મેટિનીસ્પેશિયલ ફિચર્સ

ક્લેપ એન્ડ કટ..! : ખુદ કો હી ગોલી મારે, લડકા કમાલ રે…!

-સિદ્ધાર્થ છાયા

‘મંગળવારની સવાર હજી તો પડી જ હતી કે સોશિયલ મીડિયા આખું ગોવિંદાને ગોળી વાગી!’… ‘ગોવિંદાને ગોળી વાગી!’ ના સમાચારથી ગાજી ઊઠ્યું.. પહેલાં તો સ્વાભાવિકપણે ચિંતા થવાની સાથે ‘શોલે’ના જયનો પેલો પ્રખ્યાત ડાયલોગ મનમાં ઘુમવા લાગ્યો ‘કોઈ પુરાની દુશ્મની?’ પણ કોઈ જવાબ મળ્યો નહીં.

જોકે, બહુ જલ્દીથી અપડેટ આવી ગયું કે ગોવિંદાના પગમાં જે ગોળી ‘અકસ્માતે’ વાગી હતી એ કાઢી નાખવામાં આવી છે અને હવે તે ભયમુક્ત છે. પછી તો રાબેતા મુજબ ગોવિંદાના ચાહકોએ ખણખોદ શરૂ કરી તો જાણવા મળ્યુ કે ગોવિંદા સવારની ફ્લાઈટમાં કોલકાતા રવાના થવાનો હતો અને આ ઘટના સવારે સાડા ચારે બની.પહેલા સમાચાર એ આવ્યા કે સાહેબ બંદૂક સાફ કરતા હતા અને અચાનક ગોળી ચાલી ગઈ. આ પ્રકારની ઘટના બનતી હોય છે એવું આપણે અસંખ્ય વખત સાંભળ્યું પણ છે. જોકે, સવારના સાડા ચારે ગોવિંદા શા માટે પોતાની બંદૂક સાફ કરતો હોય? એવો પ્રશ્ર્ન પણ મનમાં રમવા લાગ્યો ત્યાં ખરા સમાચાર આવ્યા કે બંદૂક અકસ્માતે નીચે પડી ગઈ અને અકસ્માતે જ એમાંથી ગોલી વછૂટી અને…

પોતાના જમાનામાં ગોવિંદા ‘અખિયોં સે ગોલી’ મારતો એ તો ચાલી જતું પણ ભાઈ, સાચેસાચી બંદૂકડી હાથમાં હોય ત્યારે એ અચાનક નીચે પડી જાય અને ….

Actor Govinda was shifted to a general ward
Screen grab: Mint

‘ધૂમ’ સિરીઝમાં ‘એનિમલ’ની એન્ટ્રી
‘ધૂમ’ બોલિવૂડની સહુથી સફળ ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. જો કે તેનો ત્રીજો ભાગ , જેમાં આમિર ખાને વિલનની ભૂમિકા ભજવી હતી તેને આ ફ્રેન્ચાઇઝીના ચાહકોએ પણ સહુથી નબળી ‘ધૂમ’ મૂવી ગણાવી હતી. હવે ‘યશરાજે’ આ ‘ધૂમ’ સિરીઝને યિબજ્ઞજ્ઞિં કરવાનો નિર્ણય લીધો છે. હવે આ યિબજ્ઞજ્ઞિં વળી નવું ગતકડું છે. ફ્રેન્ચાઇઝીમાં સામાન્ય રીતે કથાનું પોત એક જ હોય, જેમકે ‘ધૂમ’માં બે પોલીસવાળાને એક મહાચોર આખી ફિલ્મમાં ખૂબ હંફાવે અને છેલ્લે એ પકડાઈ જાય અથવા તો છટકી જાય.. અહીં પોલીસવાળાઓ અથવા તો હકારાત્મક લીડ રોલમાં અત્યારસુધી અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા રહ્યા છે, પરંતુ હવે આ આખી સિરીઝ યિબજ્ઞજ્ઞિં થતાં, આ બંનેના સ્થાને કોઈ બીજા બે અદાકાર સામેલ થશે.

