સાત્વિકમ્ શિવમ્: આંસુ પાડશો તો દયા મળશે ને પરસેવો પાડશો તો પરિણામ…
અરવિંદ વેકરિયા
અમારા નિર્માતા જ ફેરામાં અંદર થઈ ગયા છે એ સાંભળી મને ફેર ચડવા માંડ્યા. હવે નાટક કેમ ચલાવવું’? એ ચિંતા થવા માંડી. માંડ-માંડ- આટલી મહેનતે નાટકેપકડ’ જમાવી ત્યારે દીપકનાં બે શોનાં જા.ખ.નાં પૈસા બાકી રાખી નિર્માતા જ છટકી ગયો.! વધુ વિગત જાણવા મેં એનાં સાળાને માટુંગા ફોન કર્યો. એમણે કહ્યું કે અઠવાડિયા સુધી અમને એમનો સંપર્ક કરવાની મનાઈ કરવામાં આવી છે. ફેરામાં કયા કારણે ગયા છે એ વિશે એ કશું બોલ્યા નહી અને એમને પીડા થાય કદાચ એટલે મેં પણ ન પૂછ્યું.
નાટકને મળેલા સકારાત્મક પ્રતિસાદથી હું થોડો વધારે પડતો ઉત્સાહમાં આવી ગયો હતો પણ… સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરવો, બંનેમાં પરિવર્તન આવી શકે અને આવ્યું. હવે ચિંતાનાં વાદળ ઘેરાવાં લાગ્યાં એ વાતે કે મારી પાસે પૈસા તો એવાં હતા નહીં કે નાટક ચલાવી શકું. હું તો મારા 30000 માગવાનો વિચાર કરતો હતો ત્યાં તો એ જ ગાયબ થઈ નાટકને નોધાં છોડી ગયાં. કલાકારો બધાં મારે કારણે જ જોડાયેલા. એમને ફેરા'નું કારણ જણાવું તો એમના મનમાં તુષારભાઈની જેઈમેજ’ હોય એ તૂટી જ જાય. જોકે આજે નહી તો કાલે સાચી વાત કહેવી તો પડશે કે… પણ `કયારે’ એનો કોઈ જવાબ નહોતો.
સળગતો સવાલ એક જ હતો, હવે નાટકનું શું થશે?’. ફરી બાની વાત, પડશે એવાં દેવાશે’. આમ પણ રડવાનો કોઈ અર્થ નહોતો.આંસુ પાડશો તો દયા મળશે અને પરસેવો પાડશો તો પરિણામ.!’ ટૂંકમાં કોઈ એવી વ્યક્તિ મળે જે નાટક ચલાવવા તૈયાર થાય. તુષારભાઈનું આ પ્રોડક્શન હું આખેઆખું બારોબાર વેંચી તો ન શકું, હા, એ ફેરા માંથી ફરી પાછા આવે ત્યાં સુધી માત્ર નાટક ચલાવે એવી વ્યક્તિ શોધવા પરસેવો પાડવો પડે. ઓફકોર્સ, જે કમાણી થાય એ એની એમ નુકસાની થાય તો પણ એની, માત્ર પાલક નિર્માતા. તુષારભાઈ પાછા આવેલા એ ગમેલું પણ આવાં ફેરા. માંઅંદર’ થઈ જશે એવી કલ્પના નહોતી.
હવે હું તુષારભાઈને ભરોસે અને કલાકારો મારે ભરોસે હતાં. આજે લાગે છે કે દરેક એકબીજાને ભરોસે છીએ છતાં એકબીજા પર કોઈને ભરોસો નથી. મારી ભૂલ મને સમજાય, તમે નિરાશ થાવ એની બેશક્યતા, ખોટી આશા અને ખોટી વ્યક્તિ.
જો કે એક વ્યક્તિ તરીકે તુષારભાઈ મને ખોટા નહોતા લાગ્યાં, પણ… જુઓને, મારા બાકી નીકળતાં 60000, બાકી રાખીને ચાલ્યા ગયેલાં પણ આવીને મારાં ભાગનાં તો મને આપવા, નવું નાટક મારી પાસે કરાવવા અને જા.ખ. પણ મારી પાસે જ કરાવવા માગતા હતાં. કદાચ કોઈ ખોટા કામ કર્યા હોય એટલે અંદર’ હોય પણબહાર’ રહેલાં એનાં પરિવાર ઉપર કેવી વીતતી હશે એ તો એ જાણે. આટલો વખત સાથે રહ્યાં એટલે આવી ચિંતા સહજ હતી.
