ટૂંકું ને ટચઃ ફિલ્મી પડદા પર થઈ રહ્યા છે અગત્યના ફેરફાર

ડી.જે.નંદન
સિનેમા માટે વર્ષ 2025 ઘણા બદલાવોનું સાલ રહ્યું છે. સાથે સાથે ઘણા નવા પ્રયોગો થયા અને દર્શકોની બદલાતી પસંદનું પણ વર્ષ રહ્યું. જે પ્રમાણે ડિજિટલ વિકસી રહ્યું છે, થિયેટરોની વાપસી થઇ છે અને નવી નવી કહાનીઓ મળીને એક એવો નવો માહોલ બનાવી દીધો છે કે, પહેલાના બોલિવૂડને એક પડકાર આપ્યો છે.
આ વર્ષે ઘણાં નવાં વલણોનો ઉદય થયો, જેણે માત્ર ફિલ્મ નિર્માણ જ નહીં, પરંતુ સ્ટાર સંસ્કૃતિ અને પ્રેક્ષકોની અપેક્ષાઓમાં પણ પરિવર્તન લાવ્યું. તો ચાલો આપણે આ વર્ષના કેટલાક ટ્રેન્ડ વિષે વાત કરીએ જેણે બોલિવૂડ સિનેમાને ન માત્ર બદલ્યું છે પરંતુ આવનારી ફિલ્મ સંકૃતિને પણ બદલી નાખે તો તેમાં કોઈ શંકા નથી.
કન્ટેન્ટ ફિલ્મોની વાપસી
લગભગ મોટા સિતારાઓની ફિલ્મ ગયા વર્ષે એટલી ચાલી નથી, પરંતુ ઓછા બજેટવાળી ફિલ્મ હતી અને ક્ધટેન્ટ મજબૂત હતું એવી ફિલ્મોની વાપસી થઈ છે. 2000-2023ની વચ્ચે બોક્સ ઓફિસ મોટા બજેટવાળી ફિલ્મ અને મોટા સિતારાઓવાળી ફિલ્મની આજુબાજુ ગુંજતું રહેતું હતું. જોકે 2025માં દર્શકોએ એવી ફિલ્મોને પ્રાધન્ય આપ્યું કે જે ફિલ્મની વાર્તાથી તેઓ કનેક્ટ થઈ શકે અને તેનું નિદેર્શન પણ લાજવાબ હોય. એના કારણે 40-70 કરોડ રૂપિયાના બજેટવાળી ફિલ્મો સતત સફળ રહી તેમજ નવા નિર્દેશકો અને લેખકોએ પોતાની મજબૂત પકડ જાળવી રાખી. દર્શકોએ સ્ટારડમને બાજુમાં રાખી કન્ટેન્ટવાળી ફિલ્મોને વધારે પ્રાધાન્ય આપ્યું.
બાયોપિક્સ ને રિયલ થ્રિલરનો દોર
આ વર્ષે બાયોપિકસ અને રિયલ લાઈફ હીરોઝવાળી ફિલ્મો દર્શકોએ બિરદાવી. જેમકે, બાયોપિકસ પહેલા પણ બનતી હતી, પરંતુ 2025માં એક પરિપક્વ શૈલીના રૂપમાં ઊભરીને સામે આવી.વાસ્તવમાં આ ટેવ દર્શકોમાં ઓટીટી અને ડોક્યુમેન્ટ્રીને લીધે પડી છે કે જે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હોય છે જેના લીધે દર્શકોનો થિયેટર અને ઓટીટીનો વિવાદ પૂરો.
2025નું વર્ષ થિયેટર અને ઓટીટી વચ્ચે નવી ભાગીદારીની શરૂઆતના વર્ષ તરીકે સામે આવ્યું છે. હવે આ બંને એકબીજાના પ્રતિસ્પર્ધી તરીકે નહિ, પરંતુ એક થઈને પોતાના અસ્તિત્વની ઓળખ શોધી રહ્યા છે. 2025માં એ તો સમજાઈ જ ગયું છે કે, ન તો થિયેટર બંધ થશે અને નહિ ઓટીટીની ચમક ઓછી થશે. એને બદલે બંનેની વચ્ચે એક નવું જ સંતુલન બનીને સામે આવ્યું. મોટા બજેટવાળી ફિલ્મોએ થિયેટરોમાં શાનદાર કમાણી કરી તો ફેમિલી ડ્રામા, ડાર્ક કોમેડી અને રોમાન્સ જેવી શૈલીએ ઓટીટી પર વિશેષ પ્રભાવ પાડ્યો.
મહિલા કેન્દ્રિત ફિલ્મોનું વર્ચસ્વ
સાલ 2025માં જે પાંચ નવા બદલાવ જોવામાં આવ્યા તેમાં આ સૌથી સકારાત્મક રહ્યું. ફિલ્મ ઉદ્યોગમાં મહિલાઓની ઉપસ્થિતિના ઘણા રૂપ જોવામાં આવ્યા. આ વર્ષે મહિલાઓને કેન્દ્રમાં રાખી બનાવેલ ફિલ્મો ઘણા રૂપે સફળ રહી. ઘણી સ્થાપિત અભિનેત્રીઓએ સમૂહ અને બહુ-કથાવાળી ફિલ્મોમાં સાહસ કર્યું છે, જે અગાઉ જોખમી માનવામાં આવતી હતી. આ વર્ષે થ્રિલર અને એક્શનવાળી ફિલ્મોમાં પણ મહિલાઓ અવ્વલ રહી.
2025નું વર્ષ બાકી બધા વર્ષ કરતા અલગ જ રહ્યું છે, એનું કારણ એ છે કે, પહેલા માત્ર મહિલા કેન્દ્રિત ફિલ્મો જ બનતી કે જેમાં કોઈ સોશ્યલ મેસેજ હોય. જોકે સાલ 2025માં મહિલાઓ-સુપર હીરો, એક્શન ડ્રામા, સ્પોર્ટ્સ અને હાઈ કોન્સેપટ થ્રિલર જેવી બધી જ મહત્ત્વપૂર્ણ શૈલીઓમાં જોઈ છે. કહેવાનું એમ છે કે, મહિલાઓ હવે પુરુષ સમોવડી થઈ ગઈ છે.
આપણ વાંચો: શો-શરાબાઃ બિગ બજેટ બોલિવૂડ: ઝગમગ સ્કેલ-ડગમગ રિઝલ્ટ



