાઈ હતી. બીજું કારણ છે અધૂરું તોય મધુરું’નો સિદ્ધાંત. એટલે કે જે રીતે સૈયારા' અને હાલમાં આવેલી ફિલ્મએક દીવાને કી દીવાનીયત’ ખૂબ ઓછા પ્રચાર કરવા છતાં મોટી સફળતા મેળવવી એ છે…
જો મુખ્ય પાત્ર જ પ્રચારમાં ઓછો દેખાય તો દર્શકોમાં એ પાત્ર વિષેની ઉત્કંઠા વધી જાય. આમ કરવાથી વધુને વધુ લોકો આ ધુરંધર’ને જોવા મલ્ટિપ્લેક્સ છલકાવી દે. અગાઉ વોર 2′ માટે તેના બે કલાકારોને એક સાથે પ્રચાર ન કરવા દેવાની રણનીતિ તો નિષ્ફળ ગઈ હતી, હવે જોઈએ `ધુરંધર’નું શું થાય છે!
અણધાર્યો પ્રગટ્યો છે કમાઉ દીકરો’ જાણીતી કોરિયોગ્રાફર કમ ફિલ્મ ડાયરેક્ટર ફરાહ ખાને હમણાં એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે કે એની ત્રણ ફિલ્મ: મૈ હું ના’, ઓમ શાંતિ ઓમ’, અને હેપ્પી ન્યૂ યર’ ભેગી થઈને જેટલી કમાણી નથી કરી એનાથી વધુ એની યુટ્યુબ ચેનલ કમાણી કરી રહી છે! ફરાહ ખાને મોજ મસ્તીમાં એના રસોઈયા દિલીપ સાથે રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું.
આ રીલ્સને ન ધારેલી લોકપ્રિયતા મળતાં ફરાહે એક યુટ્યુબ ચેનલ શરૂ કરી. અહીં પણ આ બંનેની વાતો જબરી વાયરલ થઇ રહી છે અને અત્યારે આ ચેનલના 25 લાખથી પણ વધુ સબસ્ક્રાઈબર્સ થઇ ગયા છે. `યુટ્યૂબનું અર્થતંત્ર’ જ એવું છે કે જે વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવતાં હોય તેને વધુ વ્યુઝ આપે જેમાં જાહેરાતોની સંખ્યા પણ વધુ હોય એટલે સ્વાભાવિકપણે કમાણી વધુ થાય જ.
એક પોડકાસ્ટમાં ફરાહે પોતે અત્યારે યુટ્યૂબમાંથી `અઢળક કમાણી’ કરી રહી હોવાનું સ્વીકાર્યું છે. એના કહેવા પ્રમાણે, તેની રોજીંદી અને વાર્ષિક આર્થિક જરૂરિયાતોની પૂર્તિ ઉપરાંત તેનાં ત્રણેય બાળકોની ફી પણ આ જ કમાણીમાંથી તે ભરે છે. ફરાહ સાથે એનો કૂક દિલીપ પણ સ્ટાર બની ગયો છે તો એનું દેવું પણ ચૂકવાઈ ગયું છે અને અત્યારે એ પણ યુટ્યૂબની કમાણીથી પોતાનું ઘર પણ બનાવી રહ્યો છે. આવા કમાઉ દીકરા બધાને મળે અને ફળે!
કટ એન્ડ ઓકે…
`જો તમને કોઈ ભળતા નંબર પરથી મારું નામ લઈને વોટ્સ એપ મેસેજ કે કોલ આવે તો તુરંત બ્લોક કરજો… કારણ કે એ હું નથી!’
એકટ્રેસ રકુલ પ્રીત સિંહ
આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!:સિદ્ધાર્થ છાયા



