ફરીથી સંભળાશે `કબીરા સ્પિકિગ…’
![The famous Bollywood dialogue "Kabira Speaking…" is making a comeback, exciting fans of classic Indian cinema.](/wp-content/uploads/2025/02/abira-speaking-dialogue-returns.webp)
ક્લેપ એન્ડ કટ..! – સિદ્ધાર્થ છાયા
જેના એક ફોન કોલે રાજુ-ઘનશ્યામ અને બાબુ ભૈયાના જીવનમાં હેરાફેરી’ આણી દીધી હતી એ કબીરા પરત આવી રહ્યો છે…! સાજીદ નડિયાદવાલાહેરાફેરી’નો ત્રીજો ભાગ અનાઉન્સ કરી ચૂક્યા છે અને એમણે ગુલશન ગ્રોવર સાથે વાત પણ કરી લીધી છે. હાલમાં જ બેડમેન’ ગ્રોવરે એક ઇન્ટરવ્યૂમાં ક્નફર્મ કર્યું છે કેકબીરા ઈઝ બેક!’
ગુલશનના કહેવા અનુસાર આ વખતનો કબીરા એ હેરાફેરી’ના કબીરા કરતાં થોડો અલગ હશે. એના પાત્રમાં નેગેટિવ ઉપરાંત પોઝિટિવ શેડ્સ પણ જોવા મળશે…. આથી વિશેષ કોઈ માહિતી ન આપતાં ગુલશને હોઠ સીવી લીધા છે. વર્ષ 2000નીયુનિક એન્ડ એપિક’ કૉમેડી હેરાફેરી’માં પોતાના ભારેખમ અવાજથીકબીરા સ્પીકિગ…’ બોલીને એક અલગ જ ભાત ઉપસાવનાર ગુલશન ગ્રોવરનું એ પાત્ર ફિલ્મનાં અન્ય પાત્રોની જેમ જ યાદગાર થઈ ગયું છે.
આજે પણ એના ડાયલોગથી શરૂ થતા સીન્સ યુટ્યુબ પર એટલા જ વાયરલ’ થાય છે અને લોકો એટલા જ એને માણે છે.હેરાફેરી’નો બીજા ભાગ એટલે કે ફિર હેરાફેરી’માં આ પાત્ર ગેરહાજર હતું, ઑડિયન્સે તેને મીસ પણ કર્યું હતું, પરંતુ હવેકબીરા ઈઝ બેક’ની જાણ થતાં હેરાફેરી’ ફ્રેન્ચાઈઝના ફેન્સ જરૂર રાજી થયા હશે. આ ફેન્સનો રાજીપો વધે એવું અન્ય કારણ એ છે કે હાલમાં પોતાના જન્મદિવસે અક્ષય કુમારે આપેલી શુભેચ્છાના જવાબમાંહેરાફેરી’ના ડાયરેક્ટર પ્રિયદર્શને ત્રીજા ભાગને ડાયરેક્ટ કરવાની તૈયારી દર્શાવી છે.
બોલિવૂડની ફિલ્મો ખરાબ… શું કારણ? બોલિવૂડ સતત ખરાબ ફિલ્મ્સ આપી રહ્યું છે. મોટા ભાગના ફેન્સ અને ફિલ્મ પંડિતો આના માટે નબળી સ્ક્રિપ્ટને કારણભૂત ગણે છે. `દેઢ ઈશ્કિયા’ જેવી ફિલ્મ લખનાર દરાબ ફારૂકીએ હવે બોલિવૂડ ફિલ્મોની નબળી સ્ક્રિપ્ટ હોવા પાછળનું સચોટ કહી શકાય તેવું કારણ પણ જણાવી દીધું છે.
