મેટિની

ફોકસ: ઈરાની સિનેમા હોલિવૂડથી કઈ રીતે અલગ પડે છે?

-દિક્ષિતા મકવાણા

ઈરાનમાં ક્રાંતિ થઈ એ પહેલા, અહીં સિનેમાને ‘હરામ’ માનવામાં આવતું હતું. ધર્માંધ નેતાઓએ તેને કલા તરીકે નકારી કાઢ્યું હતું. સમય વીતતા ત્યાં ફિલ્મને એક કળા તરીકે સ્વીકૃતિ મળવા માંડી પછી અહીંની ફિલ્મોએ જુલમ અને પીડાના ભાવનાત્મક ચિત્રણ દ્વારા વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં ઈરાની સિનેમાને ઘણી પ્રશંસા મળે છે.

આજકાલ ઈઝરાયલ અને અમેરિકાના નિશાના પર ઈરાન છે. નેતન્યાહૂ અને ડોનલ્ડ ટ્રમ્પ ઈરાનની પરમાણુ શક્તિને ખતમ કરવા માટે મક્કમ છે, પરંતુ ઈરાનની કલા અને સિનેમાએ બન્નેએ સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મહોત્સવોમાં ઈરાની ફિલ્મોને ઘણી પ્રશંસા મળે છે.

તાજેતરમાં, ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ- 2025’ દરમિયાન ઈરાનના સિનેમાએ ફરી એકવાર વિશ્વભરના ફિલ્મ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું. અહીં રજૂ થયેલી ફિલ્મોને વિવેચકો અને દર્શકોએ એક અવાજે વખાણી વધાવી છે.

આ પણ વાંચો: ફોકસ: નગરશેઠની પુત્રવધૂએ ગાડામાં છાણાં કેમ ભર્યાં?

લગભગ વીસ વર્ષના પ્રતિબંધનો સામનો કર્યા પછી મહોત્સવમાં દિગ્દર્શક જાફર પનાહીની ફિલ્મ ‘ઇટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ’નો પ્રીમિયર યોજાયો હતો. ત્યારબાદ, તેના દિગ્દર્શક જાફર પનાહીને પણ પામ’ઓર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જાફર પનાહી માટે આ અવોર્ડ માત્ર પ્રોત્સાહન જ નહીં, પરંતુ ઈરાની કલા અને સિનેમા માટેનું સન્માન હતું, જેની સમગ્ર વિશ્વમાં એક અલગ પ્રતિષ્ઠા છે એ અવોર્ડ મેળવ્યા પછી જાફર પનાહીએ કહ્યું કે એ ખુશીની વાત છે કે દુનિયાએ ઈરાની સિનેમા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે અને જે રીતે ઈરાની સિનેમાએ સમગ્ર વિશ્વમાં પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો છે તેનાથી ઈરાની કલા અને સિનેમાને નવી ઊંચાઈઓ મળી છે…’

ઈરાની દિગ્દર્શક જાફર પનાહીના આ શબ્દોનો સાર સમજવો મુશ્કેલ નથી. જે દેશનું સિનેમા વિશ્વમાં સૌથી વધુ પ્રચાર અને પહોંચ મેળવે છે તે દેશ હોલિવૂડ છે, પરંતુ ઘણા દેશ એવા છે જેમનું સિનેમા ટેકનોલોજીની અને કથાવસ્તુથી પણ હોલિવૂડથી પાછળ નથી ચીન, જાપાન, ઇટાલીની જેમ, ઈરાનના સિનેમાએ પણ પોતાની એક આગવી ઓળખ બનાવી છે. અહીંની ફિલ્મ્સ તેના દેશનો સાંસ્કૃતિક વારસો રજૂ કરે છે.

આ પણ વાંચો: ફોકસ : શું કામ દેશમાં ઊભરી રહ્યું છે પેટ કલ્ચર?

‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ ઉપરાંત, વેનિસ અને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઈરાની સિનેમાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ઝાર અમીર ઇબ્રાહીમી, લીલા હતામી, ગોલશિફતેહ ફરાહાની અને શાહાબ હુસૈની અને રેઝા નાજી જેવી અભિનેત્રીઓને આ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનય માટે પુરસ્કારો મળ્યા છે. જાફર પનાહી ઉપરાંત, અસગર ફરહાદી, અબ્બાસ કિયારોસ્તામી, માજિદ મજીદી, અલી હતામી જેવા દિગ્દર્શકોની ફિલ્મોએ પોતાની ફિલ્મો દ્વારા આગવી ઓળખ બનાવી છે.

ઈરાની સિનેમા અને હોલિવૂડ વચ્ચે શું છે તફાવત? વાસ્તવમાં ઈરાની અને હોલિવૂડની ફિલ્મો તેમની અલગ શૈલીઓ માટે પ્રખ્યાત છે. નિર્માણ શૈલીથી લઈને વિષય સુધી તફાવત છે. હોલિવૂડમાં કાલ્પનિકતા દર્શાવવાનો ટ્રેન્ડ વધુ છે, જ્યારે ઈરાની સિનેમા જીવન અને મૂલ્યોને વધુ મહત્ત્વ આપે છે.

