ફોકસ : દીપિકા ને શોએબે ભાણેજને આપી અણમોલ ગિફ્ટ…
મેટિની

ફોકસ : દીપિકા ને શોએબે ભાણેજને આપી અણમોલ ગિફ્ટ…

  • નિધિ ભટ્ટ

દીપિકા કક્કર અને તેનો હસબન્ડ શોએબ ઈબ્રાહિમ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું પોપ્યુલર કપલ છે. બન્ને પોતાની પર્સનલ લાઈફને સોશ્યલ મીડિયામાં શેર કરે છે. બન્નેને બે વર્ષનેો એક દીકરો છે.

દીપિકાને થોડા સમય પહેલાં જ લીવરનું સ્ટેજ-2નું કેન્સર થયુ હતું. એના માટે 14 કલાકની તેની સર્જરી થઈ હતી. તે હવે સ્વસ્થ થઈ ગઈ છે. એની માહિતી પણ શોએબે સોશ્યલ મીડિયામાં આપી હતી. એ વખતે તે ખૂબ ઈમોશનલ થયો હતો.

દીપિકાએ જણાવ્યું હતું કે પરિવાર, હસબન્ડ શોએબ અને દીકરો આસપાસ હોય તો તેને સુકુન મળે છે.

બન્ને પરિવાર સાથે સારી બોન્ડિંગ ધરાવે છે. હાલમાં જ તેમણે ફેમિલી-ગેટટુગેધરનો બ્લોગ શેર કર્યો હતો.

એમાં શોએબની બહેન સબા ઈબ્રાહિમ પણ હાજર હતી, જે પોતે પણ યુટ્યૂબર છે. તેના દીકરાના બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.

એ નિમિત્તે દીપિકા અને શોએબે મળીને તેમને 51 લાખ રૂપિયાની પૉલિસી ગિફ્ટ કરી છે. દીપિકા અને શોએબે જણાવ્યું કે તેઓ એવી ગિફ્ટ આપવા માગતા હતા જે બાળકને ભવિષ્યમાં કામ આવે.

તો બીજી તરફ આ ભેટ પ્રત્યે ખુશી વ્યક્ત કરતાં સબાની આંખમાં હરખનાં આંસુ આવી ગયા હતા.

તેણે જણાવ્યું કે બાળક પ્રત્યેનો તેમનો આ પ્રેમ છે. જે ભવિષ્ય પ્રત્યેની તેમની જવાબદારીની લાગણી પણ દેખાડે છે. આ એક લાંબા ગાળાનું ઈન્વેસ્ટમેન્ટ છે, જે દીકરાની ફાયનાન્શ્યલ સ્થિરતાને સુનિશ્ચિત કરે છે. તેમની આ ભેટ સ્વિકારતા સબાએ તેમનો આભાર પણ માન્યો.

આ આખો વીડિયો દીપિકાએ યુટ્યૂબ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં દીપિકા અને શોએબ જણાવે છે કે તેઓ એવી ગિફ્ટ આપવા માગતા હતાં જે બાળકને ભવિષ્યમાં કામ આવે.

આ વીડિયોમાં દીપિકાએ પોતાને થયેલી ટ્યુમર વિશે પણ માહિતી આપી હતી. દીપિકાએ કહ્યું કે, `લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને મારા સારા સ્વાસ્થ્ય માટે પણ કામના કરી છે. એ માટે સૌનો આભાર.’

આ પણ વાંચો…ફોકસઃ ‘શોલે’ના 50 વર્ષ: ક્લાઈમેક્સ પર કાતર ફેરવી, છતાં ફિલ્મ સુપરહિટ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button