સાત્વિકમ્ શિવમ્: કેટલાક સંબંધ ભાડાનાં મકાન જેવાં, ગમે તેટલાં સજાવો તમારાં ક્યારેય ન થાય…!

અરવિંદ વેકરિયા
જયુકાકા (જયંત વ્યાસ) પોતાનો અધિકાર હોય એમ બોલ્યા,
સાંભળ્યું, આજનો આ શો હું કરીશ.’ મેં કહ્યું,કાકા, મેં આ રોલ માટે પૂરી તૈયારી કરી લીધી છે. તમને હવે રાજેશ જોશીનાં નાટક માટે પ્રોબ્લેમ નહી રહે, અને અમને પણ. મેં કાકીને કહ્યું હતું કે કાકાએ અહીં હિન્દુજા સુધી ધક્કો ખાવાની જરૂર નથી’.
કાકા કહે, ના..એણે બિચારીએ મને કહ્યું. થયું એવું કે સુરતથી મેં ફોન કરેલો પણ લાગ્યો નહી. આજે જેવો ઘરે આવ્યો કે કહ્યું. મારાક્રમશ:’નાં સાંજના શો ને કારણે જ તે આજની બપોર લીધી હતી. મને થયું કે કદાચ તું તૈયાર ન થયો હોય તો?’
મેં કહ્યું, હું તો તૈયાર થઈ ગયો છું. બે દિવસ રિહર્સલ કરેલાં એટલે…’ મારી વાત વચ્ચેથી કાપતાં જયુકાકા બોલ્યા, ઠીક છે… હવે હું તો આવી જ ગયો છું, અને ખાસ વાત દીકરા, મને આ રોલ બહુ ગમે છે. આવ્યો છું તારે મન મોટું રાખી કહી દેવું જોઈએ કે,’ કાકા, આવી ગયા છો તો તમે કરો. આજે છેલ્લી વાર મને કરી લેવાં દે. પછી તું જ કરજે..ઓ.કે.?’
મારે સાંભળી લેવું પડ્યું. કાકા ન માન્યા. મેં સ્વીકારી લીધું કે પુસ્તકની જેમ વ્યક્તિને પણ વાંચતા શીખવું પડે, પુસ્તક જ્ઞાન આપે છે અને આવી વ્યક્તિઓ અનુભવ…. આજે આ અનુભવ મને થઈ ગયો.
શો જયુકાકાએ જ કર્યો. પ્રેમથી કવર’ લઈ મને આશીર્વાદ પણ આપતા ગયાં. કહે છે કે રંગ છોડતાં કપડાં અને રંગ બદલતા લોકો ગમે તેટલાંખાસ’ હોય, મનમાંથી ઉતરી જાય છે, પણ મારા મનમાં એમનું દીકરા’ જેવું વહાલ અને મારા તરફથી એમનું માન જળવાઈ રહ્યાં એ આજે જાહેરમાં કબૂલ કરું છું. એ મનેદિકરો’ કહેતાં એમાં હું બાપ’ જેવું વાત્સલ્ય અનુભવતો. બાપનુંઅમીર’ કે ગરીબ’ હોવા કરતાં બાપનુંહોવું’ મોટી દોલત છે.
મારા જુવાનીના લોહીને કારણે મને એમનું વર્તન નહોતું ગમ્યું પણ એમની લાગણી….મને એમ કે તું કદાચ તૈયાર ન થઈ શક્યો હોય તો? આ વાક્યમાં એમની પુખ્તતાભરી લાગણી હતી જે હું કદાચ `સગીરતાભર્યા’ વર્તનને કારણે સમજી નહોતો શક્યો. અંત સમય સુધી મેં એમનું માન જાળવ્યું અને વહાલ મને મળતું રહ્યું એ પ્રભુ કૃપા.
શીરીષ પટેલે એમનું નાટક બેગમ શબાબ રીવાઈવ કર્યું ત્યારે પોતે અન્ય નાટકમાં વ્યસ્ત હતા ત્યારે એ નાટકમાં ભજવેલાં રોલ માટે એમણે જ માં નામ પટેલને સજેસ્ટ કરેલું. જોકે એ પ્રોજેક્ટ મહેશ દેસાઈએ હેન્ડલ કરેલો જે નાટકના મૂળ ડિરેક્ટર શૈલેશ દવે હતા. એક પબ્લિક શોમાં તેઓ તો તને જોવો છે' કહીને નાટક જોવા પણ આવેલાં એટલું નહી, એ વખતે એમને સુજેલા બે-ત્રણપંચીસ’ પણ આપતાં ગયાં.
