મેટિની

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
1980ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરી ગોવિંદા અને ચંકી પાંડે સાથે જોડી જમાવી કેટલીક હિટ ફિલ્મો આપનારી અભિનેત્રીની ઓળખાણ પડી? વેબ સિરીઝથી તે ફરી ચમકી છે.
અ) પૂનમ ઢિલ્લોં બ) નીલમ કોઠારી ક) રવીના ટંડન ડ) સોનાલી બેન્દ્રે

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
पनपना કચડવું
उकसाना અલગ પાડવું
उमेटना ઉશ્કેરવું
छाँटना ઊછરવું
रौंदना આમળવું

ગુજરાત મોરી મોરી રે
ગુજરાતી ચિત્રપટ ઈતિહાસના રંગીન દોરના પ્રારંભની ચુનીલાલ મડિયાની નવલકથા પરથી બનેલી ફિલ્મનું નામ જણાવો. મહેશ દેસાઈ અને ડેઝી ઈરાની મુખ્ય કલાકાર તરીકે હતા.
અ) કરિયાવર બ) લીલુડી ધરતી
ક) મંગળફેરા ડ) નણંદ ભોજાઈ

જાણવા જેવું
માત્ર બાવીસ વર્ષની ઉંમરે શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મેળવનારી કંગના રનૌટની કારકિર્દી 2014માં આવેલી `ક્વીન’ પછી ઊંચાઈને આંબી હતી. આ ફિલ્મમાં કંગનાએ દિગ્દર્શક વિકાસ બહલને વિનંતી કરી હતી કે પાત્રમાં તે પોતાના રંગ ઉમેરવા માગે છે. ડિરેક્ટર તરફથી છૂટ મળ્યા પછી કંગનાએ કેટલાક સંવાદ જાતે લખી રાનીના પાત્રને યાદગાર બનાવી દીધું હતું.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
અભિનયના બેતાજ બાદશાહ તરીકે પંકાયેલા દિલીપ કુમારે એક ફિલ્મ માટે લતા મંગેશકર સાથે યુગલ ગીત પણ ગાયું છે. એ ફિલ્મનું નામ કહી શકશો?
અ) કોહિનૂર બ) આઝાદ ક) મુસાફિર ડ) લીડર

માઈન્ડ ગેમ
સાબુના વિજ્ઞાપનથી લોકપ્રિયતા મેળવી હિન્દી ફિલ્મોમાં આવનારી પ્રીતિ ઝિન્ટાની પહેલી હિન્દી ફિલ્મ કઈ હતી એ યાદશક્તિ ઢંઢોળી કહી શકશો?
અ) સંઘર્ષ બ) દિલ્લગી
ક) ક્યા કેહના ડ) દિલ સે

નોંધી રાખો
પોતાની પીડાનો અનુભવ કરવો એ જીવંત હોવાનો પુરાવો છે એ વાત સાચી, પણ અન્યની પીડાનો અનુભવ કરવો એ માનવી હોવાનો પુરાવો છે.

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
रईस અમીર
शीशा અરીસો
औंधा અવળું
मुवक्किल અસીલ
वहम અંદેશો

ગુજરાત મોરી મોરી રે
વશ

ઓળખાણ પડી?
ગ્રેસી સિંહ

માઈન્ડ ગેમ
હથકડી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
એપ્રિલ ફૂલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button