હોલિવૂડ અને ઈરાની સિનેમામાં બજેટ પણ એક મોટું પરિબળ છે. હોલિવૂડ ફિલ્મો અંગ્રેજીમાં હોય છે, તેથી એ અનેક દેશમાં સરળતાથી પહોંચે છે અને સમજી શકાય છે, જ્યાં અંગ્રેજી મુખ્ય ભાષા છે. હોલિવૂડ ફિલ્મો ગ્લેમર અને બોલ્ડ દૃશ્યો માટે જાણીતી છે, જ્યારે ઈરાની ફિલ્મ નિર્માતાઓ એમના દેશની સામાજિક વાસ્તવિકતા દર્શાવવામાં વધુ માને છે.

આ પણ વાંચો: ફોકસ: સિંધુ દર્શન મહોત્સવ

ઈરાની ફિલ્મોનું વ્યાપારી પાસું ખૂબ મહત્ત્વનું નથી, જ્યારે હોલિવૂડ ફિલ્મોનું વ્યાપારી પાસું ખૂબ મજબૂત છે. હોલિવૂડ ફિલ્મો શક્ય તેટલા પૈસા કમાવવાનો હેતુ ધરાવે છે, જ્યારે ઈરાની સિનેમા ફક્ત વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી. જોકે, ઈરાની સિનેમામાં સેન્સરશિપ મુખ્ય ભૂમિકા ભજવે છે.

ધાર્મિક માન્યતાઓ અને નૈતિક મૂલ્યોનું કડક પાલન કરવામાં આવે છે. સરકારી એજન્સીઓ અહીં બનેલી ફિલ્મો પર ચાંપતી નજર રાખે છે. જ્યારે હોલિવૂડમાં સેન્સરશિપનો મુદ્દો મહત્ત્વપૂર્ણ નથી..

આ ઉપરાંત, એક મોટો તફાવત એ છે કે ઈરાની સિનેમા ભાગ્યે જ પોતાના સમાજની મર્યાદાઓથી બહાર નીકળે છે, જ્યારે હોલિવૂડ સિનેમા વૈશ્વિક પ્રેક્ષકોને લક્ષ્ય બનાવે છે. હોલિવૂડ સિનેમા સંદેશને બદલે મનોરંજન અને વૈશ્વિક વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો: ફોકસ: જોખમી સ્ટન્ટ્સ કરતો દેખાશે ગ્લોબલ સ્ટાર રામ ચરણ!

આવી સ્થિતિમાં, બંને પ્રકારના સિનેમાનો વિશ્વ સિનેમા પર પોતાનો પ્રભાવ હોય છે. હોલિવૂડ ફિલ્મો મોટે ભાગે મસાલા મનોરંજન માટે નકલ અને રિમેક કરવામાં આવે છે, પરંતુ ઈરાની સિનેમા ભાગ્યે જ રિમેક કરવામાં આવે છે. અહીંની ફિલ્મો સંબંધોની સંવેદનશીલતા અને સામાજિક-રાજકીય ભેદભાવને નજીકથી દર્શાવે છે.

ક્ડક સેન્સરશિપ છતાં ઈરાની સિનેમાને કલાત્મક માનવામાં આવે છે. ઈરાની ફિલ્મ નિર્માતાઓ કલા સાથે સમાધાન કરતા નથી. અહીં વાર્તા કહેવાની શૈલી પણ નોખી- અનોખી છે. પ્રયોગો પણ ઘણી વખત જોવા મળે છે. સામાજિક મુદ્દાઓની જટિલતાઓને ઉજાગર કરવામાં આવે છે. કોઈપણ મુદ્દાને ગંભીરતાથી વ્યક્ત કરવામાં આવે છે.

આ જ કારણ છે કે વિશ્વમાં જ્યાં પણ ફિલ્મ ઉત્સવો હોય છે ત્યાં ઈરાની ફિલ્મો ખાસ ચર્ચા જગાડે છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં ઈરાની સિનેમા અન્ય દેશોના ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકો માટે પ્રેરણા સ્ત્રોત પણ રહ્યું છે. મોહસેનની ફિલ્મ ‘અ ટાઈમ ટુ લવ ઈરાન’માં ક્રાંતિકારી પરિવર્તન દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ફોકસ : આ દુનિયામાં સૌથી શુદ્ધ પ્રેમ માતાનો

ઈરાની ક્રાંતિ પછી, અહીં સિનેમાને સ્વીકૃતિ મળી. ઈરાનના લોકો દમનનો ભોગ બન્યા હોવાથી અહીંની વાર્તાઓમાં દમનને પણ મુખ્ય તત્ત્વ તરીકે જોવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ પરનો અત્યાચાર અહીંની ફિલ્મોનો મુખ્ય વિષય છે. તેને વિશ્વભરના ફિલ્મ પ્રેમીઓ તરફથી પ્રશંસા મળી છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની પીડા દર્શાવવા માટે ઈરાની સિનેમાને બૌદ્ધિકો આદરથી બિરદાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button