નાટકવાળાં મારાં વિષે ઘણું બોલાયું. ખુદ જયુકાકાએ મારાં ભરપેટ વખાણ કર્યા, પણ મેં હું પણું માથે ક્યારેય ચડવા ન દીધું. આ હું કરૂંની હવામાં ઉડવું ખોટું છે. ઊંચે ઊડવાની મનાઈ નથી પણ જમીન પર પાછા પહોંચી શકાય એટલું અંતર રાખવું જરૂરી છે. શેખર શુકલનું પણ એવું જ… મારાં આ નાટકમાં એના ખૂબ વખણ થયા. આજની તારીખે એનું નામ' પણહું પણા’ નો પારો હજી ચડ્યો નથી જે વાત અગાઉ મેં જણાવેલી.
નાટકનાં શો સારા એવાં થતાં રહ્યા. અચાનક એક-બે શોમાં તુષારભાઈ દેખાયા નહી. નાટકની જ.ખ.નું બિલ ચઢી જતાં દીપક સોમૈયાએ મને ફોન કર્યો, દાદુ, લેણા નીકળતા પૈસા તુષારભાઈ એ આપ્યા કે નહી?' મેં કહ્યું,ના, પણ હવે ટ્રાય કરીશ. મને કાયમ સંબંધ બગડવાની બીક લાગે છે.’ ત્યારે દીપકે સરસ વાત કહી `જો દાદુ, કેટલાંક સંબંધો ભાડાનાં મકાન જેવાં હોય છે, તમે ગમે તેટલાં સજાવો, તમારાં ક્યારેય નહીં થાય… આ એનો તાજો પુરાવો. દાદુ, છેલ્લા બે શોનાં પૈસા બાકી છે. તમે તમારાં ન માગો ત્યારે પણ આ માગી લેજો નહીતો એડ નહી આવે. મુંબઈ સમાચારમાં જા.ખ. ન આવી એટલે બુકીંગના નામે મીંડું’.
મેં કહ્યું `કદાચ પારડી ગયાં હશે. આમ પણ આવતા રવિવારે થિયેટરની કોઈ તારીખ નથી. વચ્ચે ત્રણ સોલ્ડ-આઉટ શો છે. પૈસા આવી જશે.’
દીપકે કટાક્ષમાં કહ્યું, `ધ્યાન રાખજો… ધંધાનો વ્યવહાર હોય કે જીવનનો, આંખો મીંચીને દોડે એને જ અકસ્માત નડે. એટલે તો આપણા 60 બાકી રહી ગયેલાં અને તમે તો હજી 30નાં મારમાંથી બહાર નથી આવ્યાં.’
એની વાત સાચી હતી. મારાં સંઘર્ષને કારણે હું કોઈને સીધી હા કે નાં નથી શકતો. જાણે-અજાણે ક્યાંક આંખની શરમ નડે એવું મને લાગ્યાં કરે. આજે ઇમ્તીયાઝ પટેલની વાત યાદ આવે, દાદુ, તમે જયારે ના પાડતા શીખી જશો તો દુનિયા તમારી થઈ જાય. તમે શરમમાંહા’ પાડી દો તો જેને હા’ પાડો અને કામ ન થાય તો સામેવાળાની આંખ માંથી ઉતરી જવાના પણ જો ચોખ્ખીહા’ કે `ના’ કહી દો તો બંને ક્લિયર રહી શકો’.
આજે ઈમ્તિયાઝ પટેલ તો હયાત નથી પણ એની સલાહ કેટલી સાચી છે એ આજે અનુભવે ભલે સમજાય છે, પણ ..પડી ટેવ ટળે કેમ ટાળી એમ હું એ ચોખટામાંથી બહાર નીકળી નથી શકતો. મતલબ કે આ કામ મારાથી નહીં થાય એની ખાતરી હોવા છતાં હું મોઢા-મોઢ ના કહેતા મારી જીભ ઉપડતી નથી કે નથી હિંમત કેળવી શક્યો. કદાચ એ કારણ હશે કે જેને લીધે તુષારભાઈ પાસે પૈસા બાકી રહી ગયાં.
મેં પારડી ફોન કર્યો. માત્ર ઘંટડી વાગતી રહી, કદાચ કોઈ હશે નહીં. મેં પછી એના સાળાને માટુંગા ફોન કર્યો. મેં તુષારભાઈ માટે પૂછ્યું. હું ગુસ્સામાં હતો પણ એનો જવાબ સાંભળી ગુસ્સો તળિયે જ બેસી ગયો. એણે મને કહ્યું તુષારભાઈ તોફેરા’માં અંદર થઈ ગયાં છે.’ ત્યારે સમજાયું કે ખરાબ સમય પૂછીને નથી આવતો, ક્યારેક જજને પણ વકીલરાખવો પડે છે…
ડબ્બલ રિચાર્જ
પરિણીત સંબંધિત એક બોર્ડ ઉપર લખેલું…
ઝાડ પર પ્રેમ કરો… ઝાડની નીચે નહીં.
ત્યાં કોઈએ લખ્યું,
…પણ ગર્લફ્રેન્ડને ઝાડ ઉપર ચઢતાં ફાવતું નથી.



