આ છે હિમેશ મેજિક… સ્ટાઈલ – 80ની!

ફોકસ પ્લસ -પ્રફુલ શાહ
અત્યારે હિન્દી ફિલ્મ ઉદ્યોગ કટોકટી કાળમાં છે. હાથનાં કર્યાં હૈયે વાગ્યાં જેવો ઘાટ છે. વાંક માત્ર ને માત્ર બોલિવૂડના આકાઓનો છે. પ્રેક્ષકરાજાએ નામ-બેનરની શરમ છોડી દીધી છે. એ તો ‘સા હો’ ને ‘ના હો’, ‘જીગરા’ને ‘ઠીકરા’ અને ‘દેવા’ને ‘ન લેવા-દેવા’ કરી દે. અક્ષયકુમારનો ક્ષય કરી નાખે… આમિરને જમીન પર પટકી દે. અજય દેવગનની ‘આઝાદ’ અને ‘કંગના’ની ‘ઈમરજન્સી’ ના જુએ…. ‘સ્ત્રી-2’ ‘પુષ્પા-2’ પ્રેક્ષકોની મનોરંજન માટેની બૂમાબૂમ છે. આ બધામાં અમદાવાદમાં ઊછરેલાં ઉન્ની મુકુંદન (હીરો અને નિર્માતા)ની ‘માર્કો’ સુખદ આંચકો આપી દે.
ગયા અઠવાડિયે બે ફિલ્મે ધારણાથી એકદમ વિપરીત ‘દેખાવ’ કર્યો. સૌને હતું કે આમિર ખાનના શાહજાદા જુનૈદ ખાન અને શ્રીદેવીની સુપુત્રી ખુશી કપૂરની રોમેન્ટિક મુવી ‘લવયાપા’ને પ્રેક્ષક માથે ચડાવી લેશે. મોટા પ્રોડક્શન હાઉસ, ધાસું પબ્લિસિટી અને સ્ટાર્સની ઈન્સ્ટા પોલ છતાં ધરાર એવું ન થયું. આને બદલે પ્રેક્ષકોએ ‘બેડએશ રવિકુમાર’ને પ્રેમ કર્યો.
આ ‘બેડએશ રવિકુમાર’ કંઈ ગ્રેટ – મહાન કે કલાસિક ફિલ્મ નથી, પરંતુ નોસ્ટાલને – ભૂતકાળની યાદ જીવંત કરવા પર અતૂટ વિશ્ર્વાસ, પરફેક્ટ પ્લાનિંગ અને વિચારપૂર્વકની રિલિઝ પ્લાનનું એ સહિયારું સફળ ફરજંદ છે. આ ફિલ્મ બોલિવૂડના મનોરંજક, સફળ અને લોકપ્રિય કલ્ચરને રિક્રિએટ કરે છે. પડદો ખીચોખચ ભરાઈ જાય એટલા મોટા અને સોનેરી અક્ષરે કહેવાય છે કે તર્ક શોધતા નહિ. જૂની હિન્દી ફિલ્મો જેવું જ છે બધું. બે ભાઈ – હત્યા, બન્ને ભાઈનું છૂટા પડી જવું, હીરો-હીરોઈનનો પ્રેમ ને જેમાં અડચણ, મા-દાદીનાં વ્હાલ ને દાદાગીરી, જાસૂસી, હિરાની ચોરી અને એવું બધું….
અહીં કંઈ નવું નહોતું- હકીકતમાં નવું આપવું જ નહોતું. પોતાની પેઢીએ જે માહોલ મુવી અને મસ્તી માણ્યાં એ જ ફરીથી રજૂ કરવાં હતાં હિમેશ રેશમિયાને. નિર્માતા, વાર્તા-લેખક સંગીતકાર, ગીતકાર અને ગાયક તરીકે જવાબદારી છતાં પોતાના વિચાર-કલા પર જબરદસ્ત વિશ્ર્વાસ અને પકડ એના પર્ફોમન્સમાં દેખાય છે. તમે ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, રાજેશ ખન્ના, પ્રાણ, અજિત કે ડેનીને આ બધું કરતાં જોયા છે એ તમને તરત સાંભરે છે. તમને ફિલ્મ સાથે અનુસંધાન સાધી આપે છે.
બોલિવૂડના ભુલાઈ ગયેલા ડાયલોગબાજીના સમયને ગજબનાક આયામ સાથે સફળતાપૂર્વક પેશ કરાયો છે. તમને જાની રાજકુમારની સંવાદબાજી સાંભરી આવે. આ ફિલ્મનાં અનેક સીનમાં હિમેશ બોલવાનું શરૂ કરે એ પહેલાં થોડી અને ડાયલોગ પૂરો થાય પછી તાળીઓનો ગડગડાટ સંભળાય છે!
‘કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથ’નું ટીઝર આ પીરિયડ ડ્રામા સાથે ઇતિહાસના પાના ફેરવશે કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથ સાથે, સૂરજ પંચોલી તેની નજીકના હીરોની છબીથી અલગ થઈને એક જટિલ ઐતિહાસિક ભૂમિકા ભજવીને પોતાને એક ગતિશીલ અભિનેતા તરીકે સ્થાપિત કરે છે. ટીઝર તેના અભિનય શ્રેણીની માત્ર એક ઝલક છે, પરંતુ તેણે નિ:શંકપણે દર્શકોને ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મુખ્ય અભિનેતા સૂરજ પંચોલી ઉપરાંત, વિવેક ઓબેરોય એક લોહીલુહાણ વિરોધીનું પાત્ર ભજવે છે, જ્યારે સુનિલ શેટ્ટી મંદિરને બચાવવાની તેની શોધમાં સૂરજના પાત્રને ટેકો આપે છે. આ પીરિયડ ડ્રામા આકાંક્ષા શર્માનો પરિચય કરાવે છે, જે ‘કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથ’ સાથે બોલીવુડમાં પ્રવેશ કરે છે. આ ફિલ્મ 14મી સદીમાં ઐતિહાસિક સોમનાથ મંદિરને ઘુસણખોરોથી બચાવવા માટે લડનારા અને પોતાના જીવનનું બલિદાન આપનારા ગાયબ યોદ્ધાઓની વાર્તા કહે છે. પ્રિન્સ ધીમન દ્વારા દિગ્દર્શિત અને કનુ ચૌહાણ દ્વારા ચૌહાણ સ્ટુડિયો હેઠળ નિર્મિત, આ ફિલ્મ ભવ્ય સેટ પર બનાવવામાં આવી છે અને કાળજીપૂર્વક મહેલોને ફરીથી બનાવવામાં આવ્યા છે, જે દ્રશ્ય ભવ્યતાનું વચન આપે છે. કેસરી વીર: લિજેન્ડ્સ ઓફ સોમનાથ ભારતભરમાં અનેક ભાષાઓમાં રિલીઝ થવાની તૈયારીમાં છે અને 14 માર્ચ, 2025ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.