એ તો થાય ત્યારે,પરંતુ ધૂમ – ૪ ના મહાચોર તરીકે રણબીર કપૂરનું નામ જાહેર પણ કરી દેવામાં આવ્યું
છે. સાવ નવા ફોર્મેટમાં જ્યારે ‘ધૂમ’ની નવી ફિલ્મ આવશે ત્યારે અત્યારે હોટકેકની માફક બોલિવુડમાં ચાલી રહેલા રણબીર કપૂરને સત્તાવાર વિલન તરીકે જોવામાં અને ખાસ કરીને, એનિમલ’માં એના રોલને જોયા પછી એના ફેન્સમાં અત્યારથી જ ઉત્કંઠા જાગી ચૂકી છે. એક વધારાની રસપ્રદ માહિતી એ છે કે આ ફિલ્મને વિજય ક્રિષ્ના આચાર્ય ડાયરેક્ટ કરશે, જેણે ‘યશરાજ’ને તેની સહુથી મોટી ફ્લોપ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની’ ભેટ આપી હતી…!

આ પણ વાંચો : જ્યારે ડિરેકટરની ખોપડી હટી જાય…

ડીમરી પર ડામર?

‘એનિમલ’ ની જ વાત નીકળી જ છે તો વાત કરીએ તેની એક અન્ય કલાકાર વિશે , જે અત્યારે વિવાદનો ભાગ બનીને સામે આવી છે. ‘એનિમલ’થી જ જે નેશનલ ક્રશ – ‘દેશની ધડકન ’ બની ગઈ છે એ તૃપ્તિ ડીમરીના ફોટા પર જયપુરમાં મહિલાઓએ કાળો રંગ લગાવી

દીધો… આ મહિલાઓનો દાવો છે કે એમના પ્રોગ્રામમાં તૃપ્તિ ડીમરીએ આવવાનું ફક્ત વચન જ નહોતું આપ્યું પરંતુ પાંચ લાખ રૂપિયા પણ લીધા ને પ્રોગ્રામ ફરકી સુધ્ધાં નહીં. આ કાર્યક્રમ ઔદ્યોગિક સંસ્થા ‘ફિક્કી’ સાથે જોડાયેલી સાહસિક મહિલાઓએ આયોજિત કર્યો હતો. કહે છે કે તૃપ્તિને એની આવનારી ફિલ્મ ‘વિક્કી ઔર વિદ્યા કા વોહ વાલા વીડિયો’ના પ્રમોશન માટે બોલાવવામાં આવી હતી. સામે પક્ષે ટીમ ‘ડીમરી’ની સ્પષ્ટતા એવી છે કે તૃપ્તિ પોતાની ફિલ્મના પ્રમોશન માટે ટીમ સાથે જ બધે જાય છે અને વ્યક્તિગત રીતે તે કશે જતી નથી, આથી જયપુરના એ પ્રોગ્રામમાં જવાનો અને તેને માટે અલગથી નગદ નારાયણ લેવાનો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી.

બીજી તરફ, તૃપ્તિની આ જ ફિલ્મ ‘વિક્કી ઔર વિદ્યા કા વોહ વાલા વિડિયો’ના એક ગીત ( મેરે મહેબૂબ)માં એણે કરેલા કેટલાંક ( અસભ્ય ! ) ડાન્સ સ્ટેપ્સ માટે એ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે…!

‘કટ’ એન્ડ ‘ઓકે’..
ઓક્ટોબરમાં ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલ ભુલૈયા ૩’ જેવી સિક્વલ પછી બોલિવૂડ ૨૦૨૫માં એક પછી એક સિક્વલ્સ લાવતું રહેવાનું છે, ‘જેમકે રેઇડ -૨’, ‘જોલી એલએલબી -૩’, ‘હાઉસફૂલ- ૫’, વોર -૨’ અને ‘વેલકમ ટૂ ધ જંગલ’!

બસ, દર્શકોએ તો એક પછી એક નંબરો ગણતા જ રહેવાના…પછી ભલેને જૂનો દારૂ નવી બોટલમાં આકર્ષક રીતે પીરસાય!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button