હાલમાં જ `એક્સ’ પર દરાબે એક લાંબી પોસ્ટ લખી છે, જે અનુસાર બોલિવૂડ સ્ક્રિપ્ટ રાઈટરને શરૂઆતમાં સ્ક્રિપ્ટ લખવા માટે તેની કુલ ફીના 10થી 20 ટકા જ આપે છે પછી એ સ્ક્રિપ્ટ મંજૂર થાય પછી બીજા દસેક ટકા આપે છે. આ થયા બાદ મોટા ભાગના નિર્માતાઓ લેખકને એક્ટર્સ સાઈન થવાની રાહ જોવાનું કહે છે. હવે જો એક્ટર્સ સાઈન ન થાય કે કોઈ બીજાં કારણોસર આખો પ્રોજેક્ટ પડતો મુકાય તો સ્ક્રિપ્ટ રાઈટરને બાકીના પૈસા ભૂલી જવાનું કહી દેવામાં આવે છે. દરાબનું કહેવું છે કે આ ખરેખર અમારું શોષણ છે. જ્યારે આવું શોષણ થતું હોય ત્યારે અમે જબરદસ્ત સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકીએ? એણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે બોલિવૂડની અત્યારની પરિસ્થિતિ માટે સ્ક્રિપ્ટ રાઈટર્સને અપાતી ઓછી રકમ જ જવાબદાર છે. એ કહે કે કોવિડના સમયમાં ઇન્ડસ્ટ્રી દ્વારા એક બહાના તરીકે શરૂ થયેલી આ પ્રવૃત્તિ હવે કાયમી થઈ ગઈ છે.
ક્રિશ 4′ માટે મારી પાસે પૈસા જ નથી! હૃિતિક અને રાકેશ રોશનની હીટ ફ્રેન્ચાઈઝક્રિશ’ના ત્રીજા ભાગની સફળતાની તુરંત બાદ તેના ચોથા ભાગની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ જાહેરાત કર્યાને વર્ષો વીતી ગયાં, પણ ક્રિશ’નો ચોથો ભાગ આવે એવા કોઈ જ એંધાણ દેખાઈ રહ્યાં નથી.જોકે, હાલમાં રાકેશ રોશને આ વિશે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું કેક્રિશ’ના ચોથા ભાગ માટે એમની પાસે બજેટ (પૈસા) જ નથી…. બોલો! અલબત્ત, આ પાછળ રોશનનો તર્ક છે કે જો ક્રિશ’ની સિક્વલ ઓછા બજેટમાં બનાવે તો એસુપર હીરો’ સ્તરની ફિલ્મ નહીં બને જેની દર્શકો રાહ જોઈને બેઠા છે. ઉપરાંત આજના જમાનામાં જ્યારે રિમોટનું એક બટન દબાવવાથી વિશ્વભરની સુપર હીરો ફિલ્મ્સ ઘેરબેઠાં જોવા મળે છે એવામાં નિમ્નસ્તરની `ક્રિશ’ બનાવવાથી બાળકો નિરાશ થશે ને મોટેરાઓ એની ટીકા કરશે.રાકેશ રોશન ઉદાહરણ આપતાં કહે છે કે વિદેશમાં સુપર હીરોની ફિલ્મ બનાવવા માટે જો 1000 રૂપિયાનું બજેટ હોય તો આપણને એવી જ ફિલ્મ બનાવવા માટે માત્ર 4 રૂપિયા જ મળે છે..! આવી પરિસ્થિતિમાં વિદેશી ગ્રાન્ડ લેવલની સુપર હીરો ફિલ્મ આપણે કેવી રીતે બનાવી શકીએ?
ટૂંકમાં રાકેશભાઈની વાત સાંભળીને તો એવું લાગે છે કે હવે આપણે શું ક્રિશ’ને ભૂલી જવાનો?! કટ એન્ડ ઓકે.. પોતાના વિશે ફેક ન્યૂઝ પબ્લિશ કરવા જણાવતી- ક્લિપ ઑનલાઈન મૂકવા બદલ અભિષેક-ઐશ્વર્યા બચ્ચનની પુત્રી આરાધ્યાએગુગલ’ અને એક વેબસાઈટ પર દિલ્હીની કોર્ટમાં માનહાનિનો દાવો ઠોકી દીધો છે!