મેં કલાકારોને, મારે હજી થોડા રિહર્સલની જરૂર છે’ કહી બોલાવ્યા. સાચી વાત હિમ્મત કરીને કહી દીધી. બે મિનિટ સોપો પડી ગયો. એક કલાકારે તો પૂછ્યું,અમારે ક્યાં સુધી રાહ જોવાની?. અમને પણ બીજા નાટકની જરૂર હોય. નાટક સિવાય અમે કોઈ કામ કરતાં નથી. નાટક પર નભીએ તો ક્યાં સુધી આશાએ બેઠાં રહીએ?’. જવાબ આપવો અઘરો હતો. મેં કહ્યું, `બધાં સાંભળો. જરૂર બધાને છે…આ રવિવારનો શો આપણે નથી કરતાં. વચ્ચે ત્રણ સોલ્ડઆઉટ શો છે. મને ખબર નથી એ સંસ્થાઓ પાસેથી કેટલાં એડવાન્સ લીધાં છે.! હવે જે બેલેન્સ હશે એ મળશે જ. એમના સાળાએ કહ્યું છે કે અઠવાડિયા પછી ખબર પડે.
ત્યાં સુધી સંપર્ક નહીં કરી શકાય. જે બાકી રહેલ સોલ્ડઆઉટ શોનાં પૈસા આવશે એમાંથી શો કરીશું. હા, દીપકના બાકી રહેલ પૈસા બાબત હું એની સાથે વાત કરી લઈશ જેથી આપણી એડ. અટકે નહીં.’
બધાએ કહ્યું,`ઠીક છે…અઠવાડિયું ધીરજ રાખીએ પછી વિચારીશું, આમ પણ ધીરજનાં ફળ મીઠા.’ હું એમને કેમ કહું કે હજી મારા નીકળતાં પૈસા માટે મેં એટલી ધીરજ રાખી છે કે મને હવે ફળ નહીં તો ફ્રુટસલાડ મળવું જોઈએ….
મને લાગ્યું જ કે કલાકારોને ઝટકો તો લાગ્યો છે, કારણ અનિશ્ચિતતા. ખેર! પહેલા રિહર્સલમાંથી હસીને છુટા પડતા. આજે થોડા દુ:ખ સાથે મેં ઘરે આવી પત્ની ભારતીને વાત કરી. એણે તો ઠાકોરજીની જેવી ઈચ્છા’ કહી બધું ભગવાન પર છોડ્યું. ઉપરથી લટકામાં બોલી :મારો લાલો બધું સાં જ કરશે.’ મારી પણ ઇચ્છા હોય કે નાટક સાં બન્યું છે, સાં ચાલે છે ત્યાં `ફેરા’નું સ્પીડબ્રેકર ક્યાં આવ્યું?. સ્પીડબ્રેકર હોય તો ઠીક પણ રોડ (નિર્માતા) જ તૂટી ગયો ત્યાં હવે ડાયવર્ઝન (અન્ય પાલક નિર્માતા) ક્યાં શોધવું?
એકવાર ઇચ્છા થઈ આવી કે શિરીષ પટેલને વાત કં, કારણ કે એમને આ નાટકનો વિષય ખૂબ ગમેલો અને એમનાં હાથમાં જો આ વિષય આવ્યો હોત તો પોતાનાં બેનર હેઠળ રજૂ કરત, આ એમણે કહેલું મને અક્ષરશહ: યાદ હતું. આ મારી ઈચ્છા…. આ ઇચ્છા ખબર નહીં કઈ માટીની બનેલી છે મરે છે, તરફડે છે છતાં રોજ જન્મે છે.
મેં નક્કી કર્યું કે હું બધી વાત શિરીષ પટેલને જણાવું…પણ એ આખેઆખું પ્રોડક્શન લઈ લેવા માગે તો? સમજો કદાચ આપી દઉં તો તુષારભાઈ બહાર આવે પછી એમને શું જવાબ આપું? મારે તો અત્યારે રામાયણનાં ભરત’ની જેમ રહેવાનું હતું. રામને વનવાસ થયો પછી ભરતે સિંહાસન પર પોતાની પાદુકા મૂકી વનવાસ પૂરો થયો ત્યાં સુધીગાદી’ સાંભળેલી. મારે પણ તુષારભાઈ છૂટીને આવે ત્યાં સુધી નાટક’ને સાંભળવાનું હતું. ત્યાં અચાનક મને ફોન આવ્યોહેલ્લો…
ડબ્બલ રિચાર્જ
એક ભાઈએ સી.એ.ને પૂછ્યું: 5 ટકા જી.એસ.ટી. ભરેલું દૂધ ફાટી જાય તો જી.એસ.ટી. રીફંડ મળે?
સી. એ.: રિફંડની ખબર નથી પણ ફાટેલાં દૂધમાંથી પનીર બનાવો તો વધારાનો જી.એસ.ટી. ભરવો પડે.
આ પણ વાંચો…સાત્વિકમ્ શિવમ્: કેટલાક સંબંધ ભાડાનાં મકાન જેવાં, ગમે તેટલાં સજાવો તમારાં ક્યારેય ન થાય…!



